________________
નયની વ્યાખ્યા
૧૭
મંત્રીને સદાને માટે ગુમાવ્યા હતા, એ ખેાટ જેવી તેવી ન હતી.
તાત્પ કે શબ્દોની અપેક્ષા સમજ્યા વિના તેનો અથ કરવામાં ભૂલ થવાનો પૂરેપૂરા સંભવ છે, તેથી શબ્દેની અપેક્ષા ખરાબર સમજવી જોઈએ.
નયવાદ આપણને આ અપેક્ષાઓનું જ્ઞાન પૂરું પાડે છે, તેથી પાકેાએ તેના પરિચય કરી લેવાની જરૂર છે. પ્રસ્તુત નિબંધ એ પરિચય પૂરા પાડશે.
૨-નયની વ્યાખ્યા.
નય શબ્દ ની ધાતુ પરથી અનેલેા છે. તે ન્યાય, નીતિ, આચાર, સદ્ગુણુ, યાજના, પદ્ધતિ, મુસદ્દોપણું વગેરે અનેક અર્થ બતાવે છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. અહીં તે વસ્તુના અંશે બેધ થવામાં ઉપયેગી થનારું જે સાપેક્ષ જ્ઞાન તેને જ નય સમજવાના છે. જૈન શાસ્ત્રો સકલાદેશને પ્રમાણજ્ઞાન કહે છે અને ‘વિકલાદેશ' ને નયજ્ઞાન કહે છે. સકલાદેશ એટલે વસ્તુના સામસ્ત્યન અર્થાત્ અખંડપણે આધ અને વિકલાદેશ એટલે વસ્તુના અમુક અંશે બેધ
નયની એક વ્યાખ્યા એવી છે કે " सर्वत्रानन्तधर्माध्यासिते वस्तुनि एकाशंग्राहको बोधो नय इति । સર્વ વસ્તુઓમાં અનંત ધમના અધ્યાસ છે, તેમાંથી એક અંશગ્રાહક જે જ્ઞાન તે નય.”
૧૨