________________
૧૬
નયવિચાર તેં સાંભળ્યા, તેથી તું વહેમાયે, પણ એ વહેમ રાખવાનું કાંઈ કારણ નથી.”
આ શબ્દએ રાજા શ્રેણિકનાં મનનું સમાધાન કર્યું અને પોતે જે હુકમ કર્યો હતે, તે તદ્દન અવિચારી હતું, તેનો ખ્યાલ આવી ગયો. વળી અભયકુમારે પિતાની એ આજ્ઞાનો અમલ જરૂર કર્યો હશે, એવી તેમને ખાતરી હતી, આથી તે ચિંતાતુર બન્યા અને પ્રભુ પાસેથી વિદાય લઈ નગર ભણી પાછા ફર્યા.
રસ્તામાં અભયકુમાર મળ્યા. તેને રાજાએ પૂછયું કે “શું કર્યું?” અભયકુમારે કહ્યું: “અંતઃપુરને સળગાવી દીધું,” આ સાંભળી શ્રેણિકના ખેદનો પાર રહ્યો નહિ. તે બોલી ઉઠયા કે મેં તે અવિચારી હુકમ કર્યો, પણ તને એનો અમલ કરતાં લજજા કેમ ન આવી? માટે તું મારી પાસેથી ચાલ્યો જા, તારું મુખ બતાવીશ નહિ.”
અભયકુમાર આ સંસારને અસાર જાણી ચૂક્યા હતા અને કેટલાક વખતથી પ્રભુ મહાવીર પાસે દીક્ષિત થવાના મનોરથ સેવી રહ્યા હતા, પણ પિતા તેમને છેડતા ન હતા, તેથી કામ ઢીલમાં પડ્યું હતું. તે આ શબ્દોએ ત્વરિત બનાવી દીધું.
અહીં રાજાએ નગરમાં આવીને જોયું તે અંતઃપુર નજીકની કેટલીક ઝુંપડીએ સળગી ગઈ હતી, પણ અંતઃપુર સલામત હતું, તેથી તેમને ખૂબ આનંદ થયે, પણ આ ઘટનાથી તેમણે અભયકુમાર જેવા એક બુદ્ધિનિધાન