________________
- ૧૪
નયવિચાર
રાણું ચલ્લણાના જીવનને એક પ્રસંગ
ઠંડીના દિવસે હતા, ટાઢ કકડીને પડતી હતી. તે વખતે રાજા શ્રેણિક અને રાણી ચેલ્લણા રાજમહેલના એક હંફાળા ખંડમાં છપ્પરપલંગ પર મશરૂની તળાઈઓ પર લેટ્યા હતા અને શરીર પર બહુમૂલ્ય ગરમ રજાઈઓની સિડ ભીડી લીધી હતી. બંને ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા.
એવામાં શેલણાને હાથ સોડમાંથી બહાર નીકળી ગયે. . અને તે સખ્ત ઠંડીને લીધે કળવા લાગે.
એ વખતે તેને દિવસે જોયેલા એક ધ્યાનસ્થ મુનિ - યાદ આવ્યા. “સુકલકડી શરીર, આછાં વસ્ત્રો અને પર્વતની તળેટી. આવી સખ્ત ઠંડીમાં એમનું શું થયું હશે?” એ વિચાર તેનાં હદયને સ્પર્શી ગયા. તેમાં “એમનું શું થયું હશે? એ શબ્દો પ્રકટ રીતે બોલાઈ ગયા. રાજાએ તેને કાનોકાન સાંભળ્યા અને તે વિચારમાં પડ્યો. હું તે પાસે જ સૂતો છું, ત્યારે આ ચેલણ અત્યારે તેનો વિચાર કરતી હશે? સ્ત્રીઓનું કંઈ કહેવાય નહિ! તેમના પર ગમે તેટલે સનેહ રાખે તે પણ તેમનું ચિત્ત અવશ્ય બીજે જાય ! જ્યારે પટરાણની આ સ્થિતિ છે, ત્યારે બીજી રાણીઓનું તે કહેવું જ શું ?’ આવા આવા વિચારોમાં તેણે રાત્રિ જેમ તેમ પસાર કરી.
સવાર થયું અને રાજા નિત્યકર્મથી પરવાર્યા પછી પ્રભુ મહાવીરને વાંદવા ચાલ્યા. પરંતુ વાંદવા જતી વખતે