Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 98
________________ તેઓ અયોધ્યામાં ચાલી રહેલી લોકવાયકા સાંભળીને પાછા આવ્યા. આ વખતે જ્યારે તેઓ બધા રામચંદ્રજી સાથે વાતચીત કરતા હતા, ત્યારે ત્યાં લક્ષ્મણજી પણ હાજર હતા. રાજ્યશક્તિએ લોકોની ઉક્તિનો અનાદર ન કરવો જોઈએ.” આટલું કહીને પછી રામે સેનાપતિ કૃતાન્તવદનને બોલાવી લાવવા કહ્યું. સીતાજીની નિંદા સાંભળી જલ્દી ક્રોધ કરવાવાળા લક્ષ્મણે ગુસ્સાથી કહ્યું કે- “સીતાની નિંદા કરનાર માટે હું જમ જેવો છું. હું સીતાની નિંદા જરા પણ સહન કરી શકતો નથી.” રામચંદ્રજી બોલ્યા“હે અનુજ ! વિજય અને બીજા ગુપ્તચરોએ આ વિવાદની મને પહેલાં પણ જાણકારી આપી હતી. હું પોતે પણ ગુપ્તવેશે નગરમાં ભ્રમણ કરી આવ્યો છું. લોકોની ચર્ચાઓ મેં જાતે સાંભળી છે. હવે તો સીતાનો ત્યાગ કરવાથી જ આ લોકાપવાદ બંધ થશે. રાજપુરુષ માટે પોતાના વંશની કીર્તિથી વધીને બીજી કોઈ સારી વસ્તુ હોતી નથી. માટે છે લક્ષ્મણ ! શરીરના જે ભાગમાં સડો પેઠો હોય, તે સડો વધતો અટકાવવા તે ભાગ કાપીને વૈદ્ય બીમાર માણસને જીવતો રાખે છે. માટે યશનો પૂરેપૂરો નાશ થાય, તે પહેલાં એકની હાનિ થાય, એ શ્રેયસ્કર છે. રામના પગે પડી લક્ષ્મણની વિનંતી सर्वनाशे समुत्पन्ने अर्धं त्यजति पण्डितः । अर्धेन कुरुते कार्य कार्यध्वंसो हि दुःसहः ॥ સૂર્યવંશની કીર્તિ ટકાવવા માટે મારે હવે સીતાનો ત્યાગ કરવો, એ જ એક માર્ગ રહ્યો છે. જો કે સીતા વિનાની જીંદગી મારા માટે • ભયાનક યાતનાઓથી ભરેલી છે. પણ મારા કુળની પ્રતિષ્ઠા-આબરૂ સાચવી રાખવા માટે મારે અંગત પ્રેમની આહુતિ આપવી જ પડશે.” લાગણીવશ થયેલ લક્ષ્મણજી શ્રી રામચંદ્રજીના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને વારંવાર તેમને કહ્યું – ‘આવી રીતે તમે સીતાજીનો ત્યાગ કરો છો, એ તદ્દન ગેરવ્યાજબી અને રાજનીતિથી વિરુદ્ધ કાર્ય છે.” પરંતુ રામચંદ્રજીએ તેમની વાત જરા પણ ન સાંભળી. વારંવાર આવું થવાથી ક્રોધાવેશમાં આવીને શ્રીરામે આદેશ આપ્યો- ‘બસ ! બહુ થયું. હવે તું આ બાબત વિષે કાંઈ પણ કહીશ નહિ. મેં જે નિર્ણય લીધો છે, એ અચલ છે, એમાં કોઈ પણ ફેરફાર નહિ થાય. આટલું સાંભળતાં લક્ષ્મણ પોતાના દુપટ્ટામાં મોઢું ઢાંકીને લથડીયાં ખાતાં ખાતાં ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે ત્યારપછી રામચંદ્રજી સાથે કોઈ પણ જાતનો વાદવિવાદ કે સામનો ન કર્યો. લક્ષ્મણજીએ આજીજીપૂર્વક કહ્યું – “લોકોના બોલવા ઉપરથી આપ સીતાજીનો ત્યાગ કરતા નહિ. લોકો તો ઢોલકી જેવા હોય છે. આજે એક મોઢે સીતાની નિંદા કરે છે અને એ જ લોકો કાલે બે મોઢે તેમના વખાણ કરવા લાગશે. વળી ગામના મોઢે ગરણું બંધાતું નથી. સીતાજી તો મહાપવિત્ર નારી રત્ન સમાન છે. તેમનો આવી રીતે ત્યાગ કરવાથી તેમના ઉપર અન્યાય થયો નહિ ગણાય ? તેથી મારી આપને ફરી ફરી એકજ વિનંતિ છે કે આપ સીતાજીનો ત્યાગ ન કરો. વળી આપ જાણો પણ છો કે સીતાજી હાલ ગર્ભવતી છે. આવી નાજુક હાલતમાં જો આપ તેમને દુઃખી કરશો, તો આપણા રાજકુળના ભાવી વંશજોને ખરાબ ફળ ભોગવવાનો વારો આવશે.” રામચંદ્રજીએ લક્ષ્મણને સમજાવતાં કહ્યું – “દરેક માણસની ભિન્ન-ભિન્ન બુદ્ધિ હોય છે. જેટલા માણસો તેટલી જીભો હોય છે. લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. સમય જતાં બધું જૂનું ભૂલી જતા હોય છે. તે સાંભળ્યું સારથિ કૃતાન્તવદન આવતાં જ રામચંદ્રજીએ તેને આજ્ઞા કરી- ‘તમારે આજે એક એવું કાર્ય કરવાનું છે, જે ઘણું અપ્રિય અને રાજનીતિથી વિરુદ્ધ છે, છતાં કરવું અત્યંત જરૂરી છે. આજકાલ નગરમાં સીતાજીના ચારિત્ર વિષે ઘણી વાતો ચર્ચાય છે. તેથી રાજહિત અને સૂર્યવંશની ઉજ્જવલ કીર્તિ જળવાઈ રહે, તે માટે મેં તેમનો ત્યાગ કરવાનો નિર્ણય કરેલ છે. સીતાજી હોલ ગર્ભવતી છે અને તેમના મનમાં સમેતશિખરજીની યાત્રા કરવાનો દોહલો ઉત્પન્ન થયો છે. તેથી યાત્રાએ જવાનું બહાનું બતાવીને તેમને તત્કાલ રથમાં બેસાડી અયોધ્યા રાજ્યની સરહદ પાર કરી કોઈ ગાઢ જંગલમાં મૂકીને પાછા આવી જજો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142