Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 131
________________ 118 પરિશિષ્ટ – ૭ – ભરત અને ભુવનાલંકાર હાથીનો પૂર્વભવ ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી, ત્યારે તેમની સાથે ૪૦૦૦ રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. ભગવાન મૌન અને ઉપવાસ કરીને વિહાર કરી રહ્યા હતા. કચ્છ-મહાકચ્છે અગ્રણી મુનિઓને આહાર ગ્રહણની વિધિ પૂછી. પરંતુ તેઓએ કહ્યું- “અમે જાણતા નથી. દીક્ષા પહેલાં અમે ભગવાનને પૂછ્યું નહી, અને હમણાં ભગવાન મૌન છે. હવે શું કરવું ? ઘરે જવું પણ ઉચિત નથી. આહાર વિના અહીં રહી શકાય તેમ નથી.’’ આવું વિચારીને બધા તાપસ બની ગયા. એમાંથી બેતાપસ પ્રહ્લાદ રાજાના પુત્ર ચન્દ્રોદય અને સુપ્રભરાજાના પુત્ર સુરોદય હતા. ભવભ્રમણ કરતાં ગજપુર નગરમાં ચંદ્રોદયનો જીવ હરિમતિ રાજાની ચંદ્રલેખા રાણીની કુક્ષિથી કુલંકર નામે પુત્ર થયો. અને સુરોદય તે જ નગરમાં વિશ્વભૂતિ બ્રાહ્મણની અગ્નિકુંડા પત્નીથી શ્રુતિરતિ નામે પુત્ર થયો. અનુક્રમે કુલંકર રાજા થયો. એક દિવસ તે તાપસના આશ્રમમાં જતો હતો. વચમાં અવધિજ્ઞાની મુનિ મળ્યા. તેમણે આ પ્રમાણે કહ્યું કે,- “હે રાજન્ ! તું જેની પાસે જાય છે. તે તાપસ પંચાગ્નિ તપ કરે છે. ત્યાં દહન માટે લાવેલા લાકડામાં એક સર્પ રહેલો છે. તે સર્પ પૂર્વભવે ક્ષેમકંર નામે તારા દાદાજીનો જીવ હતો, માટે તે લાકડાને ચીરાવીને તેને બહાર કઢાવી તેની રક્ષા કર.’’ આ સાંભળીને તે આકુળવ્યાકુળ થયો. લાકડુ ચીરાવી તેમાંથી નીકળેલા સર્પને જોઈ તે આશ્ચર્ય ચકિત થઈ ગયો. મારા દાદાજીની આ હાલત થઈ. જો હું સાવધાન નહિ બનું, તો મારી હાલત કેવી થશે ? વગેરે વિચાર કરીને વૈરાગ્યભાવમાં આવ્યા પછી તેને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. એટલીવારમાં તો પુરોહિત શ્રુતિરતિ ત્યાં આવીને આ પ્રમાણે કહેવા લાગ્યો‘‘જૈનધર્મ તમારા કુળની પરંપરામાં આવેલો ધર્મ નથી, છતાં પણ દીક્ષા લેવાની ઇચ્છા હોય, તો છેલ્લી ઉંમરમાં લેજો. અત્યારે રાજ્ય-વ્યવસ્થામાં શા માટે ઉદ્વિગ્ન બની ગયા છો.’’ બ્રાહ્મણની વાણી સાંભળીને રાજાને દીક્ષા લેવાનો ઉત્સાહ ભાંગી ગયો. હવે મારે શું કરવું જોઇએ, એમ તે વિચારવા લાગ્યો. એટલામાં તો તેની શ્રીદામા નામની પત્ની કે જે શ્રુતિરતિ પુરોહિતની સાથે દુરાચાર કરતી હતી, તે શંકિત બની કે જરૂર રાજાએ અમારો Jain Education International સંબંધ જાણ્યો લાગે છે. તેથી તે કદાચ દીક્ષા લેવા તૈયાર થયો હશે. આ ભયથી તે અમને મારે તેની પહેલાં હું તેને મારી નાંખું.’’ એમ વિચારી પુરોહિતની સંમતિથી શ્રીદામાએ વિષ આપીને પોતાના પતિ કુલંકર રાજાને મારી નાંખ્યો. ધિક્કાર છે કામવાસનાને....! કે જેનાથી એક સુસંપન્ન શ્રીદામા નારીએ પોતાના પતિની હત્યા કરી. ત્યાર પછી અનેક ભવભ્રમણ કરીને કુલંકર રાજા અને શ્રુતિરતિ રાજગૃહીમાં કપિલ બ્રાહ્મણની પત્ની સાવિત્રીની કુક્ષિથી વિનોદ અને રમણ નામના બે ભાઈ યુગલ તરીકે ઉત્પન્ન થયા. રમણ વેદ ભણવા માટે દેશાંતર ગયો. વિનોદના લગ્ન શાખા નામની કન્યા સાથે થયા. કાળ પસાર થતાં રમણ ભણીને રાત્રિના સમયમાં રાજગૃહીમાં આવ્યો. આ અકાળે આવ્યો છે, એવું જાણી દરવાને તેમને નગરમાં પ્રવેશ કરવા દીધો નહિ. તે ગામની બહાર સર્વ સાધારણ યક્ષના મંદિરમાં સૂઈ ગયો. તે સમયે વિનોદની શાખા નામની સ્ત્રી દત્ત નામના એક બ્રાહ્મણને સંકેત કરીને ત્યાં આવી. તેની પાછળ વિનોદ પણ ત્યાં આવ્યો. તેણીએ . સૂતેલો દત્ત છે – એમ જાણીને રમણને ઉઠાડી તેની સાથે રતિક્રીડા કરી. આ જોઈને વિનોદે રમણ ઉપર તલવારથી આક્રમણ કર્યું. રમણે પણ છરીથી તેનો સામનો કર્યો. તેમાં રમણ મરી ગયો. શાખાએ રમણની છરીથી વિનોદને મારી નાંખ્યો. કેટલો વિચિત્ર સંસાર છે કે વ્યભિચારિણી શાખાએ પોતાના પતિની હત્યા કરી. વિનોદ મરીને અનેક ભવભ્રમણ કરીને ધન નામનો એક શ્રેષ્ઠીપુત્ર થયો. રમણ પણ અનેક ભવોમાં ફરીને ધનની પત્ની લક્ષ્મીની કુક્ષિથી ભૂષણ નામનો પુત્ર થયો. પિતાના કહેવાથી ભૂષણ ૩૨ કન્યાની સાથે પરણ્યો. એક રાત્રિમાં પોતાના ઘરની અગાશીમાં પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતો હતો. તે રાત્રિના ચોથા પ્રહરમાં શ્રીધરમુનિને કેવલજ્ઞાન થવાથી દેવતા દ્વારા આરંભેલો ઉત્સવ તેણે જોયો. સારા પરિણામ થવાથી તે અગાશીમાંથી ઉતરીને વંદન કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં સર્પે ડંખ દીધો. શુભધ્યાનમાં મરીને અનેક સારી ગતિમાં ભ્રમણ કરીને જંબૂદ્વીપના મહાવિદેહમાં અચલ ચક્રવર્તીની હરિણી નામની પત્નીથી પ્રિયદર્શન નામે પુત્ર થયો. તે ઘણો ધર્માત્મા હતો. અને બાલ્યવયથી જ દીક્ષા ગ્રહણ કરવાનો વિચાર કરી રહ્યો હતો. પરંતુ યૌવનાવસ્થા પ્રાપ્ત થતાં પિતાના આગ્રહથી ત્રણ હજાર કન્યાઓની સાથે તેણે લગ્ન કર્યા. પ્રિયદર્શનને ગૃહસ્થવાસમાં પણ ચોસઠ હજાર વર્ષ સુધી For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142