Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 129
________________ 116 પરિશિષ્ટ- ૫ વાનરવંશની સ્થાપના વાલી, સુગ્રીવ વગેરે વાનર કહેવાતા હતા. તેઓ કાળા મોઢા કે લાંબી પૂંછડીવાળા વાંદરા નહોતા. પરંતુ વિદ્યાધર મનુષ્યો હતા. છતાં પણ વાનરવંશના હોવાથી વાનર કહેવાયા. વાનરવંશની સ્થાપના આ પ્રમાણે થઈ. આ ભરતક્ષેત્રમાં જ્યારે શ્રેયાંસનાથ ભગવાનનું શાસન ચાલતું હતું. ત્યારે રાક્ષસદ્વીપમાં કીર્તિધવલ રાજા રાજ્ય કરતો હતો. તે સમયે વૈતાદ્યપર્વતના દક્ષિણ ભાગમાં મેઘપુર નામના નગરમાં અતીન્દ્રનામે રાજા હતો. તેની પત્ની શ્રીમતીએ એક પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. પુત્રનું નામ શ્રીકંઠ અને પુત્રીનું નામ દેવી રાખ્યું. દેવીકુમારી ખરેખર સ્વર્ગની દેવી સમાન રૂપવતી હતી. યૌવન અવસ્થા પ્રાપ્ત થયે છતે રત્નપુર નગરના રાજા પુષ્પોત્તરે પોતાના પુત્ર પૌોત્તર રાજકુમાર માટે રાજકુમારી દેવીની માંગણી કરી. પુષ્પોત્તર રાજાને પદ્મા નામે એક પુત્રી હતી. અતીન્દ્રરાજાએ પુષ્પોત્તર રાજાની માંગણીને ઠુકરાવી દીધી અને ભાગ્યયોગે દેવીની વિવાહવિધિ લંકાધિપતિ કીર્તિધવલની સાથે કરી દીધી. આથી અતીન્દ્રરાજા અને પુષ્પોત્તરરાજા વચ્ચે વેરભાવ શરૂ થયો. દુનિયામાં આ ચાલ્યા જ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિકોઈની વાત માનતો નથી, ત્યારે ભૌતિક વસ્તુનો વિવેકહીન પ્રેમી તેને પોતાનો શત્રુ માની બેસે છે. વિવેકી માણસ તો આમ વિચારે છે કે, મારી દૃષ્ટિએ મને એ યોગ્ય લાગતું હતું. તેની દૃષ્ટિએ તેને બીજું યોગ્ય લાગ્યું. તેથી તેણે તે કર્યું હશે. તેની ઉપર પોતાની દૃષ્ટિ ઠોકી બેસાડવાનો મારો કોઈ અધિકાર નથી. આ પ્રમાણે વિવેકદ્વારા મનનું સમાધાન ન કરવાથી મેઘપુર અને રત્નપુરના રાજાઓ વચ્ચે વૈરની ગાંઠ બંધાઈ ગઈ. એકવાર શ્રીકંઠ રાજકુમાર યાત્રા માટે ગયો હતો. ત્યાંથી પાછા ફરતાં તેણે રત્નપુરમાં પદ્મા નામની રાજકુમારીને જોઈ. જોતાં જ તેની ઉપર પ્રેમ ઉભરાયો. પહ્માની પણ દૃષ્ટિ રાજકુમાર શ્રીકંઠ પર પડી. આંખોથી આંખો મળી ગઈ. હૃદયથી હૃદયનું મિલન થયું. પ્રેમથી પ્રેમ જોડાયો. પદ્મા વિચારવા લાગી કે આ રાજકુમાર મને અહીંથી અપહરણ કરીને લઈ જાય, તો કેટલું સારૂં... વિચક્ષણ રાજકુમાર શ્રીકંઠ, પદ્માના મનની પરિસ્થિતિને તુરંત સમજી ગયો અને સાહસ કરીને પદ્માને પોતાના વિમાનમાં બેસાડી આકાશમાર્ગે રવાના થયો. પદ્માની દાસીઓએ હાહાકાર મચાવ્યો. તેઓ જોરથી રાડો પાડવા લાગી ‘અપહરણ.... પહ્માનું અપહરણ....' આ હૃદયદ્રાવક સમાચાર સાંભળતાં જ પુષ્પોત્તરરાજા ક્રોધથી લાલચોળ થઈ ગયો. પોતાના શત્રુનો પુત્ર પોતાની પુત્રીનું અપહરણ કરીને ભાગી ગયો. આ જાણી તેનો ક્રોધાગ્નિ ભડકી ઉઠ્યો. જાણે બળતી આગમાં ઘી નંખાયું. તેણે સેના સજ્જ કરીને સેનાસહિત શ્રીકંઠનો પીછો કરવા ગગનમાર્ગે વિમાન દ્વારા પ્રયાણ કર્યું. ભાગતો ભાગતો શ્રીકંઠ રાજકુમાર લંકા નગરીમાં પહોંચી પોતાના બનેવી રાક્ષસવંશના રાજા કીર્તિધવલના શરણે ગયો. તેણે રાજકુમારી પદ્માની પ્રેમકથા સંભળાવી. એટલામાં પુષ્પોત્તર રાજા આવી પહોંચ્યો. તેણે લંકાનગરીને ઘેરી લીધી. કીર્તિધવલ રાજાએ પુષ્પોત્તર રાજાની પાસે સંદેશવાહક દૂત મોકલ્યો. દૂતે પુષ્પોત્તર રાજાની પાસે આવીને કહ્યું- “આપનો પ્રયત્ન નિષ્ફળ છે. આપની કન્યાના વિવાહ બીજાની સાથે કરવાના જ હતા. તેણે પોતાની મેળે જ પોતાનો જીવન-સાથી શોધી લીધો છે. એમાં શ્રીકંઠને દોષી શી રીતે મનાય ? આપે યુદ્ધ ન કરવું જોઈએ. યુદ્ધથી આપની પુત્રીને પણ દુઃખ થશે. હવે તો સુઅવસર એ આવ્યો છે કે આપ આ બન્નેની વિવાહવિધિ સાનંદ કરી યુગલને પોતાના શુભાશીર્વાદ પ્રદાન કરો. મારી દૃષ્ટિએ આ જ સમયોચિત છે.” એટલામાં રાજકુમારી પમાની એક દાસીએ પુષ્પોત્તર રાજાની પાસે આવીને કહ્યું,- “રાજકુમારી પદ્માએ કહેવડાવ્યું છે કે વાસ્તવમાં રાજકુમાર શ્રીકંઠે મારું અપહરણ નથી કર્યું, પરંતુ મેં પોતે જ તેને મારા જીવનસાથી રૂપે પસંદ કર્યો છે.” આ સાંભળી પુષ્પોત્તર રાજાનો ક્રોધ શાંત થઈ ગયો. વિચારશીલ પુરુષોનો ક્રોધ અતિતીવ્ર ન હોવાથી યોગ્ય સમાધાન થતાંજ શાંત થઈ જાય છે. પુષ્પોત્તર રાજાએ શ્રીકંઠ અને પદ્માનો વિવાહ ધામધૂમથી કર્યો અને પોતે રત્નપુર નગર તરફ પ્રયાણ કર્યું. કીર્તિધવલ રાજાએ શ્રીકંઠને કહ્યું, “હવે આપ વૈતાઢ્ય પર્વત પર ન જાઓ, કારણ કે ત્યાં આપના ઘણા શત્રુઓ છે. હું એ કહેવા નથી માંગતો કે આપ ડરપોક છો, પણ જીવનને યુદ્ધના ભયંકર વિચારોમાં જ સમાપ્ત કરવું ઉચિત નથી. હકીકતમાં આપના હૃદયના સ્નેહના તાર અમારા સ્નેહના તાર સાથે જોડાયેલો છે. તે તૂટવાથી ભવિષ્યમાં થવાવાળા વિયોગને હું સહન નહિ કરી શકું. માટે રાક્ષસદ્વીપની પાસે વાનર, સિંહલ, બર્બરકુલ વગેરે અનેક દ્વીપો મારે આધીન છે. તેમાંથી કોઈપણ એક દ્વીપમાં આપ આપની રાજધાની બનાવી નિશ્ચિંત રાજ્ય કરો.” આ સાંભળી શ્રીકંઠ રાજાએ ત્યાં વાનર દ્વીપના કિષ્ક્રિધનગરમાં રાજ્ય કરવાનું શરૂ કર્યું. ત્યાં મનુષ્યો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142