________________
૨૪
નયવિચાર માનીએ તે ફતવો લેપ થાય અને પરમાર્થ પામી શકાય નહિ.
જેઓ નિશ્ચયની પ્રાપ્તિ પર ભાર મૂકી વ્યવહારને જાતે કરવાનું કહે છે, તેમને ઉદ્દેશી નિશ્ચય અને વ્યવહાર નામનાં એક મનનીય નિબંધમાં નિમ્ન શબ્દ લખાયા છે.
અરે, ભલાભાઈ! પણ એ તે વિચાર કરે કે આ નિશ્ચય તમને બતાવનાર કેણ છે? જન શાસન ને? એ વ્યવહારમાર્ગ વિના આજ સુધી ચાલી આવત ખરા ? જે શાસન શ્રીતીર્થકર ભગવાને ઉપદેશ્ય, સ્થાપ્યું અને એ દ્વારા જગતને સત્ય તત્ત્વનું દર્શન કરાવ્યું, એ જિન શાસનનો પ્રવાહ આજ સુધી જગત પર ચાલ્યો આવ્યો, તે શી રીતે ? કહે કે પ્રભુએ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાનો ચતુર્વિધ સંઘ નક્કી કર્યો, એ સંઘને માટે આંતરિક આત્મવિકાસ ઉપરાંત બાહાથી તેને માટે ઉચિત ધાર્મિક આચારેઅનુષ્ઠાન, વ્રત-ક્રિયાઓ વગેરે નક્કી કર્યું અને શ્રી સંઘે તે પ્રમાણે વર્તવાનું ઉઠાવી લીધું, તેથી શાસન ચાલી આવ્યું છે. એમાં સંઘ પૈકીના જૂના જૂના સાધુના ઉપદેશવ્યવહાર, તથા જિતના અનુયાયીઓ અને આરાધકના બાહ્ય ધર્મ
વ્યવહાર જોઈ જોઈને નવા નવા અનુયાયીઓ અને આરાધકો તૈયાર થતા ચાલ્યા. એમ વ્યવહાર પર સંઘપ્રવાહ ચાલ્યા
આ નિબંધ પૂ. પં. મહારાજશ્રી ભાનુવિજયજી ગણિવરે લખેલે છે અને દિવ્યદર્શન કાર્યાલય, કાળુશીની પળ, અમદાવાદથી બે રૂપિયાની કિંમતે પ્રસિદ્ધ થયેલ છે.