Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 105
________________ | 92 | કે તેઓ એટલી બધી વિપુલ સંખ્યામાં અમારી સાથે આવે કે જેથી દિશાઓના મુખ કોઈ જોઈ ન શકે. અમે પણ જોઈએ કે અમારી નિર્દોષ માતાને વનમાં એકલી અટુલી તજી દઈ પોતાને વીરપુરુષ ગણાવતા એવા રામમાં વીરતા કેટલી છે?” આવા પોતાના પુત્રોના શબ્દો સાંભળીને સીતાના નેત્રો અશ્રુથી ભરાઈ ગયાં. તેમણે તેમને ઠપકો આપતાં કહ્યું- ‘‘તમે પૃથુરાજા વગેરેને જીતીને ઘણા અહંકારી થયા દેખાઓ છો. તમને ખબર નહિ હોય કે રાક્ષસરાજ રાવણ ત્રણ ખંડનો સ્વામી હતો, છતાં તેને તમારા કાકાશ્રી લક્ષ્મણજીએ એક જીર્ણશીર્ણ થયેલ કપડાની જેમ પોતાના ચક્રથી ચીરી નાંખ્યો હતો. તેઓ અત્યંત સામર્થ્યવાળા તેમજ તમારા વડીલ અને પૂજનીય છે. તમારે તો તેમની પાસે આજ્ઞાંકિત બાળક થઈને જવું જોઈએ.’’ પણ લવ અને કુશ એકના બે ન થયા. તે કહેવા લાગ્યા - ‘તમારું કહેવું જો કેતદ્દન વ્યાજબી છે, છતાં અમે પણ વીરપુરૂષના વંશજ છીએ. અમે જો બે હાથ જોડીને તેમની સમક્ષ ઉભા રહીશું, તો તેમના માટે પણ શરમાવા જેવું ગણાશે. અમે પણ ક્ષત્રિય બચ્ચા છીએ. યુદ્ધમાં અમારી કે તેમની જીત થશે, તો તે આપણા કુળની જીત ગણાશે. માટે હવે અમે સૌ રાજાઓને લઈ લશ્કર સાથે અયોધ્યા જઈએ છીએ. કૃપા કરી આપ અમને રોકશો નહિ.” આટલું કહીને તેઓ ત્યાંથી અયોધ્યા નગરી તરફ ગગનભેદી રણશીંગુ ફૂંકતાં બહુ મોટી સેના સાથે રવાના થયા. સીતાજી આ દૃશ્ય જોઈને ઘણા આકુળ વ્યાકુળ બની ગયાં અને ચોધાર આંસુ સારતાં વિચારવા લાગ્યાં કે આ બંને મારા પુત્રો ઘણા પરાક્રમી છે, છતાં કદાચ તેમનો વિજય ન થયો અને આ ચારમાંથી એકાદનું પણ અશુભ થયું તો પછી કેવી રીતે જીવી શકીશ ? લવ અને કુશે ઘેરેલી અયોધ્યા નગરી. અનેક સૈનિકોને લઈ લવકુશ અયોધ્યાનગરી પાસે પહોંચ્યા અને તેને ઘેરો ઘાલ્યો. A 6 = 9 ૦ થિ છે (30: 3છે કે 6 N S છે કી ગ, છે છે 6 ' I ! ! - ઇ છે ઇ ! 9-E0:55ીને Fર નારદજી દ્વારા સીતાનો પત્તો લાગતાં ભામંડલ પુંડરીકપુરમાં આવ્યા. સીતાને વિમાનમાં બેસાડી તે અયોધ્યા બહાર છાવણીમાં લઈ આવ્યો. લક્ષ્મણના જાસૂસોએ લક્ષ્મણ પાસે જઈને રજૂઆત કરી- ‘‘ક્ષત્રિય દેખાતાં બેતરવરિયાયુવાનોને અમે મોટા સૈન્ય સાથે આપણા રાજ્યની સીમાઓ ઉપર આવતાં જોયા છે. તેમનો ઇરાદો યુદ્ધ કરવાનો દેખાય છે. પણ અમને તો લાગે છે કે તણખલા જેવા તેઓ આપણા સૈનિકો કે આપની સામે ટકી શકશે નહિ. આપ તો દાવાનળ જેવા છો. તેથી તણખલાને ભસ્મ કરી નાંખવું, એ કોઈ મોટી વાત નથી. તેમનું મોત નજીક આવી રહ્યું છે. તેથી તેઓ આવી ગંભીર નાદાની કરી રહ્યા છે.” ત્યાર બાદ ચતુરંગસેના સાથે તે યુવકોનો પડકાર ઝીલી લઈ રામ અને લક્ષ્મણ યુદ્ધના * નમાં આવી ગયા. છે : EFFA Jain Education International For Persofia & Priva

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142