Book Title: Jain Shikshavali Nayvichar
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 23
________________ નયવિચાર વાક્યોમાં નયનો આભાસ થાય છે, પણ વાસ્તવિક રીતે એ નય નથી. દુનય એ નયાભાસનું જ બીજું નામ છે. ૪–નયના પર્યાય શબ્દો શાસ્ત્રોમાં નયને માટે પ્રાપક, કારક, સાધક, નિવર્તક, નિર્ભસક, ઉપલંભક, વ્યંજક, વગેરે શબ્દ વપરાયેલા છે. તેના અર્થો આ પ્રમાણે સમજવા પ્રમાણે સ્વીકારેલા અનેક ધર્મોમાંથી ગમે તે એક ધર્મની જ્ઞાનમાં પ્રાપ્તિ કરાવે તે પ્રાપક. ઉક્ત ધર્મનો બંધ કરાવે તે કારક. ઉક્ત ધર્મના નિર્ણયને સાધે તે સાધક. બીજા વિરોધી અભિપ્રાયથી પાછો ન પડે તેવા અભિપ્રાયવાળે બેધ તે નિવક. ધર્મનો વ્યક્તિગત ભાસ કરાવે તે નિર્ણાયક. વિશિષ્ટ ક્ષપશમની અપેક્ષાએ સૂક્ષ્મ અર્થની ઉપલબ્ધિ કરાવે તે ઉપલંભક અને પ્રધાનપણે પિતાના વિષયને પ્રગટ કરે તે વ્યંજક. — પન્નયના પ્રકારે નય અપેક્ષાને અવલંબે છે અને તેવી અપેક્ષા વ્યક્તિ દિઠ કે વચન દીઠ જૂદી જૂદી હોય છે, તેથી નાના પ્રકાર અગણિત સંભવે છે. સંમતિ તર્કમાં કહ્યું છે કે “જ્ઞાશા વચણાદા તારા રેવ હૃતિ નથવાણા જેટલા વચનપથ છે, તેટલા નયવાદ છે. આ બધા નનું વિસ્તારથી વર્ણન થઈ શકે નહિ, એટલે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58