Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 113
________________ 100 આ બાજુ ચંદનજળ છાંટ્યા પછી જ્યારે રામ સ્વસ્થ થયા. ત્યારે તેમણે જોયું કે સીતાજી તેમની પાસે નથી. તેઓ ઉંચા સ્વરે બોલ્યા- ‘‘મારી સીતા ક્યાં છે ? તમે બધા મૌન કેમ ઉભા છો ? શું તમને તમારું જીવન પ્રિય નથી ? કોઈક તો મને બતાવો કે કેશનો લોચ કર્યા પછી સીતાજી ક્યાં ગયાં ? હે અનુજ લક્ષ્મણ ! કોઈકને મોકલીને મારું ધનુષ્યબાણ ત્વરિત મંગાવ. આ મૂંગા લોકોને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી. હુંદુ:ખી છું... દુઃખોના મહાસાગરમાં ડૂબી રહ્યો છું....’’ પરિસ્થિતિની ગંભીરતા સમજીને લક્ષ્મણે રામને પ્રણામ કરી કહ્યું- “ભ્રાતાશ્રી ! આપ આ શું અનર્થ કરી રહ્યા છો ? આ બધા આપના સેવકો છે... શું પોતાના જ આ સેવકો પર બાણ ચલાવવા યોગ્ય છે ? જેવી રીતે લોકનિંદાથી ભયભીત થઈને ન્યાયપ્રિય એવા આપે સીતાજીનો ત્યાગ કર્યો, તેવી જ રીતે સંસારચક્રથી ભયભીત થઈને આત્મહિત કરવા માટે સીતાજીએ આપનો ત્યાગ કર્યો છે. તેઓ આપની સમક્ષ લોચ કર્યા પછી વિધિવત્ દીક્ષા અંગીકાર કરવા જયભૂષણ મુનિ પાસે ગયા છે. જેમને હમણાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તમારે ત્યાં જઈને તેમની પ્રશંસા તથા અનુમોદના કરવી જોઈએ. અત્યાર સુધી સીતાજી વિશુદ્ધ સતી માર્ગ પર ચાલી રહ્યાં હતાં, પરંતુ હવેથી સાધ્વી સીતાજી રત્નત્રયીની આરાધના કરવા માટે શાશ્વત મોક્ષ માર્ગ પર ચાલશે.’' નાનાભાઈ લક્ષ્મણના આ વચનો સાંભળતાં જ રામચંદ્રજીના મનનો ક્ષોભ ઓછો થયો. તેઓએ શાંત થઈને કહ્યું“મારી ધર્મપત્ની સતી સીતાએ કેવળજ્ઞાની જયભૂષણ મુનિરાજ પાસે દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય લીધો છે, તે યથાયોગ્ય છે.’’ પછી રામચંદ્રજી સપરિવાર જયભૂષણ મુનિરાજ પાસે ગયા. તેઓએ ત્યાં યોગ્ય સ્થાન પર બેસીને શાંતિપૂર્વક કેવળજ્ઞાની મુનિની દેશના સાંભળી. દેશનાના અંતમાં રામચંદ્રજીએ તેમને પ્રશ્ન પૂછ્યો– ‘‘શું હું ભવ્યાત્મા છું... કે અભવ્ય ?’’ કેવળજ્ઞાની મુનિરાજે કહ્યું- “આપ ભવ્યાત્મા છો. એટલું જ નહિ, તમે આ જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરશો.'' રામચંદ્રજીએ ફરીથી પ્રશ્ન કર્યો– “સીતાજીએ તો મારો ત્યાગ કર્યો. પરંતુ હું મારા અનુજ લક્ષ્મણનો ત્યાગ કેવી રીતે કરી શકીશ ?’’ તેમણે ઉત્તર આપ્યો, “જે પુણ્યના ઉદયથી આપ બળદેવ બન્યા છો, તે પુણ્ય હજી બાકી છે. એ પૂર્ણ થતાં જ તમે દીક્ષા અંગીકાર કરશો અને અવશ્ય મોક્ષે જશો.’’ પછી બિભીષણે પ્રશ્ન પૂછ્યો કે ‘‘મારા ભ્રાતા બિભીષણ, સુગ્રીવ, હનુમાન, ભામંડલ અને સીતા ના પૂર્વભવ માટે જુઓ પરિશિષ્ટ – ૮ લવ-કુશના પૂર્વભવો માટે જુઓ પરિશિષ્ટ – ૯ . Jain Education International રાવણ કયા કર્મના ઉદયના કારણે માર્યા ગયા ? મને તેમજ સુગ્રીવ, હનુમાન, ભામંડલ, * લવ-કુશને રામ પ્રત્યે અત્યધિક અનુરાગ કેમ છે ?’ કેવળજ્ઞાનીના મુખેથી આ બધા પ્રશ્નોના ઉત્તરરૂપે તેમના પૂર્વભવો સાંભળીને અનેક આત્માઓના હૃદયકમળમાં મોક્ષ-સુખને પામવાનો ઉત્કૃષ્ટ ભાવ જાગૃત થયો. રામના સારથિ અને સેનાધિપતિશ્રી કૃતાંતવદને દીક્ષા અંગીકાર કરી. રામ, લક્ષ્મણ પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક સાધ્વી સીતાજીને વંદન કરીને અયોધ્યા પાછા ફર્યા.. કૃતાંતવદન મુનિ તપશ્ચર્યા કરીને મૃત્યુ પછી પાંચમા દેવલોકમાં ગયા. સાધ્વી સીતાજીએ ૬૦ વર્ષ સુધી વિવિધ પ્રકારની તપ-સાધના-આરાધના કરી. અંતમાં તેત્રીસ દિવસનું અનશન કરી આયુષ્ય પૂર્ણ કરી તેઓ બારમા દેવલોકમાં અચ્યુતપતિ ઇન્દ્ર બન્યાં. 31 હનુમાનજીની દીક્ષા તથા લક્ષ્મણનું મૃત્યુ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142