Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 99
________________ 86 રામની આજ્ઞા શિરોધાર્ય કરી ત્યાંથી નીકળીને તે સીધો સીતાજીના મહેલે આવ્યો અને તેમની પાસે આવીને નત મસ્તકે જણાવ્યું – “શ્રી રામચંદ્રજીએ આપને સમેતશિખરજીની યાત્રાએ લઈ જવાનો આદેશ આપેલ છે અને આપણે હમણાં ને હમણાં જ અહીંથી નીકળવાનું છે, એમ તેમણે કહ્યું છે. તેથી આપ રથમાં બેસી જાઓ.’’ સીતાજીના મનમાં કોઈ પણ જાતનો સંશય હતો જ નહિ અને આર્યપુત્રની આજ્ઞા હતી. તેથી તેઓ તરત જ રથમાં બેસી ગયાં. રસ્તે જતાં ઘણાં અપશુકનો થયાં, છતાં પોતાના પતિની આજ્ઞાને જ પોતાનો ધર્મ માનનારી સતી સીતાજીએ એક ક્ષણ માટે પણ વિચાર બદલ્યો નહિ કે તેમાંથી ડગ્યાં નહિ. અયોધ્યાની સીમાથી નીકળીને તેમનો રથ ઘણે દૂર સિંહનિનાદ નામના ગાઢ જંગલમાં આવી પહોંચ્યો. સારથિ કૃતાન્તવદન રથમાંથી નીચે ઉતરીને નીચું મોટું કરી ઉભો રહ્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેનું ગમગીન મુખ જોઈને સીતાજીએ તેમને પૂછયું – “સેનાપતિ કૃતાન્તવદન ! તમે રથ રસ્તામાં જ કેમ રોક્યો છે ? તમે આવી રીતે શોકમગ્ન થઈને કેમ ઉભા રહ્યા છો ?' રથમાંથી સીતાનું પડવું કૃતાન્તવદન બોલ્યો - ‘હુંતો આપનો સેવક છું. તેથી આપની સાથે કાંઈ આડુ અવળું બોલી ન શકું કે ન કોઈ અસભ્ય વર્તન કરી શકું. છતાં રાજસેવક હોવાના સંબંધે મારે આવું હીન કાર્ય કરવું પડે છે. તમે વનવાસ દરમ્યાન રાક્ષસ રાવણના મહેલમાં ઘણા દિવસ સુધી રહ્યાં હતાં. તેથી અયોધ્યાની પ્રજામાં એક મોટો અપવાદ ફેલાયો છે. તે માટે રામચંદ્રજીએ, આપનેવનમાં લઈ જઈને આપનો ત્યાગ કરવાનો મને હુકમ કર્યો છે. જો કે રાજા લક્ષ્મણે આ નિર્ણયનો ઘણો વિરોધ કર્યો હતો. અંતે તેઓ એક બાળકની જેમ રામ પાસે રડવા લાગ્યા અને ઘણી આજીજી કરી કે સીતાજીનો આવી રીતે ત્યાગ ન કરો. પરંતુ રામચંદ્રજીએ પોતાનો નિર્ણય બદલ્યો નહિ. તેમના આદેશ અનુસાર મારા જેવા પાપિષ્ટને આવું પાપકર્મ કરવું પડે છે. હવે આવા ઘનઘોર અને જંગલી પ્રાણીઓના ભયથી ભરેલા જંગલમાં આપને એકલા મૂકીને મારે પાછા જવાનું છે. તે બદલ આપ મને ક્ષમા કરજો. તમે તમારા પુણ્ય કર્મથી જીવતા બચી શકશો.” સારથિના આટલા વચનો સાંભળતાં જ સીતાજી બેભાન થઈને રથમાંથી નીચે પડી ગયાં. G સારથિએ માની લીધું કે સીતાજી મૃત્યુ પામ્યો તેથી પડ્યાં છે. તે પોતાની જાતને એક સતી સ્ત્રીના મૃત્યુ માટે કારણભૂત ગણીને ત્યાંજ રડવા લાગ્યો. થોડો સમય પસાર થતાં જંગલના ઠંડા પવનથી સીતાજી થોડા ભાનમાં આવ્યાં. પણ ફરી પાછા તે બેભાન થઈ ગયાં. આવી રીતે તે વારંવાર ભાનમાં આવીને વળી પાછા બેભાન થઈ જતાં. જ્યારે થોડું વધારે ભાન આવ્યું, ત્યારે પોતાની જાતે ઉઠીને સારથિને પૂછ્યું- ‘‘એટલું તો મને કહો કે અહીંથી અયોધ્યા કેટલી દૂર છે ?'' સારથિ બોલ્યો“માતાજી! અયોધ્યા તો અહીંથી કેટલાય ગાઉ દૂર રહી ગઈ છે. પણ હવે અત્યારે તમારા આ પ્રશ્નનો કોઈ અર્થ નથી. કારણ કે રામચંદ્રજીએ આપનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે અને રાજા લક્ષ્મણ જેવા પણ તેમને તેમના T ભરી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142