Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 14
________________ અયોધ્યાનરેશ અનરણ્યનો મોક્ષ પ્રથમ તીર્થકરશ્રી ઋષભદેવ ભગવાને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનનો પાયો નાંખ્યો હતો. એમના પુત્ર રાજા ભરત ચક્રવર્તી હતા. એમને અનેક પુત્ર હતા. એમાંથી જ એક પુત્ર આદિત્યયશથી સૂર્યવંશનો પ્રારંભ થયો. આ વંશમાં અનેકાનેક રાજાઓ થયા. ત્યાર પછી તીર્થકર ભગવાન મુનિસુવ્રત સ્વામીના શાસનકાળમાં અયોધ્યા નગરીમાં અનેક રાજાઓને શરણ અને સહાય આપવાવાળા તથા સ્નેહીજનોને ઋણથી મુક્ત કરવાવાળા અનરણય રાજા થયા. એમની સહધર્મચારિણી પૃથ્વીદેવીથી અનંતરથ અને દશરથ નામના બે પુત્રરત્ન થયા. વાસ્તવમાં રાજધર્મનું પાલન કરવું અતિ દુષ્કર છે. પ્રાયઃ નિરંકુશ, બે લગામ રાજ્યાદિ સત્તા વ્યક્તિને અભિમાન, મોહ અને અહંકારના મહાસાગરમાં ડૂબાડી દે છે. આવી વ્યક્તિ પ્રજાજનોને અનેક કષ્ટો પહોંચાડવામાં કોઈ કસર રાખતી નથી. પોતાના સંતાન સમાન પૌરજનો પ્રત્યે તિરસ્કારવૃત્તિ રાખવાવાળા શાસક પોતાના મનુષ્યત્વ તથા ક્ષત્રિયત્ન બંને પર કલંક લગાડે છે. જો તેઓ પોતાના મિથ્યા અહંકારને તજી દે, તો પ્રજાજનોના દુ:ખભંજક બને છે. ‘દુઃખનું મૂળ કારણ છે પાપ તથા અધર્મ અને સુખનું કારણ છે પુણ્ય તથા ધર્મ'. અહંકારરહિત રાજા, દુઃખના કારણભૂત અધર્મ અને પાપોની ધૃણા કરવાવાળા તથા અનંતસુખના કારણભૂત ધર્મ તથા પુણ્યના કારણોનું પોષણ કરવાની પ્રવૃત્તિ ધરાવતા હોય છે. રાજ્યને અસાર અને અસ્થિર માનવાવાળા આવા શાસકોની પ્રવૃત્તિ રાજ્ય ત્યાગ કરી સંયમસાધનામાં લીન રહેવાની હોય છે. ‘જે રાજેશ્વરી, તે નરકેશ્વરી’’ આ વાક્ય સદા તેમના હૃદયમાં ગુંજતું રહે છે. પરંતુ જ્યાં સુધી રાજ્યત્યાગ માટે અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી તે ‘‘સક્ષTય ઉત્નનિપ્રદાય'' સજ્જનોના સન્માનની રક્ષા અને દુર્જનોનું દમન કરવા માટે જ રાજ્ય ચલાવે છે. સાકરની માખી સમાન આવા શાસકોનાનું સરખું નિમિત્ત મળતાં જ રાજ્યત્યાગ અને મોહત્યાગ કરીને ઋષિ (સંન્યાસી) બની જાય છે. “વામાવિવંતુ સ્મિત્ર, માથેર્નવામિનાર્તા તલવૃત્રિમદાના તવ ન મુન્નતિ '' અર્થાત્ - માનવને સારો મિત્ર તો સદ્ભાગ્યે જ મળે છે. અકૃત્રિમ મૈત્રી અને સહૃદયતા સુમિત્રની વિશેષતા છે. તે પોતાનો મૈત્રીભાવ સંક્ટસમયે પણ ત્યાગતો નથી. આજના યુગમાં કુમિત્રોનું અધિક્તર પ્રમાણ હોવાના કારણે આપણે બધા અધોગતિ તરફ ધકેલાતા જઈ રહ્યા છીએ. કૃમિત્ર કેવા હોય છે ? “परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनम् । वर्जयेत् तादृशं मित्रं विषकुम्भं पयोमुखम् ॥" આપણી સમક્ષ મીઠી – મીઠી વાતો કરવાવાળા, પરંતુ પીઠ ફેરવતાં જ આપણું નુકશાન કરવાવાળા કુમિત્રોને ઝેરથી ભરેલા દૂધના ઘડાની જેમ ત્યજવા યોગ્ય છે. | સુમિત્રના કારણે જીવનમાં આત્મોત્થાનની પ્રેરણા મળ્યા વિના રહેતી નથી. કહેવાય છે કે ‘જેવો સંગ તેવો રંગ.' સહસ્રાંશુ રાજા તથા અનરણ્ય રાજા બંને વચ્ચે પ્રગાઢ મિત્રતા હતી. તેથી એક દિવસ બંનેએ અભિગ્રહ લીધો કે બંને સાથે જ સંયમ ગ્રહણ કરીશું. એકવાર રાક્ષસવંશના રાજા રાવણ સાથે સહસ્રાંશુ રાજાનું યુદ્ધ થયું, તેમાં સહસ્રાંશુ રાજાનો પરાભવ થયો. એ સમયે ત્યાં એમના પિતા મુનિરાજશ્રી શતબાહુ પધાર્યા. ત્યારે સહસ્રાંશુ રાજાએ પોતાના પિતામુનિના સાંનિધ્યમાં દીક્ષા અંગીકાર કરી અને પોતાના મિત્રને એક દૂત દ્વારા દીક્ષાના સમાચાર પહોંચાડ્યા. અયોધ્યાના રાજા અનરણ્ય અને માહિષ્મતીના રાજા સહસ્રાંશુ સુમિત્ર હતા. સુમિત્રના યોગથી જીવન સમૃદ્ધ બને છે. સુભાષિતકારોનું કહેવું છે PB.501 અનરણ્ય રાજા પાસે સહસ્રાંશુ રાજાના દૂતનું આગમન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142