Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
114
પરિશિષ્ટ – ૩ દશરથ, સત્યભૂતિ મુનિ અને જનકરાજાનો પૂર્વભવ
પૂર્વભવ સાંભળીને દશરથને વૈરાગ્ય કેમ થયો ? પૂર્વભવમાં જનકરાજા અને સત્યભૂતિ મુનિની સાથે તેમનો શું સંબંધ હતો ?
સેનાપુર નગરમાં ભાવન નામના વિણની પત્ની દીપિકાથી ઉત્પન્ન થયેલી ઉપાસ્તિ નામની પુત્રી હતી. તે સાધુઓની નિંદા કરતી હતી. આવા ભયંકર અનેક પાપો કરીને તિર્યંચ આદિભવોમાં પરિભ્રમણ કરીને તેનો જીવ ચન્દ્રપુર નગરમાં ધનની પત્ની સુંદરીની કુક્ષિથી વરૂણ નામનો પુત્ર થયો. તે ભવમાં વરૂણે ઉદારવૃત્તિથી ભક્તિભાવપૂર્વક સાધુઓને દાન દીધું. એક દિવસ સાધુનો દ્વેષી જીવ આજે તે સાધુનો જ ભક્ત બની ગયો. દાન દેવાવાળો જીવ મનુષ્ય બને છે. તેથી વરૂણ મરીને ધાતકીખંડના ઉત્તરકુરુક્ષેત્રમાં યુગલિક તરીકે ઉત્પન્ન થયો. યુગલિક અલ્પકષાયવાળા હોવાથી વરૂણનો જીવ ત્યાંથી મરીને દેવ બન્યો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને પુષ્કલાવતી વિજયના પુષ્કલા નગરમાં નંદિઘોષ રાજાની પત્ની પૃથ્વીદેવીની કુક્ષિથી નંદિવર્ધન નામનો પુત્ર થયો. નંદિવર્ધનને રાજ્ય સોંપીને નંદિઘોષ રાજાએ યશોધર મુનિની પાસે દીક્ષા લીધી. તે મરીને ગ્રેવેયક દેવલોકમાં ગયા.
Jain Education International
નંદિવર્ધન શ્રાવકધર્મનું પાલન કરીને પાંચમા દેવલોકમાં દેવ બન્યો. આયુષ્ય પૂર્ણ થવાથી ત્યાંથી પશ્ચિમ મહાવિદેહમાં વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં શશીપુર નગરમાં રત્નમાલી વિદ્યાધર રાજાની પત્ની
વિદ્યુત્ત્તતાની કુક્ષિથી સૂર્યંજય નામે પુત્ર થયો.
એક વખત અહંકારી સિંહપુરના રાજાને જીતવા માટે રત્નમાલી વિદ્યાધરે સિંહપુર તરફ પ્રયાણ કર્યું. ત્યાં સિંહપુરને આગ્નેય
દશરથ
ઉપાસ્તિ
તિર્યંચાદિ ભવ ભ્રમણ
વરુણ યુગલિક
દેવ
સત્યભૂતિ
નંદિવર્ધન (પુત્ર) નંદિઘોષ (પિતા) પાંચમો દેવલોક
ગ્રેવેયક
સૂર્યંજય (પુત્ર)
૭ મો દેવલોક
દશરથ
વિદ્યાથી બાળવા માટે રત્નમાલીએ પ્રારંભ કર્યો. એટલામાં તો આઠમા દેવલોકનો દેવ કે જે પૂર્વભવમાં ઉપમન્યુ નામે તેમનો પુરોહિત હતો. તેણે કહ્યું- “હે રાજન્ ! આવું ભયંકર કૃત્ય નહિ કરો. તમે પૂર્વભવમાં ભૂરિનંદન નામના રાજા હતા. હું આપનો ઉપમન્યુ નામનો પુરોહિત હતો. એક વખત તમે માંસત્યાગનો નિયમ લીધો હતો. પરંતુ મેં તમને પ્રેરણા કરીને તે નિયમ ભંગાવ્યો હતો. તે હું પાપી પુરોહિત સ્કન્દ નામના પુરુષથી મરાયો. મરીને હું હાથી તરીકે ઉત્પન્ન થયો. એક વખત યુદ્ધમાં હાથી મરાયો. તેની પછી હાથીનો જીવ હું ભૂરિનંદનરાજાની પત્ની ગંધારીની કુક્ષિથી અરિસૂદન નામનો પુત્ર થયો. જાતિસ્મરણ થવાથી મેં દીક્ષા લીધી. મરીને આઠમા દેવલોકનો દેવ બન્યો છું. ભૂરિનંદન નામના રાજા તમે મરીને જંગલમાં અજગર બન્યા. ત્યાંથી મરીને બીજી નરકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મરીને તમે રત્નમાલી રાજા બન્યા છો. હું સહસ્ત્રારદેવ પૂર્વભવના સ્નેહથી તમને પ્રતિબોધ કરવા આવ્યો છું. માંસત્યાગ નિયમના ભંગથી ભૂરિનંદન રાજાના ભવમાં ભયંકર પાપના શિકાર બન્યા હતા. હવે નગર બાળીને અનંત ભવોને વધારનાર નવા પાપકર્મ ન બાંધો.’’ દેવ પાસેથી પૂર્વભવ સાંભળીને રત્નમાલી તથા તેમનો પુત્ર સૂર્યંજય વૈરાગી બન્યા. સૂર્યંજયના પુત્ર કુલનંદનને રાજગાદી પર બેસાડીને બંનેએ આચાર્યશ્રી તિલકસુન્દર સૂરીશ્વરજી મહારાજની પાસે દીક્ષા લીધી. બન્ને આયુષ્ય પૂર્ણ કરીને સાતમા દેવલોકના દેવ બન્યા. ત્યાંથી સૂર્યંજયનો જીવ દશરથ બન્યો, અને રત્નમાલી જનકરાજા બન્યા. આઠમા દેવલોકમાંથી ઉપમન્યુદેવ ચ્યવીને જનકરાજાના નાનાભાઈ કનકરાજા બન્યા. પિતા મુનિ નંદિઘોષ ગ્રેવેયકથી ચ્યવીને સત્યભૂતિ મુનિ બન્યા. આ રીતે પોતાનો પૂર્વભવ સાંભળીને દશરથને વૈરાગ્ય આવ્યો. સંસારમાં કર્મની કેવી વિચિત્રતા છે કે એક વખત રત્નમાલી પિતા અને સૂર્યંજય પુત્ર હતા અને આ
ભવમાં દશરથ અને જનક વેવાઈ બન્યા.
તાલિકા
જનક રાજા
ભૂરિનંદન (રાજા)
અજગર બીજી નરક રત્નમાલી (પિતા)
૭ મો દેવલોક સત્યભૂતિ મુનિ જનક રાજા (ભાઈ)
For Personal & Private Use Only
કનક રાજા
ઉપમન્યુ (પુરોહિત) હાથી અરિસૂદન (પુત્ર) ૮મો દેવલોક
કનક રાજા (ભાઈ)
www.jainellbrary.org

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142