Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 114
________________ ધર્મનો ઉપહાસ તથા ક્ષણિક સુખ આપવાવાળા ભૌતિક સુખની પ્રશંસા કરી રહ્યા છે. આ મોહનીય કર્મની કેવી વિચિત્ર લીલા છે. કર્મની ગતિ કોણ સમજી શકે ? લક્ષ્મણ પ્રત્યેનો અતિગાઢ પ્રેમ રામચંદ્રજીને બોલાવી રહ્યો છે. આ જ મમત્વના કારણે તેમના મનમાં વૈરાગ્યના ભાવો જાગૃત થતા નથી.’ હનુમાનને વૈરાગ્યની પ્રાપ્તિ એક વખત હનુમાનજી મેરુપર્વત પર રહેલા જિનાલયમાં દર્શનાર્થે પધાર્યા. ત્યાંથી પાછા ફરતાં સૂર્યાસ્તનું દૃશ્ય જોઈ તેમના મનમાં વિચાર આવ્યો- “જેનો ઉદય થાય છે, તેનો અસ્ત ચોક્કસ છે. આ વિશ્વની દરેક વસ્તુ અનિત્ય છે, અશાશ્વત છે. તેનો વિનાશ અવશ્ય થવાનો છે. સામાન્ય માણસ ઉગતા સૂરજને વાંદે, પરંતુ આથમતાને નહિ. સીતાની શોધમાં લંકા જવાવાળો હું ઉગતા સૂર્ય જેવો હતો. આજે પણ છું. પરંતુ જીવનના અંત સમયે પહોચતાં હું આ અસ્તાચલના સૂર્યની જેમ એકલો થઈ જઈશ. પરંતુ હજી પણ સમય છે. એવું કંઈ થાય તે પહેલા હું પણ શાશ્વતા સુખને મેળવવા પૂષાર્થકરું. સંસાર અશાશ્વત છે. ક્ષણિક છે તથા નાશવંત છે. આવા સંસારને ધિક્કાર હો... કેવળ દીક્ષા દ્વારા જ મોક્ષરૂપી શાશ્વત સુખનું સ્વામિત્વ સંભવિત છે.” દેવસભામાં બેઠેલા બેદેવોના મનમાં તુહલભાવ જાગૃત થયો. તેઓ વિચારવા લાગ્યા - “બે માનવ ભાઈઓની વચ્ચે આ કેવો પ્રેમભાવ છે કે જેની પ્રશંસા દેવલોકના રાજા સ્વયં દેવેન્દ્ર પણ કરી રહ્યા છે.” તેથી તેઓ બંને ભાઈઓના પ્રેમભાવની પરીક્ષા કરવા માટે દેવલોકથી અયોધ્યા નગરીમાં લક્ષ્મણજીના મહેલમાં આવ્યા. ત્યાં દેવમાયાથી રામના મૃત્યુનું એવું દશ્ય ખડું કર્યું, જેમાં અંતઃપુરની સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી- “હે રામ! હે દશરથ નંદન!! સમગ્ર વિશ્વને નિર્ભય કરનાર એવા આપનું અકાળે મૃત્યુ કેવી રીતે થઈ ગયું ?'' મુનિ હનુમાનનો વિહાર આ પ્રમાણે વિચારીને તેઓ પોતાના નગર પહોચ્યાં. પોતાના પુત્રના હાથમાં રાજગાદી સોપીને તેઓએ શ્રી ધર્મરત્નાચાર્ય મહારાજની પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે તેમની પત્નીઓએ પણ દીક્ષા લીધી. મુનિશ્રીહનુમાનજીએ યાનસ્થ બનીને ઘાતી અને અઘાતી કર્મોનો નાશ કરીને મોક્ષરૂપી લક્ષ્મી મેળવી. હનુમાનજીની દીક્ષાના સમાચાર સાંભળીને રામચંદ્રજીએ વિચાર કર્યો – ‘બધા ભૌતિક સુખ હોવા છતાં પણ હનુમાનજીએ આવી અતિકષ્ટદાયક દીક્ષા શા માટે લીધી ?' તે જ સમયે દેવસભામાં દેવરાજ ઇન્દ્ર અવધિજ્ઞાનથી રામચંદ્રજીના વિચારો જાણી બોલ્યા- “રામચંદ્રજી તો આજ ભવમાં મોક્ષે જનારા ભવ્યાત્મા છે. છતાં પણ તેઓ મૃત્યુલોકમાં ચારિત્ર Jain Education International Personal Presen www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142