Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 87
________________ કુંભકર્ણ આદિની દીક્ષા अनित्यानि शरीराणि, विभवो नैव शाश्वतः। नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंचयः॥ શરીર અનિત્ય છે, ક્યારે વ્યાધિગ્રસ્ત થઈ જાય તેનો કોઈ ભરોસો નથી. વૈભવ-સંપત્તિ-સત્તા શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે ઉભું છે. માટે ધર્મનો સંચય કરવો જોઈએ. પોતાના ભાઈને ધરાશાયી થતાં જોઈને બિભીષણ શોકાવેગમાં આવીને આત્મહત્યા કરવાના જ હતા. પરંતુ રામે બિભીષણના હાથમાંથી કટાર છીનવી લીધી. વિલાપ કરતી મંદોદરીની સાથે બિભીષણ રાવણના શબની પાસે ગયા. રામ અને લક્ષ્મણે તેમને આશ્વાસન આપીને કહ્યું કે- “યુદ્ધ તો ક્ષત્રિયોનો ધર્મ કહેવાય છે અને ભીરતા અધર્મ છે. આપના ભ્રાતા યુદ્ધ કરવાની ઇચ્છાવાળા હતા, તેમનું વીરમરણ થયું છે, કારણ કે અંતિમ ક્ષણ સુધી તે વીરતાપૂર્વક યુદ્ધ કરતા હતા. જ્યારે બે ક્ષત્રિયોની વચ્ચે યુદ્ધ થાય છે, તો કોઈ એકનું મૃત્યુ નિશ્ચિત હોય છે. પરંતુ જે ખરો ક્ષત્રિય હોય છે, તે વીરતાપૂર્વક યુદ્ધ કરે છે અને વીરતાપૂર્વક વીરગતિ મેળવે છે. વીરગતિ પામવાવાળા ક્ષત્રિયની પ્રશંસા દેવો પણ કરે છે. એવી લોકોક્તિ છે. રાવણનું મૃત્યુ વીરોચિત કહેવાય છે. તેથી શોક કરવો અનુચિત છે. હવે તેની અંત્યેષ્ટિતથા ઉત્તરક્રિયા કરો.” આમ કહીને રામચંદ્રજીએ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન આદિ રાવણસેનાના સુભટોને બંધનમુક્ત કર્યા. મૃત્યુ પછી મારું શું થશે ? એ વિષય પર વિચાર કરવા માટે આપણી પાસે સમય જ ક્યાં છે? ધરતીકંપથી, પૂર આવવાથી, દૂર્ઘટનાથી, બોમ્બવિસ્ફોટથી અગણિત લોકો મરે છે, પરંતુ આપણા કઠોર હૃદયમાં વૈરાગ્ય જાગૃત થતો નથી. આપણે વિચાર કરવો જોઈએ કે- એક સ્વજનના અકાળ મૃત્યુથી જેને દીક્ષા લેવાની પ્રેરણા મળી, તે કુંભકર્ણ, ઇન્દ્રજિતુ, મેઘવાહન તથા મંદોદરી કેટલા મહાન આત્માઓ હશે. બીજી તરફ આપણે છીએ, જે મૃત્યુનું રોદ્ર તાંડવ જોઈને પણ પોતાના ભોગવિલાસને છોડી શકતા નથી. નેત્રોમાંથી અનરાધાર અશ્રુધારા વહેવડાવતાં બિભીષણ, કુંભકર્ણ, ઇન્દ્રજિતુ અને મેઘવાહને ગોશીષ ચંદનકર્પર આદિ સુગંધી દ્રવ્યોથી રાવણનો અગ્નિસંસ્કાર કર્યો. અંત્યેષ્ટિ પછી રામચંદ્રજીએ ચારેયને કહ્યું- ‘તમે બધા મળીને તમારું આ સામ્રાજ્ય ભોગવો. અમને ન તો તમારા રાજ્યની આવશ્યક્તા છે, ન તો ધનની.” ત્યારે કુંભકર્ણાદિ વીરો અને વીરાંગના મંદોદરીએ કહ્યું- “મૃત્યુ તો દરેકના જીવનનું એક અવિભાજ્ય અંગ છે. સ્વજનનું અકાળે મૃત્યુ જોઈને અમારા મનમાં વૈરાગ્યભાવ જાગૃત થયો છે. જીવન ક્ષણિક છે. મૃત્યુ નિશ્ચિત છે. કેવળ મોક્ષ જ શાશ્વત છે. અમારા મનમાં હવે રાજ્યવૈભવની કોઈ લાલસા રહી નથી. અમે તો મોક્ષની સાધના માટે દીક્ષા અંગીકાર કરવા માંગીએ છીએ.” આજે આપણે પ્રત્યેક ક્ષણે મૃત્યુનો સાક્ષાત્કાર કરીએ છીએ. દરરોજ આપણે કોઈને કોઈ જાણીતી-અજાણીતી વ્યક્તિનું મૃત્યુ જોઈએ છીએ અથવા તેના વિષયમાં સાંભળીએ છીએ. પરંતુ આપણને એ નથી સમજાતું કે આજે તેમનું મૃત્યુ થયું છે, તો કાલે આપણું થશે - પછી શું? Jain Education International For Per ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142