Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 120
________________ 33 રામચંદ્રજીની દીક્ષા અને મોક્ષ રામચંદ્રજીની દીક્ષા રામચંદ્રજીનું મન હવે સંસારની અસારતા અને અનિત્યતાના કારણે વૈરાગ્ય તરફ વળવા લાગ્યું. તેથી પોતાના લધુ બંધુ શત્રુઘ્નનો રાજ્યાભિષેક કરવાની તથા પોતે દીક્ષા લેવાની ઇચ્છા પ્રગટ કરી, પરંતુ શત્રુઘ્નનું મન પણ હવે સંસારથી વિરક્ત બની ગયું હતું, તેઓ બોલ્યાં- ‘‘ભ્રાતાશ્રી ! મને રાજ્યાભિષેકમાં કોઈ રુચિ નથી. મારી ઇચ્છા છે કે આપની સાથે હું પણ દીક્ષા અંગીકાર કરું.’' લવના પુત્ર અનંગદેવને રાજ્ય સોંપીને મુનિસુવ્રતસ્વામી ભગવાનના વંશજ સુવ્રતમુનિની પાસે શત્રુઘ્ન, સુગ્રીવ, બિભીષણ તથા અન્ય સોળ હજાર રાજાઓની સાથે રામચંદ્રજીએ દીક્ષા અંગીકાર કરી. રામ હવે રામર્ષિ બની ગયા. તેમની સાથે સાડત્રીસ હજાર કુલીન મહિલાઓએ દીક્ષા લઈ શ્રીમતી સાધ્વીજીની નિશ્રામાં આરાધનાનો માર્ગ અપનાવ્યો. એક ભવ્ય આત્મા જ્યારે ચારિત્રના માર્ગ પર ચાલે છે, ત્યારે તેનું અનુસરણ કરવા માટે અનેક જીવાત્માઓ તત્પર બની જાય છે. રામર્ષિ મુનિએ ગુરુ ચરણોમાં રહીને ચૌદપૂર્વ તથા દ્વાદશાંગી વગેરેનો અભ્યાસ કરીને વિવિધ પ્રકારના કઠિન અભિગ્રહ કર્યા. અનેક તપશ્ચર્યા કરી. એક દિવસ ગુરુની આજ્ઞા લઈને તેઓ એકલા નિર્ભય બની વનમાં રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક વખત રામર્ષિ મુનિ છઠ્ઠનું પારણું કરવા નગરમાં પધાર્યા. તેમના આગમનના શુભ સમાચાર સાંભળીને હર્ષિત થયેલા નગરજનો તેમનું સ્વાગત કરવા આવ્યા. નગરની નારીઓ પોતપોતાના ઘરના દ્વાર પર ખાદ્ય સામગ્રીના થાળો હાથમાં લઈને ઉભી હતી. લોકોના કોલાહલથી ભયભીત થયેલા હાથીઓએ પોતાના રહેઠાણના સ્તંભને તોડી નાંખ્યા. નગરમાં ભાગદોડ મચી ગઈ. રામર્ષિએ કોઈની પણ પાસેથી આહાર ગ્રહણ ન કર્યો. જે આહાર ગૃહસ્થ પોતાના ઘરમાં રાખવા ચાહતો ન હોય, ખાવા માંગતો ન હોય, તે ઉજ્જિત ધર્મવાળો આહાર કહેવાય છે. તેઓ પ્રતિનંદી રાજાના મહેલમાં ગયા. રાજાએ ઉજ્જિત ધર્મવાળો આહાર સુપાત્રદાનમાં આપ્યો, દેવોએ તે સ્થાન પર સુગંધિત પુષ્પોની વૃષ્ટિ કરી. રામર્ષિ મુનિએ ફરી વન તરફ પ્રયાણ કર્યું. તેઓએ For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142