Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 124
________________ ત્યારે સીતેન્દ્રનો આત્મા બારમા દેવલોકમાંથી ચ્યવીને ભરતક્ષેત્રમાં સર્વરત્નમતિ નામના ચક્રવર્તી બનશે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી રાવણ અને લક્ષ્મણજી ચક્રવર્તી બનેલા સીતાજીના પુત્ર ઇન્દ્રાયુધ તથા મેધરથ થશે. કર્મની ગતિ કેટલી વિચિત્ર છે. સીતાનું અપહરણ કરવાવાળો રાવણ નવમા ભવમાં સીતાનો જ પુત્ર થશે. ચક્રવર્તી સીતાજીનો આત્મા દીક્ષા લઈને અનુત્તર દેવલોકમાં જશે. ત્યાર પછી રાવણનો આત્મા જે ઇન્દ્રાયુધ છે, તે શ્રેષ્ઠતમ ત્રણ ભવ પાર કર્યા પછી તીર્થકર નામકર્મ બાંધી તીર્થકર બનશે. સીતાજીનો આત્મા વૈજયન્તથી ચ્યવીને તીર્થંકર રાવણના ગણધર બનશે અને અંતમાં બંને મોક્ષ પ્રાપ્ત કરશે. લક્ષ્મણજીના શેષ ભવ આ પ્રકારે છે- લક્ષ્મણનો આત્મા મેઘરથ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને અનેક શુભગતિ પ્રાપ્ત કરશે. તત્પશ્ચાત પુષ્કરવર દ્વીપના પૂર્વ મહાવિદેહના આભૂષણ રૂપ રત્નચિત્રા નગરીમાં ચક્રવર્તી બની અનુક્રમે તીર્થકર થઈ મોક્ષે જશે.” રાવણ અને લક્ષ્મણનું ભાવિ વૃત્તાંત સાંભળી સીતેન્દ્ર રામર્ષિને વંદન કરી સ્વસ્થાને ગયા. કેવલજ્ઞાની રામર્ષિ પચ્ચીસ વર્ષ વિચરી ત્રણ કરોડ મુનિઓ સાથે શત્રુંજય મહાતીર્થ ઉપર નિવાર્ણ પામી મોક્ષે ગયા. રામાયણ એક વિશાળ મહાસાગર છે. તેનું મંથન કર્યું અને તેમાંથી થોડાંક રત્નો પ્રાપ્ત કર્યા. તે રત્નો પુસ્તકરૂપે આપની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. રામાયણનું વાંચન આપની આધ્યાત્મિક ઉન્નતિમાં સહાયરૂપ બને. આપના મિત્રો તથા પરિવારજન પણ મધુવૃત્તિથી રામાયણનો રસાસ્વાદ માણે. લોકોત્તર રામાયણ તો વૈરાગ્યની ખાણ સમાન છે. સામાન્ય રીતે, લોક નજરે રાવણને અધમતાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ લોકોત્તર રામાયણનો સંદેશ કાંઈ જુદો છે કે અધમમાં અધમ વ્યક્તિ પણ જો ખરા દિલથી પશ્ચાતાપ કરીને કર્મની નિર્જરા કરે,... તો તેને મોક્ષરૂપી શિવરમણી અવશ્ય પોતાના જ પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે. લક્ષ્મણ રાવણ સીતા વૈકિયશરીરી ૪થી નરક | ૧૨મું સ્વર્ગ સુદર્શન જિનદાસ ૧લો દેવલોક ૧લો દેવલોક મનુષ્ય મનુષ્ય યુગલિક યુગલિક દેવલોક દેવલોક જયપ્રભ જયકાંત છઠ્ઠો દેવલોક છઠ્ઠો દેવલોક મેઘરથ ઇન્દ્રયુધિ ચક્રવર્તી ઘણા શુભ ભવો પાંચ શુભ ભવો | અનુત્તર ચક્રવર્તી તીર્થકર ગણધર શુભ ભવો ૧૩| તીર્થકર A S ^ * 2 K 0 0 2 ૧૧ ૧૨. Jaln Ed on Intemational Foron & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142