Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 132
________________ ઉત્કૃષ્ટતપ કર્યો. પછી મૃત્યુ પામીને તે બ્રહ્મદેવલોકમાં દેવ બન્યો. ધનશ્રેષ્ઠીનો જીવ સંસારમાં પરિભ્રમણ કરીને પોતનપુરમાં અગ્નિમુખ બ્રાહ્મણની પત્ની શકુનાથી મૃદુમતિ નામે પુત્ર થયો. અવિનીત હોવાથી પિતાએ તેને ઘર બહાર કાઢી મૂક્યો. તે સ્વચ્છંદી થઈને ભટકવા લાગ્યો. જુગાર આદિ દરેક કળામાં ચતુર તથા ઠગારો બની ગયો. જુગાર રમવામાં ચતુર હોવાથી તે કોઈનાથી પરાજિત થતો નહિ. એટલે તે ઘણો ધનાઢય થયો. વસંતસેના નામની વેશ્યાની સાથે કામવાસનામાં ધનનો ખર્ચ કરતાં-કરતાં તે જુગારી વેશ્યાગામી પણ બની ગયો. જીવનની અંતિમ અવસ્થામાં ખરાબ વ્યસનો છોડીને તેણે દીક્ષા લીધી. મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ બન્યો. ત્યાંથી ચ્યવીને પૂર્વભવના કપટના કારણે વૈતાઢયગિરિ પર ભુવનાલંકાર નામનો હાથી થયો. પ્રિયદર્શનનો જીવ બ્રહ્મદેવલોકથી ચ્યવીને ભરત બન્યો. ભરતને જોઈને હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી વિવેક પ્રાપ્ત થવાના કારણે રૌદ્રધ્યાનને છોડીને તે મદરહિત બન્યો. તાલિકા ભુવનાલંકાર હાથી ભરત ચન્દ્રોદય રાજા સુરોદય રાજા અનેક ભવ પછી અનેક ભવ પછી કુલંકર રાજા શ્રુતિરતિ બ્રાહ્મણ અનેક ભવ અનેક ભવ વિનોદ (ભાઈ) રમણ (ભાઈ) અનેક ભવ અનેક ભવ શ્રેષ્ઠીપુત્ર ધન (પિતા) ભૂષણ (પુત્ર) ભવ ભ્રમણ ઉચ્ચગતિ ભ્રમણ મૃદુમતિ પ્રિયદર્શન બ્રહ્મ દેવલોક બ્રહ્મ દેવલોક ભુવનાલંકાર હાથી ભરત International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142