Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 125
________________ પરિશિષ્ટ - ૧ રાક્ષસવંશની સ્થાપના ‘આપપ્રભુ શરણે આવ્યા છો, તે ઘણું સરસ કર્યું. હવે વૈતાદ્યપર્વત | ઉપર ન જતાં સમુદ્રની વચ્ચે આવેલા રાક્ષસદ્વીપમાં જજો. ત્યાં કોઈ પણ પ્રકારની ચિંતા રહેશે નહિ. માટે ખુશીથી રાજ્ય કરો.’’ આ પ્રમાણે કહીને તેણે ભાવોલ્લાસ સાથે રાક્ષસી વગેરે અનેક વિદ્યાઓ તથા દેવરક્ષિત હાર સાધર્મિક ભક્તિના રૂપમાં અર્પણ કર્યો. ધનવાહન રાક્ષસદ્વીપની લંકામાં રાજ્ય કરવા લાગ્યો. તેની પત્ની સુપ્રભાએ એક પુત્રને જન્મ આપ્યો, તેનું મહારાક્ષસ એવું નામ પાડ્યું. અસંખ્યવર્ષો પહેલાં ઈક્વાકુ વંશમાં શ્રી ઋષભદેવ ભગવાન થયા. ત્યારે ચારે બાજુ નિષ્કપટી અને નિર્લોભી લોકો જોવા મળતા હતા. તેમના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર આદિત્યયશથી સૂર્યવંશ શરૂ થયો. તે વંશમાં દશરથ, રામ, લક્ષ્મણ વગેરે થયા. ભગવાન ઋષભદેવે દીક્ષા પહેલાં જ્યારે રાજ્ય વહેંચણી કરી, ત્યારે તેમના પૌત્રો નમિ-વિનમિ ગેરહાજર હતા. દીક્ષા થઈ ગયા પછી ભગવાન પાસે આવીને તેઓ રાજ્ય માંગતા હતા. એક દિવસ ધરણેન્દ્ર તે બન્નેને વૈતાદ્ય પર્વતની બન્ને શ્રેણિનું રાજ્ય તથા અનેક વિદ્યાઓ અર્પણ કરી. ભરતક્ષેત્રનું ઉત્તર તથા દક્ષિણમાં વિભાજન કરનાર વૈતાદ્યપર્વતની ઉત્તર શ્રેણિમાં વિનમિ અને દક્ષિણશ્રેણીમાં નમિ રાજ્ય કરવા લાગ્યા. તેમનાથી વિદ્યાધરવંશશરૂ થયો. તેમાં અસંખ્ય રાજાઓ થયા. કોઈ રાજા મોક્ષે, તો કોઈ સ્વર્ગમાં ગયા. તેમના પછી શ્રી અજિતનાથ ભગવાન થયા. તે વખતે દક્ષિણ વૈતાઢ્યના રથનુપુર નગરમાં પૂર્ણધન રાજા હતો. તેને ધનવાહન નામે પુત્ર હતો. ઉત્તર વૈતાદ્યના ગગનવલ્લભ નામના નગરમાં સુલોચન રાજા હતો. તેને સહસ્રનયન નામનો પુત્ર તથા સૌંદર્યવાળી રૂપવતી નામે પુત્રી હતી. પૂર્ણધન રાજાએ પોતાના પુત્ર ધનવાહન માટે તેની માંગણી કરવા છતાં, જ્યોતિષીની સલાહના અનુસારે સુલોચન રાજાએ પોતાની પુત્રીના લગ્ન, શ્રી અજીતનાથ ભગવાનના કાકાના ભાઈ સગરચક્રવર્તીની સાથે કરવાનું વિચાર્યું. એક દિવસ ધનવાહન શ્રી અજિતનાથ ભગવાનને વંદન કરવા ગયો. તે વખતે તેણે ભગવાનની દેશના સાંભળી. તેની વૈરાગ્યભાવના જાગૃત થઈ. “અહો ! હું પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં કેટલો મગ્ન બની ગયો છે. સ્ત્રી પ્રત્યેના રાગથી દબાઈ ગયો છું. તથા રાજસત્તાના લોભામણા કીચડમાં ફસાઈ ગયો છું. મારું શું થશે ? મેં ખરેખર મારા આત્મા સાથે છેતરપીંડી કરી છે. કારણ કે મારા યોગ્ય કાર્યોન કરીને બીજી બધી જંજાળોમાં આજ સુધી પડ્યો રહ્યો છું. સ્વપ્ન સમાન ક્ષણિક તથા વિજળી સમાન અનિત્ય જીવનનો શો ભરોસો? અર્થાત તેના પર વિશ્વાસ કેવી રીતે મૂકાય? શું ભવિષ્યમાં ઉત્પન્ન થનારી વ્યથાઓને આ પરિવાર તથા રાજસત્તા રોકી શકશે ખરી ? નહિ, તો પછી તેને છોડીને સંયમસાધનામાં શા માટે ન જોડાઈ જાઉં ?'' આ પ્રમાણે વૈરાગ્યવાસિત બનીને તેણે મહારાક્ષસનો રાજ્યાભિષેક કર્યો. રાજા ધનવાહને શ્રી અજિતનાથભગવાન પાસે આવીને દીક્ષાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કર્મોને ખપાવી મોક્ષ પ્રાપ્ત કર્યો. આથી સુલોચન અને પૂર્ણધન વચ્ચે ધમસાણ યુદ્ધ થયું. ભૌતિક આનન્દના કારણે યુદ્ધની ભયંકર હિંસા શરૂ થઈ ગઈ. અંતે પૂર્ણધને સુલોચનનો વધ કર્યો. તે વખતે તેનો પુત્ર સહસ્ત્રનયન પોતાની બહેનને લઈ જંગલમાં ભાગી ગયો. એક દિવસ જંગલમાં તેને સગર ચક્રવર્તી મળ્યા. સહસ્ત્રનયને પોતાની બહેનનું લગ્ન તેની સાથે કર્યું. સગર ચક્રવર્તીએ તેને એક રાજ્ય આપ્યું. થોડા સમય પછી સહસ્ત્રનયન શક્તિશાળી બન્યો. પોતાના પિતાના મોતનો બદલો લેવા તેણે પૂર્ણધન રાજા તથા તેના પુત્ર ધનવાહન સામે ભયંકર યુદ્ધ શરૂ કર્યું. ક્રોધ વગેરે કષાયો કેવા વિચિત્ર છે? આ ભયંકર યુદ્ધમાં પૂર્ણધન રાજા માર્યો ગયો. જ્યારે તેનો પુત્ર ધનવાહન શ્રી અજિતનાથ ભગવાનના શરણમાં જઈ નિર્ભય બન્યો. સહસ્રનયન પણ અભિમાનનો ત્યાગ કરીને ત્યાં આવ્યો. બન્નેએ દેશનામાં પોતાના પૂર્વભવ સાંભળ્યા. અંતે ધનવાહને પ્રભુની સ્તુતિ કરી. તે વખતે રાક્ષસનામના વ્યંતર દેવોના ઇન્દ્ર ધનવાહનને કહ્યું જેવી રીતે જર્મની, એશિયા વગેરે દેશોમાં રહેતા લોકો જર્મન, એશિયન વગેરે કહેવાય છે. તેવી રીતે આ બન્ને રાજાઓ રાક્ષસદ્વીપ ઉપર રાજ્ય કરતા હોવાથી રાક્ષસ કહેવાયા. વાસ્તવમાં તેઓ રાક્ષસ નહોતા, પરંતુ વિદ્યાધર મનુષ્યો હતા. તેઓનો વંશ રાક્ષસવંશ કહેવાયો. આવી રીતે આ વંશમાં પ્રથમ રાજા ધનવાહન થયા. ત્યાર બાદ તે વંશમાં અસંખ્યાત રાજાઓ થયા. પછી ભગવાન મુનિસુવ્રતસ્વામિના શાસન દરમ્યાન રાક્ષસવંશના રાજા રત્નશ્રવસ અને રાણી કેકસીના પુત્ર રાવણ, કુંભકર્ણ અને બિભીષણ થયા. આ બધા રાક્ષસવંશના કહેવાયા. Ja Education International For personal & Private Use Only www.jaina .org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142