Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 121
________________ 08 વિચાર કર્યો કે નગરમાં જવાથી ત્યાં કોલાહલ વધી જાય છે. સંઘટ્ટો પણ થાય છે. તેથી તેઓએ એવો અભિગ્રહ કર્યો કે વનમાં જે ગોચરી મળે તે વહોરી લઈ તેનાથી જ પારણા કરવા. જો ગોચરી ન મળે, તો પારણું ન કરવું. રામર્ષિ શરીર પ્રત્યેની મમતા છોડીને કાયોત્સર્ગમાં લીન રહેવા લાગ્યા. વનમાં રહીને તેઓ માસક્ષમણ, બેમાસ, ત્રણમાસ, ચારમાસના ઉપવાસ આદિ તપશ્ચર્યા કરતા હતા. સાધના સમયે તેઓ ક્યારેક સંસાર રૂપી સમુદ્રપાર કરાવવાવાળા પર્યકાસનમાં બેસતા, ક્યારેક ઉત્કટ આસનમાં બેસતા, ક્યારેક હાથ ઉંચા કરીને, ક્યારેક લાંબા કરીને, તો ક્યારેક પગના અંગુઠાના આધાર પર ઊભા રહીને તપ કરતા હતા. એકવાર તેઓ વિહાર કરતાં કરતાં કોટીશિલા આવ્યા. ત્યાં રામર્ષિએ એક શીલા પર બેસી પ્રતિજ્ઞાબદ્ધ થઈ ક્ષપક શ્રેણિનો આશ્રય લઈને શુક્લધ્યાનનો પ્રારંભ કર્યો. સીતાજીનો આત્મા સીતેન્દ્ર બની ગયો હતો. અવધિજ્ઞાનથી રામચંદ્રજીને ધ્યાનસ્થ મુદ્રામાં જોઈને તેઓ વિચારવા લાગ્યા. “જો તેઓ કેવળજ્ઞાની બનશે, તો અમારું પુનર્મિલન કેવી રીતે થશે?કોઈપણ રીતે તેઓ સંસારી રહે, તો જ પુનર્મિલનની સંભાવના છે. તેથી કાંઈક એવા અનુકુળ ઉપસર્ગ કરું, કે જેથી તેઓ મારા મિત્રદેવ બને. એમ વિચારીને સીતેન્દ્ર પોતાની દૈવી શક્તિથી ત્યાં એક ખૂબ સુંદર ઉપવન બનાવ્યું. તે ઉપવનમાં કામોત્તેજક વસંતઋતુ લાવી. કોયલ ટહુકા કરવા લાગી. ભમરા ગુંજન કરવા લાગ્યા, આંબો, ચંપો, મલ્લિકા આદિ વૃક્ષ પલ્લવિત થઈ ગયાં. પુષ્પોની મનોહર સુગંધે વાતાવરણને વધુ આકર્ષક બનાવ્યું. સીતેન્દ્ર પોતે સીતાજીનું રૂપ ધારણ કર્યું. રામની સામે આવીને કહેવા લાગ્યાં“હે પ્રાણનાથ ! આપના પ્રેમનો ત્યાગ કરીને મેં દીક્ષા લીધી, તેનો મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. આ વિદ્યાધર કન્યાઓ જે મારી સાથે છે, તે સર્વે આપને પ્રેમ કરે છે. તેઓ ઇચ્છે છે કે આપ દીક્ષાનો ત્યાગ કરીને અમારી સાથે લગ્ન કરો. આપની પટરાણી બનવાની મારી ઇચ્છા છે. તેથી આપ આ વિદ્યાધર કન્યાઓ સાથે લગ્ન કરો. હું પણ આપની સાથે રહીને પ્રેમક્રીડા કરીશ. આપનો પ્રેમ ઠુકરાવીને મેં દીક્ષા અંગીકાર કરી, તેથી મને ક્ષમા કરો.” સીતાજીનું કથન પૂર્ણ થતાં જ વિદ્યાધર કન્યાઓ ઉપવનમાં કામુક રાગરાગિણીઓ સાથે નૃત્ય કરવા લાગી. PILIPSON Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142