Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 96
________________ ચિત્ર જોતાં જ રામ સમજી ગયા કે આ અદેખાઈ તો સ્ત્રીઓના સ્વભાવનું પરિણામ છે. તેથી તેઓ કોઈ પણ જાતનો ઠપકો આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા. આ બનાવ બન્યા પછી પણ સીતાજી પ્રત્યે કોઈ પણ જાતનો અભાવ રાખ્યા વગર રામ પહેલાની જેમ વર્તવા લાગ્યા. પરંતુ પેલી સપત્નીઓએ તેમની દાસીઓને વાત કરી અને દાસીઓએ બીજાને તથા બીજાએ ત્રીજાને, એવી રીતે આ વાતનો બધે પ્રચાર થવા લાગ્યો. ઘણા ભાગે આવી અફવાઓ પાણીમાં પડેલ તેલના ટીપાની જેમ બધે પ્રસરી જાય છે. તેથી ચોરે ને ચૌટે સીતાની બાબતમાં ચર્ચા થવા લાગી. જૈનેતર રામાયણમાં આ દોષ એક ધોબી ઉપર ઢોળાયો છે, એવો નિર્દેશ મળે છે. બગીચામાં રામ અને સીતા વસંતઋતુનું આગમન થતાં રામ વિનોદ માટે એક દિવસ સીતાજીને મહેંદ્રોદય નામના બગીચામાં ફરવા લઈ જઈ રહ્યા હતા. ત્યારે ફૂલોથી પ્રભુપૂજા કરવાનો સીતાજીને દોહલો ઉત્પન્ન થયો. રામચંદ્રજીએ પુષ્પવાટિકામાંથી ઘણી જાતના ફૂલો મંગાવી તેનાથી ભગવાનની પૂજા કરાવીને તે પૂર્ણ કર્યો. આ શુભ કાર્ય પૂર્ણ થયા બાદ તેઓ સીતાજીને લઈને મહેંદ્રોદય વાટિકામાં ગયા. ત્યાં સીતાજીએ નગરવાસીઓએ કરેલ જિનેશ્વર ભગવંતોની પૂજાથી યુક્ત એવોવંસતોત્સવ નિહાળ્યો. તે જ વખતે સીતાજીની જમણી આંખ ફરકવા લાગી. જ્યારે તેમણે રામને આવાત કહી. ત્યારે રામે જણાવ્યું કે- ‘આ એક અશુભ બનાવ બનવાની નિશાની સીતાજી બોલ્યા- “શું મારું કમભાગ્ય રાક્ષસ દ્વીપમાં રહ્યાથી પણ સમાપ્ત થયું નથી ? આપના વિયોગથી વધુ દુ:ખદાયક મારા માટે બીજુ શું હોઈ શકે ?'' રામે તેમને આશ્વાસન આપતાં કહ્યું- “હે દેવી ! તમે કોઈ ચિંતા ન કરશો. સુખ કે દુઃખ એ બધું શુભ અને અશુભ કર્મને વશ છે. હે દેવી! કરેલાં કર્મો ભોગવવા જ પડે છે. તેથી હવે તમે રાજમહેલ જવા નીકળો. ત્યાં જઈને પ્રભુપૂજા, સુપાત્ર દાન એવી શુભ પ્રવૃત્તિમાં લાગી જાઓ. તેનાથી બધા અશુભ કર્મોનો નાશ થઈ જશે.” એક દિવસ અયોધ્યામાં બનતી બધી ઘટનાઓને પ્રત્યક્ષ સાંભળીને વિજય, સુદેવ વગેરે ગુપ્તચરો રામચંદ્રજી સમક્ષ આવીને બે હાથ જોડી મૂંગા ઉભા રહ્યા. તેથી રામે તેમને કહ્યું- “જે બીના તમે જોઈ કે સાંભળી હોય, તે તુરંત જણાવો. તમને મારા તરફથી અભયનું વચન છે.” તે ગુપ્તચરોનો એક અધિકારી ઘણો ધીરજવાળો હતો. વિજય નામના એ ain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142