________________
નયના પ્રકારે
જેમકે–નિશ્ચય નય અને વ્યવહાર નય, જ્ઞાનનય અને કિયાનય, દ્રવ્યાથિક નય અને પર્યાયાર્થિક નય.
તેમાં જે તત્ત્વને ગ્રહણ કરે તે નિશ્ચયનય કહેવાય અને લોકવ્યવહારને ગ્રહણ કરે તે વ્યવહારનય કહેવાય. જ્ઞાનને મુક્તિનાં સાધનરૂપ માને તે જ્ઞાનનય કહેવાય અને ક્રિયાને મુકિતનાં સાધનરૂપ માને, તે ક્રિયાનય કહેવાય. જે દ્રવ્યને લક્ષમાં લે તે દ્રવ્યાર્થિક નય કહેવાય અને પર્યાયને લક્ષમાં લે તે પર્યાયાર્થિક નય કહેવાય. આ બંને નયે ખાસ લક્ષમાં લેવા લાયક છે, કારણ કે સઘળા નયે છેવટે તેમાં જ પર્યવસાન પામે છે.
અહીં એ સ્પષ્ટતા કરી લઈએ કે જૈન દર્શન અને કાંતવાદમાં માનનારું હોવાથી નિશ્ચયપૂર્વક વ્યવહાર અને વ્યવહારપૂર્વક નિશ્ચય માને છે, દ્રવ્યપૂર્વક પર્યાય અને પર્યાયપૂર્વક દ્રવ્ય માને છે, પણ માત્ર નિશ્ચય કે માત્ર વ્યવહાર, અથવા માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયા, માત્ર દ્રવ્ય કે માત્ર પર્યાય એમ માનતું નથી, અન્યથા તે સર્વ નયને ન્યાય આપનારૂં ન ગણાય.
પ્રશ્ન–માત્ર નિશ્ચય કે માત્ર વ્યવહારને માનીએ તો શું વાંધે ?
ઉત્તર–જે માત્ર નિશ્ચયને માનીએ તે વ્યવહારનો લેપ થાય અને વ્યવહારનો લેપ થતાં સઘળી ધાર્મિક ક્રિયાઓ, સઘળાં ધાર્મિક અનુષ્ઠાનો નિરર્થક ઠરે અને તત્વની પ્રાપ્તિ જ ન થાય. તે જ રીતે જે માત્ર વ્યવહારને