Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 100
________________ 87 દૃઢનિશ્ચયમાંથી ડગાવી શક્યા નથી. તેથી હવે તમારે અયોધ્યામાં આવવું. એ શક્ય નથી. છતાં તમારે રામચંદ્રજીને કાંઈ કહેવડાવવું હોય, તો આપનો સંદેશો હું તેમને અક્ષરે અક્ષર પહોંચાડી દઈશ.' પતિવ્રતા સીતાએ સારથિને કહ્યું- “આર્યપુત્રને કહેજો કે તમારા વડે તજી દેવાયેલી પત્નીએ પ્રશ્ન પૂછેલછે કે- જો તમે લોકોની નિંદાથી ડરી ગયા, તો તમે મારી પરીક્ષા કેમ ન લીધી? જ્યારે જ્યારે પોતાની પત્નીના ચરિત્ર વિષે શંકા થાય છે, ત્યારે સમજદાર મનુષ્યો તેની અગ્નિપરીક્ષા વગેરેનો ઉપાય કરે છે. શું તમે તમારા કુળની વિવેક મર્યાદાઓ આવી રીતે પાળી ? મારી ઉપર જે વીતી રહ્યું છે, તે તો મારા પૂર્વના અશુભ કર્મોના ઉદયથી થયું છે અને મારા અશુભ કર્મને હું અહીં જંગલમાં રહીને ભોગવી લઈશ. પણ તેમને એટલું ચોક્કસ કહેજો કે જેવી રીતે હલકા માણસોના ખોટા આળથી તેમણે મારો ત્યાગ કર્યો છે, તેવી રીતે મિથ્યાદૃષ્ટિ લોકોના વચનોથી મોક્ષ આપનાર કેવલજ્ઞાનીઓએ કહેલા ધર્મનો ત્યાગ ક્યારેય કરશો નહિ, કારણ તે કરવાથી ખુબ મોટુ નુકશાન થશે. હું હંમેશા તેમનું શુભ ઇચ્છું છું. સદા તેમનું કલ્યાણ થાઓ. મારી માતા સમાન સાસુઓને મારા પ્રણામ કહેજો, લક્ષ્મણ અને શત્રુદનને મારા અંતરના આશીર્વાદ કહેજો. તમે પણ સંભાળીને અયોધ્યા પાછા પહોંચી જાઓ અને તમારો માર્ગ કલ્યાણકારી બની રહો, એવી શુભ ભાવના.” પોતાના પતિના આવા દુઃખદાયી વલણથી જરા પણ દુઃખ ન લગાડતાં કે તે વિષે કાંઈ પણ વિરોધ ન કરતાં કેવો શુભેચ્છા દર્શાવતો સંદેશો મોકલાવ્યો? સીતા ખરેખર સતીઓમાં શિરોમણિ છે. આવો વિચાર કરતાં સારથિએ સીતાજીને નત મસ્તકે પ્રણામ કરી પોતાનો રથ અયોધ્યા તરફ વાળ્યો. સીતાજીને વજજંઘ રાજાનું આમંત્રણ સીતાજી પુંડરીકપુરમાં ગાઢ ભયંકર સિંહનિનાદજંગલમાં આવતાં ગમે તેટલા પરાક્રમી ભડવીર હોય, તો પણ તેના પગ ઢીલા થઈ જાય. જ્યારે સીતા તો એક નિરાધાર, અબળા, ગર્ભવતી અને રાજકુળમાંથી ત્યજાયેલી હતી. આવા કારણોથી તે ભયથી વિહ્વળ બની જાય, તે સાહજિક ' ગણાય.તેભયથી આકુળવ્યાકુળથતી આમતેમ ભટકવા લાગી. મનમાંનવકારમહામંત્રનું સ્મરણ કરતી હતી. પોતે ધર્મને પામેલી હતી, તેથી માનતી હતી કે જે કાંઈ દુઃખો આવે, તેઆપણને બીજું કોઈ આપતું નથી, પણ આપણાં પૂર્વનાકરેલા અશુભકર્મોના કારણે તે આવી પડે છે. તેથી આમાં મારા અશુભકર્મનોજ દોષછે. બીજા કોઈનો દોષ નથી. આગળ ચાલતાં કરુણ રુદન કરતી સીતાની નજરે કેટલાક સૈનિકો દેખાયા. સૈનિકો પણ આશ્ચર્યથી ઉભા રહી તેમને જોવા લાગ્યા. “અરે! કોણ હશે? આવી રૂપવતીવળી પાછી એકલી સ્ત્રી અને તે પણ આવા ભયંકર ડરામણા જંગલમાં ? શું આ કોઈ સ્વર્ગલોકની અપ્સરા હશે કે વનદેવી, જે આ વનમાં વાસ કરતી હશે ? જો તે એવી કોઈ દેવી હોય, તો તે આ પ્રમાણે રોતી કકળતી કેમ ભટકે ?’’ એટલામાં તો તેના રુદનનો અવાજ સાંભળી શબ્દવેદી વિદ્યાના જાણકાર રાજાએ અવાજ ઉપરથી અનુમાન કર્યું કે ‘‘આતોકોઈ ગર્ભવતી અને તે પણ કોઈ મહાસતી લાગે છે.” Jain Education International e ifi hની Titl /U) 7 . કી www.jabar

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142