Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 109
________________ 96 ત્યારે ત્યાં ઉપસ્થિત ફક્ત જનસમૂહ જ નહિ, પરંતુ આકાશમાં રહેલા નારદજી પણ આ પરીક્ષાનો નિષેધ કરતાં કહેવા લાગ્યા- ‘‘હે રાઘવ ! આપ આ શું અનાચાર કરી રહ્યા છો ? સીતાજી તો મહાસતી છે. તેથી તેમની સામે કોઈ પણ પ્રકારની પરીક્ષાનો વિકલ્પ ન રાખવો જોઈએ.’’ ત્યારે ક્રોધિત થઈને રામચંદ્રજી બોલ્યા- હે નગરજનો ! પહેલાં તમે લોકો જ સીતાની નિંદા કરતા હતા, તે તમે ભૂલી ગયા. નિરપરાધી હોવા છતાં મારે તેમને દંડ આપવો પડ્યો. આજે તમે જ તેમના નિર્દોષ હોવાની ઘોષણા કરી રહ્યા છો. કાલે ફરીથી કંઈક નિમિત્ત મળતાં તમે લોકો જ ફરીથી તેમના ઉપર દોષારોપણ કરશો. તમારી શંકા-કુશંકાનું નિવારણ થવું, અતિ આવશ્યક છે, જેથી ભવિષ્યમાં કોઈપણ જાતના દોષારોપણનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.’’ સીતાજીનો અગ્નિપ્રવેશ રામચંદ્રજીએ અયોધ્યાની બહાર ત્રણસો હાથ લાંબો, ત્રણસો હાથ પહોળો તથા બે પુરુષ પ્રમાણ ઉંડો ખાડો ખોદાવ્યો. તેમાં ચંદનના લાકડા ભરી અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. ધક્ ધક્ કરતી અગ્નિજ્વાળાઓ ઉંચે ઉંચે આકાશ સુધી ફેલાણી. આવી વિકરાળ અગ્નિશિખાઓને જોઈને સ્વયં રામચંદ્રજી ભવિષ્યમાં બનનારી ઘટના અંગે ચિંતિત બની ગયા. સ્નાન કરીને સુંદર વસ્ત્ર ધારણ કરેલાં સીતાજી અગ્નિકુંડની નજીક પહોંચ્યાં. એકાગ્રતાપૂર્વક પંચપરમેષ્ઠીનું સ્મરણ કરી ઉંચા સ્વરમાં બોલ્યા- ‘“હે અગ્નિદેવ...! હે લોકપાલો....! હે ઉપસ્થિત જન સમુદાય...! જો સ્વામિનાથ દશરથનંદન સિવાય કોઈપણ અન્ય પુરુષની મન, વચન કે કાયાથી નિદ્રા કે જાગૃત અવસ્થામાં લેશ માત્ર પણ અભિલાષા કરી હોય, તો તમે મને બાળીને ભસ્મ કરી દો. નહિતર આ ભયંકર સ્વરૂપ ધારણ કરેલ વિકરાળ અગ્નિજવાળાઓ મારા માટે શીતલ જળની ધારાઓ સમાન સુખદાયી બની જાઓ’' આટલું કહીને સીતાજીએ અગ્નિકુંડમાં ઝંપલાવ્યું. Jain Education International DILIP 10/1998 For Personal & Private Use Only *EERA Raat Ra www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142