________________
નયનો ઉપયેાગિતા
૧૩:
તમે જે કંઇ જોયુ છે તે એક એક અંગ જ જોયુ છે. તે પરથી આખા હાથી વિષે અભિપ્રાય આપવા મંડી પડયા છે, તેથી જ આ વિષમ સ્થિતિ પેદા થઈ છે. હું આ હાર્થીને રાજ જોઉં છું, તેથી કહું છું કે તે સૂપડા જેવા પણુ છે, સાંખેલા જેવા પણ છે, ભૂંગળ જેવા પણ છે, થાંભલા જેવા પણ છે, પખાલ જેવા પણ છે અને સાવરણી જેવા પણ છે. તમારી દરેકની વાત સાચી છે, પણ તમે બીજાને ખૂટા પાડા છેા, તે ઠીક નથી. માટે ધાંધલ કરવાનું છોડી દે.' આ સાંભળી આંધળા ચૂપ થઈ ગયા અને પેાતાના રસ્તે સીધાવ્યા.
અહીં ‘આ હાથી સૂપડા જેવે જ છે, ભૂગળ જેવા જ છે,’ વગેરે વચના નિરપેક્ષ હતાં, કારણકે તે બીજી અપેઆને ધ્યાનમાં લેનારા ન હતાં. જ્યારે આ હાથી સૂપડા જેવા પણ છે, ભૂંગળ જેવા પણ છે' વગેરે મહાવતનાં વચના સાપેક્ષ હતાં, કારણકે તે ખીજી અપેક્ષાઓને ધ્યાનમાં લેનારા હતાં.
નિરપેક્ષ વચને એ તકરાર જગાડી, કલહ ઉભેા કર્યો અને વાત મારામારી સુધી પહાંચાડી, એટલે સુજ્ઞજનોએ નિરપેક્ષ વચનવ્યવહાર કરવા ચેગ્ય નથી, એમ જૈન મહુ. ષિએનું સ્પષ્ટ મંતવ્ય છે.
કાઇપણ વચનોની અપેક્ષા મરાખર સમજવામાં ન આવે તે કેવું પરિણામ આવે છે, તે રાણી ચેલ્લાના એક જીવનપ્રસંગ પરથી સમજી શકાશે.