Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 123
________________ 110 મોહનીય કર્મ કેટલું ભયંકર હોય છે. સીતાજીનો આત્મા જે સીતેન્દ્ર સમ્યગ્દષ્ટિ હતો, છતાં તેમણે રામર્ષિના પતન માટે પ્રયત્ન કર્યો. સીતેન્દ્રના કથન અને કામોત્તેજક સંગીતથી રામ જરા પણ વિચલિત ન થયા. રામર્ષિને કેવળજ્ઞાન રામર્ષિ મુનિએ પોતાના ધ્યાનમાં લીન રહીને મહા મહિનાના શુક્લપક્ષની બારસની રાત્રિના અંતિમ પ્રહરમાં ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સીતેન્દ્ર તથા અન્ય દેવગણોએ કેવળજ્ઞાનનો મહોત્સવ ઉજવ્યો. રામર્ષિને સુવર્ણના સિંહાસન પર બિરાજમાન કરાવીને દેવો બંને બાજુ ચામર વીંઝવા લાગ્યા. મસ્તક ઉપર સુવર્ણના છત્ર બનાવવામાં આવ્યા. કેવળજ્ઞાની રામર્ષિએ ધર્મ-દેશના આપી. દેશનાના અંતમાં સીતેન્દ્ર પૂછેલ પ્રશ્નના જવાબમાં તેમણે લક્ષ્મણ, રાવણ તથા સીતાજીના ભાવિ-ભવોનું સ્પષ્ટ વર્ણન કર્યું. Rા લક્ષ્મણજી સીતાજી અને રાવણના ભાવિ-ભવ રાવણ અહીંથી મરીને ચોથી નરકમાં ગયો છે. અહીંથી મૃત્યુ પામી લક્ષ્મણજીએ વૈક્રિય શરીર ધારણ કર્યું છે. ત્યાં કર્મની નિર્જરા કરતાં કરતાં શુભ કર્મનું ઉપાર્જન કરી રહ્યા છે.. ત્યાર બાદ બીજા ભવમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં વિજયાવતી નગરીમાં સુનંદપિતા અને રોહિણીમાતાની કુક્ષિથી તે બંને જિનદાસ અને સુદર્શન પુત્રરૂપે જન્મશે. તેઓ જૈનધર્મની આરાધના કરશે. કર્મની કેવી વિચિત્રતા છે. એક ભવમાં પરમ શત્રુ બનેલા બીજા ભવમાં સહોદર બનશે. મૃત્યુ પછી ત્રીજા ભવમાં પહેલા દેવલોકમાં દેવો બનશે. ચોથા ભવમાં વિજયાનગરીમાં મનુષ્ય દેહ ધારણ કરીને શ્રાવક ધર્મનું પાલન કરશે. ત્યાંથી તેઓ બંને હરિવર્ષ ક્ષેત્રમાં અલગ-અલગ પુરુષ રૂપે યુગલિક બનશે. છઠ્ઠા ભવમાં ફરી દેવલોકમાં દેવ બનશે. ત્યાંથી વીને પુનઃ વિજયાપુરીમાં કુમારવાર્ત રાજા તથા લક્ષ્મીરાણીના જયકાંત તથા જયપ્રભ નામના રાજકુમાર બનશે. ત્યાં જૈન ધર્મનું પાલન કરી મૃત્યુ પામશે. ત્યાંથી આઠમા ભવમાં છઠ્ઠાદેવલોકમાં દેવતરીકે ઉત્પન્ન થશે. Jain Education International For Personal & Private www. library.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142