Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 135
________________ 122 લક્ષ્મણ ઉપર ફેંકેલી અમોઘવિજયાનો પ્રહાર નષ્ટ બિભીષણ રામનો મિત્ર બન્યો. થયો. ઉપસંહાર :- ધનદત્ત, પદ્મચિ, શ્રીચન્દ્ર આદિ ભવ કરીને રામ બન્યા, પદ્મરુચિએ સુગ્રીવના જીવ વૃદ્ધ બળદને નવકાર મહામંત્ર સંભળાવ્યો. તેથી સુગ્રીવરામના પક્ષમાં ગયો. ધનદત્તના ભવમાં યાજ્ઞવક્યતેનો મિત્ર હતો. તેથી યાજ્ઞવક્યનો જીવ વસુદાનો જીવ શ્રીભૂતિ બ્રાહ્મણ બન્યો. ગુણવતીનો જીવ તેની પુત્રી વેગવતી બની. કર્મની કેટલી વિચિત્રતા છે કે શ્રીભૂતિના ભવમાં પિતા-પુત્રીનો સંબંધ લક્ષ્મણના ભવમાં દિયર-ભોજાઈ તરીકે પરિવર્તન પામ્યો. શંભુરાજાએ શ્રીભૂતિને માર્યો હતો. એ વેરાનુબંધથી ભવિષ્યમાં શ્રીભૂતિનો જીવ લક્ષ્મણ શંભુના જીવ રાવણને મારવાવાળો બન્યો. તાલિકા સુગ્રીવ | રામ | લક્ષ્મણ | રાવણ | બિભીષણ | વિશલ્યા ધનદત્ત (ભાઈ) | વસુદત્ત (ભાઈ) ૧ લો દેવલોક હરિણ પદ્મરુચિ અનેક ભવ શ્રીકાન્ત હરિણ | અનેક ભવ યાજ્ઞવક્ય (મિત્ર) અનેક ભવ બળદ વૃષભધ્વજ ઈશાન અનેક ભવ ઈશાન નયનાનન્દ ૪ થો દેવલોક શ્રીચન્દ્ર ૫ મો દેવલોક શ્રીભૂતિ (પુરોહિત)| શંભુ (રાજા) દેવલોક અનેક ભવ પુનર્વસુ પ્રભાસ દેવલોક ૩ જો દેવલોક લક્ષ્મણ | રાવણ અનંગસુંદરી ઈશાન દેવી વિશલ્યા સુગ્રીવ | રામ રામ | બિભીષણ પરિશિષ્ટ - ૯ લવ કુશનો પૂર્વભવ કાકંદી નામની નગરીમાં વામદેવ બ્રાહ્મણની શ્યામલા નામની પત્નીથી વસુનંદ અને સુનંદ એમ બે પુત્ર થયા. એક વખત માસક્ષમણના તપસ્વી મુનિને ભક્તિથી પ્રતિલાવ્યા. દાનધર્મના પ્રભાવથી બન્ને મરીને ઉત્તરકુરમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને પાછા કાકંદીપુરીમાં જ રતિવર્ધન રાજાની સુદર્શના નામની રાણીથી પ્રિયંક્ર અને શુભંકર નામે બે પુત્રો થયા. ચિરકાળ સુધી રાજ્ય પાળી દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરીને ગ્રેવેયકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને સીતાના પુત્ર લવ અને કુશ તરીકે ઉત્પન્ન થયા. તેઓના પૂર્વભવની માતા સુદર્શનાનો જીવ લાંબો સમય ભવભ્રમણ કરીને સિદ્ધાર્થ થયો. તે સિદ્ધપુત્ર સિદ્ધાર્થ લવ-કુશના અધ્યાપક બન્યા. તાલિકા લવ કુશ સિદ્ધપુત્ર વસુનંદ (ભાઈ) સુનંદ (ભાઈ) યુગલિક યુગલિક પ્રથમ દેવલોક પ્રથમ દેવલોક પ્રિયંકર (ભાઈ) શુભંકર (ભાઈ) | માતા સુદર્શના રૈવેયક રૈવેયક અનેક ભવ લવ સિદ્ધાર્થ અધ્યાપક કુશ lain Education intamational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142