Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 134
________________ ચરિયં ના મતે * શંભુ નામનો રાજા થયો. વસુદત્ત પણ અનેક ભવોમાં ફરીને શંભુ રાજાના પુરોહિત વિજય અને તેની પત્ની રત્નચૂડાનો શ્રીભૂતિ નામે પુત્ર થયો. ગુણવતી પણ હરણી, સરસા આદિ અનેક ભવભ્રમણ કરીને શ્રીભૂતિની પુત્રી વેગવતી બની. આ વેગવતી અહીંથી ત્રીજા ભવમાં સીતા બની. સીતા ઉપર આરોપ શા માટે ? એક વખત ત્યાં સુદર્શન મુનિ કાઉસ્સગ્ગમાં ઉભા હતા. ઘણા લોકો તેમને વંદના કરવા આવેલ. તે જોઈ વેગવતીએ હાસ્યથી કહ્યું‘હે લોકો ! આ સાધુને મેં પૂર્વે સ્ત્રીની સાથે ક્રીડા કરતા જોયા છે. તે સ્ત્રીને તેઓએ હમણાં બીજે ઠેકાણે મોકલી દીધી છે. તમે એમને વંદન શા માટે કરો છો ? આ તો ફક્ત વેશધારી સાધુ છે.’’ તે સાંભળીને તરત જ સર્વ લોકો કલંકની ઉદ્ઘોષણા કરવાપૂર્વક મુનિની નિંદા કરવા લાગ્યા. મુનિએ ન તો વેગવતી ઉપર કે ન લોકો ઉપર ક્રોધ કર્યો. તેમણે સમતાભાવમાં આવીને અભિગ્રહ કર્યો, કે જ્યાં સુધી મારા પરથી કલંક ઉતરે નહિ, ત્યાં સુધી કાઉસ્સગ્ગ પારીશ નહિ. મહાન આરાધક સુદર્શન મુનિના ભક્તદેવે વેગવતીનું મોઢું શ્યામ બનાવી દીધું. સાધુ ઉપર મૂકેલા કલંકનો વૃત્તાન્ત સાંભળી તેના પિતા શ્રીભૂતિએ વેગવતીનો ઘણો તિરસ્કાર કર્યો. પિતાના રોષથી ભયભીત બનેલી વેગવતીએ સર્વ લોકોને એકઠા કરીને કહ્યું- ‘મુનિ બિલકુલ નિર્દોષ છે. મેં મજાકથી ખોટું દોષારોપણ કર્યું છે. હે મુનિ ! મને ક્ષમા આપો, મને માફ કરો.’’ તે વચન સાંભળી લોકો ફરીથી તે મુનિને વંદન કરવા લાગ્યા. ત્યાર પછી તે વેગવતી પરમ શ્રાવિકા થઈ. પરંતુ પ્રાયશ્ચિત ન લેવાથી દેવલોકમાંથી ચ્યવીને જ્યારે સીતા બની, ત્યારે તેના ઉપર આરોપ આવ્યો. કારણ કે તેણે મુનિ ઉપર દુરાચારનું કલંક ચઢાવ્યું હતું. સીતા રાવણના મૃત્યુમાં નિમિત્ત શા માટે બની ? અત્યંત રૂપવતી કન્યા વેગવતીને જોઈને શ્રીભૂતિ પાસે શંભુરાજાએ તેની માંગણી કરી. ત્યારે શ્રીભૂતિએ કહ્યું કે મારી કન્યા હું કોઈ મિથ્યાદષ્ટિને આપીશ નહિ. તે સાંભળી શંભુરાજાએ શ્રીભૂતિને મારીને વેગવતીની સાથે બળાત્કાર કર્યો. તે સમયે વેગવતીએ શાપ આપ્યો કે ભવિષ્યમાં હું તારા વધનું કારણ થઈશ. શંભુરાજાનો જીવ રાવણ બન્યો. વેગવતીનો જીવ સીતા તરીકે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં આપેલ શાપના કારણથી સીતા રાવણના મૃત્યુનું કારણ બની. વેગવતીએ શંભુના બલાત્કારનું પ્રાયશ્ચિત લઈને હરિકાંતા * ફક્ત ત્યાં નામાંતર સ્વયંભૂ લખેલ છે. મતાન્તરે ત્રિશષિશલાકા પુરુષ ચરિત્રના અનુસારે શ્રીકાન્તનો જીવ શંભુનો પુત્ર વજ્રકંઠ થયો. ગુણવતી ના અન્ય ભવો માટે જુઓ પરિશિષ્ટ – ૨. આર્યાની પાસે દીક્ષા લીધી. ઉત્તમ કન્યાઓ એકવાર પણ બળાત્કારથી શિકાર બની જાય, તો તે પછી બીજાની સાથે લગ્ન કરતી નથી, પરંતુ સંયમનો માર્ગ સ્વીકારી લે છે. આયુષ્ય પૂર્ણ કરીને તે પાંચમા બ્રહ્મદેવલોકમાં ગઈ. શંભુરાજાનો જીવ ભવભ્રમણ કરીને કુશધ્વજ નામના બ્રાહ્મણની સાવિત્રી નામની પત્નીથી પ્રભાસ નામે પુત્રપણે ઉત્પન્ન થયો.તે વિજયસેન મુનિની પાસે દીક્ષા લઈ કઠોર તપ કરવા લાગ્યો. એક વખત વિદ્યાધર રાજા કનકપ્રભ ઇંદ્ર જેવી શ્રેષ્ઠ ઋદ્ધિ સહિત સમેતશિખરજી તીર્થની યાત્રા કરવા જતા હતા. તપસ્વી પ્રભાસ મુનિએ તે જોઈને નિયાણું કર્યું ‘“મારા તપના પ્રભાવથી હું આ વિદ્યાધર રાજા જેવી સમૃદ્ધિવાળો થાઉં.'' ત્યાંથી મૃત્યુ પામીને તે ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને ત્રણખંડનો રાજા પ્રતિવાસુદેવ રાવણ તરીકે થયો. પાપાનુબંધી પુણ્યથી તે મરીને ચોથી નરકમાં ગયો. ધનદત્ત અને વસુદત્તનો મિત્ર યાજ્ઞવલ્ક્ય બ્રાહ્મણ હતો. તે કેટલાય ભવોમાં ભમીને બિભીષણ થયો. લક્ષ્મણ કેવી રીતે બન્યો ? શંભુરાજા દ્વારા મરાયેલો શ્રીભૂતિ દેવલોકમાં ગયો. ત્યાંથી મૃત્યુ પામીને તે સુપ્રતિપુરમાં પુનર્વસુ નામે વિદ્યાધર થયો. એક વખત કામાતુર થયેલા તેણે પુંડરીક વિજયમાંથી ત્રિભુવનાનંદ નામના ચક્રવર્તીની અનંગસુંદરી નામની કન્યાનું અપહરણ કર્યું. ચક્રવર્તીએ તેની પાછળ વિદ્યાધરો મોકલ્યા. તેમની સાથે યુદ્ધ કરવામાં તે આકુળવ્યાકુળ હતો. તેટલામાં અનંગસુંદરી પુનર્વસુના વિમાનમાંથી એક લતાગૃહ ઉપર પડી. પુનર્વસુની ઇચ્છા, તે સુંદરીને પ્રાપ્ત કરવાની હતી. પરંતુ તે નિષ્ફળ ગઈ. તેને મેળવવા માટે નિયાણું કરી પુનર્વસુએ દીક્ષા લીધી. આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને લક્ષ્મણ તરીકે ઉત્પન્ન થયો. પેલી અનંગસુંદરી વનમાં રહીને ઉગ્ર તપ કરવા લાગી. અંતમાં તેણે અણસણ કર્યું. તે સ્થિતિમાં અજગર તેને ગળી ગયો. તે મરીને ઈશાન દેવલોકમાં દેવી બની. ત્યાંથી ચ્યવીને લક્ષ્મણની વિશલ્યા નામની પત્ની થઈ. પૂર્વભવના તપના કારણે વિશલ્યાના સ્પર્શથી રાવણે

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142