Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 133
________________ 20 પરિશિષ્ટ – ૮ રામ-લક્ષ્મણ, વિશલ્યા, બિભીષણ, રાવણ, સુગ્રીવ અને સીતાના પૂર્વભવો દક્ષિણ ભરતમાં ક્ષેમપુર નગરમાં નયદત્ત નામનો વિણક હતો. તેની પત્ની સુનંદાની કુક્ષિથી ધનદત્ત અને વસુદત્તનો જન્મ થયો. તે બંનેનો મિત્ર યાજ્ઞવલ્ક્ય હતો. તે જ નગરમાં સાગરદત્તની પત્ની રત્નપ્રભાની કુક્ષિથી પુત્ર ગુણધર અને પુત્રી ગુણવતીનો જન્મ થયો. યુવાવસ્થા પ્રાપ્ત થવાથી સાગરદત્તે પોતાની પુત્રીની સગાઈ ધનદત્ત સાથે કરી. પરંતુ તેણીની માતા રત્નપ્રભાએ ધનના લોભથી ગુપ્ત રીતે ધનપતિ શ્રીકાન્તની સાથે સગાઈ કરી દીધી. આ વૃતાન્ત યાજ્ઞવલ્ક્ય પોતાના મિત્ર બન્ને ભાઈઓને કહ્યો. આ સાંભળીને નાનાભાઈ વસુદત્તે રાત્રિના સમયે શ્રીકાન્ત શેઠની સાથે લડાઈ કરી. પરસ્પર લડતાં-લડતાં બન્ને મરી ગયા. મરીને બન્ને વિંધ્યાચલ પર્વતના જંગલમાં હરણ બન્યા. ગુણવતી લગ્ન કર્યા વિના મરીને હરણી બની. ત્યાં પણ પૂર્વભવનો વેરાનુબંધ હોવાથી તે બન્ને, હરણી માટે મરીને પરસ્પર વેરભાવથી ઘણા ભવોમાં ભમ્યા. ગુણધરનો જીવ ઘણા ૬ ભવો કરી અંતે ભામંડલ થયો. ધનદત્ત નાનાભાઈની હત્યાથી દુઃખી થઈને ધર્મરહિત બની જંગલમાં ભૂખ્યો-તરસ્યો ભટકવા લાગ્યો. એક રાત્રે તેણે સાધુને જોયા અને ભોજન માંગ્યું. ત્યારે મુનિએ કહ્યું- ‘“મુનિ તો દિવસે પણ ભોજનનો સંગ્રહ કરતા નથી, તો રાત્રિના સમયે ક્યાંથી હોય ? તારે પણ રાત્રિમાં ખાવું-પીવું ઉચિત નથી. રાત્રે તેમાં ઉત્પન્ન થયેલી જીવોત્પત્તિ વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતા નથી. એટલે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. રાત્રિભોજન નરકનું દ્વાર છે.’’ આ સાંભળીને તે રાત્રિભોજન ત્યાગ કરીને શ્રાવક બન્યો. મરીને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મહાપુર નગરમાં ધારિણી અને મેરુનો પુત્ર પદ્મરુચિ નામે શ્રેષ્ઠ શ્રાવક બન્યો. એક વખત તે ઘોડાપર બેસીને ગોકુળમાં જઈ રહ્યો હતો. વચમાં તેણે મરવાની તૈયારીવાળા વૃદ્ધ બળદને જોઈ ઘોડાપરથી ઉતરી તેના કાનમાં નવકારમંત્ર સંભળાવ્યો. નવકારમંત્રના પ્રભાવથી બળદ મરીને છન્નછાય રાજાની પત્ની શ્રીદત્તાની કુક્ષિથી વૃષભધ્વજ નામનો પુત્ર થયો. એક દિવસ ફરતાં-ફરતાં તે પોતાની પૂર્વભવની ભૂમિમાં ગયો. ત્યાં પૂર્વભવનું જન્મસ્થાન જોઈને તેને જાતિસ્મરણજ્ઞાન થયું. ત્યાં રાજપુત્ર વૃષભધ્વજે જિનમંદિર બનાવ્યું. દિવાલ પર ચિત્રમાં મરવાની તૈયારીવાળા બળદને નમસ્કાર મહામંત્ર સંભળાવતો પુરુષ અને તેની પાસે ઘોડો આલેખ્યો. જિનમંદિરની રક્ષા કરવાવાળા ચોકીદારોને આદેશ આપ્યો કે આ ચિત્રનો પરમાર્થ જે કોઈ જાણે તે વ્યક્તિ મને બતાવજો. આ પ્રમાણે કહીને વૃષભધ્વજ પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યાર પછી એક વખત પદ્મરુચિ ફરતો-ફરતો તે જિનમંદિરમાં આવ્યો. ભગવાનને વંદન કરીને દિવાલ પર ચિત્ર જોઈ આશ્ચર્ય ચકિત થઈને બોલ્યો,- “આ બધી મારી ઘટના છે.’’ ચોકીદારોએ તરત જ વૃષભધ્વજને બોલાવ્યો. તેણે આવીને પદ્મરુચિને પૂછ્યું- “તમે ચિત્રનો વૃત્તાન્ત કેવી રીતે જાણ્યો ?’’ ત્યારે તેમણે કહ્યું- ‘‘મરવાની તૈયારીમાં રહેલા બળદને મેં નવકારમંત્ર સંભળાવ્યો હતો. આ કોઈ જાણકાર વ્યક્તિએ ચિત્ર બનાવ્યું છે.’’ આ સાંભળીને વૃષભધ્વજ બોલ્યો‘‘તે વૃદ્ધબળદ હું જ હતો. નમસ્કાર મહામંત્ર સાંભળીને આજે હું રાજપુત્ર વૃષભધ્વજ થયો છું. જો કૃપાકરીને તમે મને નમસ્કાર મહામંત્ર ન સંભળાવ્યો હોત, તો મરીને હું કોઈ જાનવરના ભવમાં ઉત્પન્ન થાત. આપ જ મારા ગુરુ છો, સ્વામી છો, દેવ છો. મારા અધિકારનું રાજ્ય આપ ગ્રહણ કરો.’' ત્યાર પછી પદ્મરુચિની સાથે વૃષભધ્વજ શ્રાવક વ્રતનું પાલન કરવા લાગ્યો. મરીને બન્ને ઈશાન દેવલોકમાં મહાન ઋદ્ધિવાળા દેવ બન્યા. ત્યાંથી ચ્યવીને પદ્મરુચિદેવ વૈતાઢ્ય પર્વતના નંદાવર્ત નગરમાં નંદીશ્વર રાજાની પત્ની કનકાભાની કુક્ષિથી નયનાનંદ થયો. તે મરીને ચોથા માહેન્દ્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને પૂર્વવિદેહમાં ક્ષેમપુરીના રાજા વિપુલવાહનની પત્ની પદ્માવતી રાણીથી શ્રીચંદ્ર નામનો પુત્ર થયો. તેણે સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. આયુષ્ય પૂર્ણ થતાં તે પાંચમા દેવલોકમાં ઇંદ્ર થયો. ત્યાંથી ચ્યવીને મહાબલવાન રામ થયા. વૃષભધ્વજનો જીવ સુગ્રીવ થયો. નામે પુત્ર શ્રીકાન્તનો જીવ ભવભ્રમણ કરીને મૃણાલકંદ નગરમાં પઉમ ગુણધર ના અન્ય ભવો માટે જુઓ પરિશિષ્ટ - ૨. For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142