Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 101
________________ રામનો પશ્ચાતાપ 28. સીતાને વનમાં મૂકીને રામ પાસે કૃતાન્તવદન સેનાપતિ કૃતાવન સીતાને સિંહનિનાદ વનમાં મૂકીને ભારે હૈયે અયોધ્યા પાછા ફર્યા. રાજમહેલે પહોંચતાં જ શ્રીરામચંદ્રજીને સીતાએ આપેલો સંદેશો અને બધી ઘટના કહી સંભળાવી. આવી હદય વિદારક કથની સાંભળતાં જ રામચંદ્રજી સાન ભાન ગુમાવી બેભાન થઈને નીચે પડી ગયા. તરત જ લક્ષ્મણજી ત્યાં આવી પહોચ્યા અને ચંદનજળનો તેમના માથા ઉપર વારંવાર છંટકાવ કર્યો. ત્યારે માંડ માંડ ભાનમાં આવ્યા. પોતાની જાતને દોષ દેતાં અને ધિક્કારતાં તે પોતાના ભાગ્ય ઉપર રડતાં રડતાં કહેવા લાગ્યા- “દુષ્ટ લોકોના વિતંડાવાદથી ભ્રમિત થઈને મેં સીતા જેવી મહાસતીનો ત્યાગ કરી તેને ઘોર જંગલમાં રખડતી મૂકાવી દીધી. એક ચિંતામણી રત્ન સમાનતે મને મળી હતી. મળેલ રત્નને સંભાળી રાખવાને બદલે કાંકરો સમજી માટીમાં ફેંકી દીધું. પણ તેણે તો મારા પ્રત્યે સભાવ રાખી મને જિનધર્મ આરાધતાં રહેવાનો અને એ જ સાચો મોક્ષ માર્ગ છે, એવો બોધદાયક સંદેશો મોકલ્યો છે. મને આવી રીતેત્યાગ કરવાની દુર્મતિ ક્યાંથી સુઝી ?' જ્યારે તે અજાણ્યો રાજા સીતાજીની પાસે આવવા લાગ્યો ત્યારે તેમણે તેને કોઈ લુટારો માની લીધો. તેથી ઘરેણાં લૂંટવા આવે, તે પહેલાં જ શરીર ઉપરનાં ઘરેણાં ઉતારીને તેની સામે, તેઓ ફેંકવા લાગ્યાં, જેથી પોતાના શિયળની રક્ષા થઈ શકે. રાજા પણ નવાઈ પામતા બોલ્યો - “હે બહેન ! આપ મારાથી જરા પણ ગભરાશો નહિ. આપ આપનાં ઘરેણાં કાઢશો નહિ. હું પરનારી સહોદર છું. તેથી ભય પામ્યા વગર મારા ઉપર વિશ્વાસ રાખીને મને જણાવો કે આપ કોણ છો ? આપને કયા દયાહીન માણસે આવા ગાઢ જંગલમાં એકલા મૂકી દીધાં છે. આપ ઘણા દુઃખી જણાઓ છો, આપને દુઃખી જોઈ મને પણ દુઃખ થાય છે.” સુમતિ નામના રાજ્યમંત્રીએ રાજાના અનુસંધાનમાં કહ્યું‘‘આ તમારી સામે ઉભેલા પુંડરીકપુરીના રાજા ગજવાહન અને તેમની રાણી બંધુદેવીના રાજ પુત્ર વજ જંઘ છે. તેઓ મહાસત્ત્વશાળી, અન્ય સ્ત્રીઓમાટે ભાઈ જેવા તેમજ પરમ પ્રભુ ભક્ત છે. અમે સૌ આ જંગલમાં હાથીને પકડવા આવ્યા હતા. અમારું કાર્ય પૂર્ણ થવાથી નગર તરફ પાછા જઈ રહ્યા હતા. ત્યાંજ આપનો રડવાનો અવાજ અમને સંભળાયો. તેથી અમે આપની તરફ આવી પહોચ્યા. આપને દુઃખી જોઈને અમે સૌ દુઃખ અનુભવી રહ્યા છીએ. જો તમે તમારું દુઃખ શું છે, તે જણાવશો, તો અમે તે નિઃશંક દૂર કરીશું.” આવા આશ્વાસન ભરેલાં વચનો સાંભળીને સીતાએ માની લીધું કે મારા મનમાં આ બધા લોકો પ્રત્યે નકામો ભય ઉત્પન્ન થયો હતો. તેથી રુદન કરતાં કરતાં તેણે પોતાની બધી વિતકકથા તેમને કહી સંભળાવી. સીતાજીની કણ કથની સાંભળીને રાજપુત્ર અને મંત્રી વગેરે પણ આંસુ સારવા લાગ્યા. રાજા વજજંઘે સરળ સ્વભાવે આશ્વાસન આપતાં સીતાને કહ્યું – “આજથી હું આપને મારી ધર્મ બહેન ગણું છું. તમે મને તમારો બીજો ભાઈ ભામંડલ ગણજો. હવે તમે મારી સાથે જ મારા રાજ્યમાં ચાલો. પતિના ઘર પછી કોઈ પણ સ્ત્રીને રહેવા માટે બીજું યોગ્ય સ્થાન ભાઈનું ઘર ગણાય છે. લોકોની નિંદાથી રામે ભલે આપનો ત્યાગ કર્યો. પણ મારું મન કહે છે કે સમય વીતવાની સાથે રામ પોતે જ આપને શોધતાં શોધતાં સન્માન સહિત પાછા અયોધ્યા લઈ જશે. ત્યાં સુધી કોઈ પણ સંકોચ વિના તમે અમારી સાથે મારા રાજ્યમાં પધારો.” આવા સન્માન અને પ્રેમભર્યા શબ્દો સાંભળીને સીતાજીને મનમાં ઘણી શાંતિ થઈ. રાજાએ એક પાલખી મંગાવી. તેમાં સીતાજીને બેસાડી પોતાના નગર તરફ લઈ ગયા. ત્યાં પોતાના આવાસ નજીક તેમને અનુકૂળ મહેલનો પ્રબંધ કરી આપ્યો. તેમાં રહેતાં સીતાજી ધર્મ આરાધના કરતાં કરતાં દિવસો પસાર કરવા લાગ્યાં. GENU Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142