Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 108
________________ સૂર્યવંશ અને પરિવાર આપનો સદાને માટે આભારી રહેશે. પોતાના પુત્રોનું પરાક્રમ અને પિતા સાથે મિલન જોતાં સીતાજી પણ આનંદથી ભાવવિભોર થઈ ગયાં. ત્યાંથી વિમાનમાં બેસી તેઓ પુંડરીકપુરી પહોંચ્યાં. - અહીં યુદ્ધભૂમિમાં રામને વજજંઘનો મેળાપ થયો અને તેમને ભેટી પડતાં રામે કહ્યું - “તમે તો મારા માટે ભામંડલ સમાન છો. તમે સીતાને બહેન ગણીને આટલા વર્ષો સુધી મારી હાજરી ન હોવા છતાં જે સારસંભાળ રાખી અને મારા બન્ને પુત્રોને મોટા કરી બધી કેળવણી આપી મારાથી પણ સવાયા બનાવ્યા, તે બદલ હું તેમજ અમારો આખો ત્યાંથી પુષ્પક વિમાનમાં બેસીને રામલક્ષ્મણ પોતાના બન્ને પુત્રો લવ-કુશને લઈ અયોધ્યા નગરી આવી પહોંચ્યા. આખા નગરમાં આ સમાચાર પવન વેગે ફેલાઈ ગયા. સૌ નગરવાસીઓએ આનંદ અને ઉલ્લાસથી ભવ્ય સ્વાગત કર્યું. પોતાના પુત્ર પરિવાર સાથે પોતાના મહેલમાં આવી રામચંદ્રજીએ પ્રભુપૂજન વગેરે મહામહોત્સવ યોજ્યો અને સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. 80 સીતાજીની અવિનપરીક્ષા અને દીક્ષા સીતાજી વિમાનમાંથી ઉતર્યા. લક્ષ્મણ તથા અન્ય રાજાઓએ જઈને તેમને કહ્યું - ‘‘અયોધ્યાના મહેલમાં પધારી આપ ધરતીને પાવન કરો.” પરંતુ સીતાજીએ કહ્યું- “અગ્નિપરીક્ષા પછી જ નગર તથા મહેલમાં પ્રવેશ કરીશ. નહિતર આ લોકનિંદા શાંત નહિ થાય.’ લક્ષ્મણ તથા અન્ય રાજાઓએ રામને મળીને સીતાજીની પ્રતિજ્ઞા વિષે જણાવ્યું. રામે સીતાજીને મળીને કહ્યું- “આટલા દિવસ આપ રાવણની નગરીમાં રહ્યાં. છતાં પણ રાવણની ઇચ્છાને જરા પણ મહત્ત્વ આપ્યા વિના આપ પવિત્ર રહ્યાં છો. આ વિષે લોકો હજુ પણ શંકાશીલ છે. તેમનો સંશય દૂર કરવા માટે આપને અગ્નિમાં પ્રવેશ કરવો ઉચિત છે.” લક્ષ્મણ, સુગ્રીવ, બિભીષણ, હનુમાન, અંગદ આદિએ મળીને રામને વિનંતી કરી – “સીતાજી દીર્ઘકાળથી વિરહમાં ઝૂરતાં આપનાથી દૂર પરદેશમાં રહ્યાં છે. બંને પુત્રોના વિરહથી હવે તેઓ વધારે દુઃખી હશે. તેથી જો આપ આજ્ઞા આપો, તો અમે જઈને જલ્દીથી તેમને સાથે લઈ આવીએ. નહિતર પતિ તથા પુત્રોના વિરહથી તેમનું મૃત્યુ થઈ જશે.' રામે તેઓને કહ્યું- ‘સીતાના વિષયમાં જે લોકચર્ચા થતી હતી, તે એક અફવા છે. તે મિથ્યા છે. એ હું જાણું છું. સીતા તો મહાસતી છે. પરંતુ લોકાપવાદને દૂર કરવા મારી ઇચ્છા છે કે સીતા અયોધ્યામાં ફરીથી પ્રવેશ કરતાં પહેલાં જનસમુદાયની સામે અગ્નિપરીક્ષા આપે. અગ્નિપરીક્ષા આપીને પવિત્ર બનેલી સીતાનો મારી સાથેનો ગૃહસ્થવાસ નિર્મળ બની જશે.” રામના આદેશ અનુસાર અયોધ્યાનગરીની બહાર એક વિશાળ શામિયાણો બંધાવીને સુગ્રીવ પંડરીકપુરી પધાર્યા. ત્યાં સીતાને પ્રણામ કરીને કહ્યું- “મારા સ્વામીએ આપના માટે પુષ્પક વિમાન મોકલાવ્યું છે. તેમાં બિરાજમાન થઈને આપ અગ્નિપરીક્ષા માટે અયોધ્યા પધારો.’’ સીતાજીએ કહ્યું – “ગાઢ જંગલમાં મારા ત્યાગથી દશરથનંદનને જે દુઃખ થયું હતું, તે હજી સુધી શાંત થયું નથી. અયોધ્યા આવીને હું તેમના માટે ફરીથી નવું દુ:ખ શા માટે ઉભું કરું ? કારણ કે લોકો કહેશે- પહેલાં તો જંગલમાં ત્યાગ કરીને સજા કરી અને હવે અગ્નિ પરીક્ષા લઈ રહ્યા છે. શું એ યોગ્ય છે કે પાણી પીધા પછી ઘર પૂછવું ?” સુગ્રીવ નમ્રતાપૂર્વક બોલ્યા- “રામને તો ખબર છે કે આપ પવિત્ર મહાસતી છો, પરંતુ જનસમુદાયના સંતોષ માટે આપની આ અગ્નિપરીક્ષા કરવામાં આવી રહી છે. આપ ક્રોધિત ન થાઓ. અયોધ્યામાં શ્રી રામચંદ્રજી આપના પુનરાગમનની પ્રતીક્ષા કરી રહ્યા છે.’’ સુગ્રીવે તેમને સમજાવ્યાં મનાવ્યાં. પછી સીતાજી અયોધ્યા આવવા માટે તૈયાર થયાં. અયોધ્યા બહાર આવેલા મહેન્દ્ર નામના ઉદ્યાનમાં સીતાજીએ હસીને ઉત્તર આપ્યો- ‘‘મારો અપરાધ જાણ્યાપારખ્યા વિના આપના જેવા સજ્જન તથા વિદ્વાન મહાપુરુષે મને દેશનિકાલ આપી દીધો. મને એક પણ અવસર ન આપ્યો કે હું મારું નિરપરાધીપણું સિદ્ધ કરી શકું. મારા અપરાધની તપાસ કર્યા વિના જ આપે મને દંડ આપ્યો અને આજે આટલા વર્ષો પછી આપ મને અગ્નિપ્રવેશ કરાવી રહ્યા છો, એ આશ્ચર્ય છે. હું આર્યનારી છું. આપના આદેશનો હું શા માટે અસ્વીકાર કરી શકું ? આપની ઇચ્છા અનુસાર આપ જ્યારે કહેશો, ત્યારે હું અગ્નિપ્રવેશ માટે તૈયાર છું.” રામચંદ્રજીએ કહ્યું- “તમે સંપૂર્ણપણે દોષ રહિત છો, એની મને ખબર છે. પરંતુ નગરજનોના હૃદયમાં ઉત્પન્ન થયેલી કાલ્પનિક શંકાને દૂર કરવા માટે તમારી અગ્નિ પરીક્ષા કરાવી રહ્યો છું.” સીતાજીએ કહ્યું- “આપનો આદેશ હોય, તો હું પાંચે પરીક્ષા આપવા તૈયાર છું. (૧) અગ્નિ પ્રવેશ કરવો, (૨) અભિમંત્રિત અક્ષત આરોગવા, (૩) કાંટા પર ચઢવું, (૪) જીભ પર શસ્ત્રની ધાર રાખવી (૫) ગરમ સીસાને પીવું, આ પાંચે કે તેમાંથી આપને જે યોગ્ય લાગે, તે પ્રમાણે મારી પરીક્ષા કરાવો.” Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142