Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 73
________________ | રામે કહ્યું- “અરે હનુમાન ! મહાશક્તિશાળી એવા આપના માટે શું શક્ય નથી ? પરંતુ હવે આપ લંકા જઈને ફક્ત સીતાજીની તપાસ કરો. સીતા મળે કે તરત જ મારી આ વીંટી તેમને આપીને કહેજો- “હે ભદ્રે ! આપના વિરહથી હું અતિ દુઃખી થઈ ગયો છું. હે તવંગી ! હું માત્ર તમારું જ ચિંતન કરું છું. શું કોઈનો આત્મા પોતાની કાયાથી જુદો રહી શકે ? તો પછી હું પણ આપના વગર કેવી રીતે જીવતો રહી શકું ? હે ચારૂશીલે ! મારો વિયોગ અસહ્ય થવાથી તું તારા શરીરનો ત્યાગ તો નહિ કરે ને? હવે માત્ર થોડા વખત માટે તું તારા મનમાં ધીરજ રાખજે. લક્ષ્મણ થોડા સમયમાં જ લંકા આવી પહોચશે. રાવણને હણી નાંખી તમને છોડાવશે.’ હે કપિવર ! મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે મારું આ કામ અવશ્ય કરી આપશો. પાછા ફરતાં સીતાજીનો સંદેશો લાવો, ત્યારે જો તેમનો ચૂડામણિ તમારી સાથે લેતા આવશો, તો મારા હૃદયના વિરહનો પરિતાપ કંઈક શાંત પડશે.’ જવાબમાં હનુમાનજીએ કહ્યું- “જ્યાં સુધી હું ફરી પાછો ન આવું, ત્યાં સુધી આપ અહીં જ રોકાજો.” ત્યાર પછી રામને પ્રણામ કરી હનુમાનજીએ લંકાની દિશા તરફ પ્રયાણ કર્યું. રસ્તે જતાં વચ્ચે હનુમાનજીના માતામહ મહેન્દ્રરાજાની મહેન્દ્રનગરી આવી. તે જોતાં હનુમાનજીના મનમાં વિચાર આવ્યો - એમણે મારી નિર્દોષ માતુશ્રીને દેશનિકાલ કરીને મોટો અન્યાય કર્યો હતો. આજે હુંએ અન્યાયનો બદલો લઈશ.” તેથી હનુમાનજીએ પોતાના નાનાજી મહેન્દ્રરાજા તેમજ મામા પ્રસન્નકીર્તિ સાથે ભીષણ યુદ્ધ કરી તેમને હરાવીને રામની પાસે મોકલી દીધા. ત્યાંથી હનુમાનજી દધિમુખ નામના દ્વીપમાં ગયા. ત્યાં બે મુનિઓ કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર થઈને ઉભા હતા. તેમની નજીક જ વિદ્યાસાધના કરવા માટે આતુર એવી ત્રણ સુકોમળ કુમારિકાઓ ધ્યાનમાં લીન ઉભી હતી. તે દ્વીપમાં અકસ્માતથી મોટો દાવાનળ ઉત્પન્ન થયો. પેલા પાંચેય તપસ્વી સાધકો માટે તે દાવાનળ ભયંકર નીવડે, તેવું હતું. હનુમાનજીએ પોતાની વિદ્યાના બળથી સમુદ્રનું પાણી લાવી દાવાનળને શાંત કર્યો. તે જ વખતે પેલી ત્રણ કન્યાઓને તેમની વિદ્યાઓ પ્રાપ્ત થઈ. હનુમાનજીએ ગંધર્વરાજ નામના તે કન્યાઓના પિતાને સૈન્ય સાથે રામચંદ્રજી પાસે મોકલ્યા અને પોતે લંકા તરફ રવાના થયા. દેશનિકાલનું કારણ જાણવા વાંચો ‘એક હતી રાજકુમારી’ પુસ્તક. SIZIP Sg. A// For Personal & Private Us Only brary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142