Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 29
________________ 16 પહેલા દેવલોક તરફ પ્રયાણ કર્યું. તે સમયે પોતાના પ્રાસાદના ઝરૂખામાં બેસીને ચંદ્રગતિ રાજા રાત્રિશોભા નિહાળી રહ્યા હતા. ક્રચંદ્રગતિ રાજા પૂર્વભવમાં તે નવજાત બાળકના પિતા હતા. નંદન ઉદ્યાનમાં રાત્રિના સમયે અભુત પ્રકાશ જોઈને તેઓએ વિચાર કર્યો કે- શું સાક્ષાત્ ચંદ્રમા તો ભૂલોક પર પધાર્યા નથી ને ? તેઓ ત્વરિત નંદન નામના ઉદ્યાનમાં પહોંચ્યા. દિવ્ય આભૂષણોથી અલંકૃત તે બાળકને જોઈને તેમના હૃદયમાં વાત્સલ્ય ઉભરાઈ આવ્યું. બાળકને લઈને તેઓ મહેલમાં પધાર્યા અને તેને પોતાની નિદ્રાધીન મહારાણીની સમીપમાં રાખ્યું. મહારાણી પુષ્પવતીને કોઈ સંતાન નહોતું. મહારાણીને જગાડીને તેઓ બોલ્યા- “હે મહારાણી ! , જુઓ આપે કેટલા સુંદર બાળકને જન્મ આપ્યો છે.” આ સાંભળીને મહારાણીએ કહ્યું- “હું રહી અભાગણી.... વંધ્યા સ્ત્રી! મારા ભાગ્યમાં સંતાન જન્મનું સુખ ક્યાંથી હોય ?” ત્યારે ચંદ્રગતિરાજાએ તેને સંપૂર્ણ હકીકત સંભળાવીને કહ્યું- “ગર્ભધારણ અને પ્રસૂતિની વેદના ઇત્યાદિ કષ્ટોનો અનુભવ કર્યા વગર આપ મા બની ગયા છો. હે દેવી ! આ તો આશ્ચર્યજનક વાત છે.” ત્યાર પછીની શેષ રાત્રિ મહાદેવીએ પ્રસૂતિકક્ષમાં વીતાવી. સવાર થતાં જ પુત્રજન્મની ઉદ્ઘોષણા કરવામાં આવી. નગરમાં ધામધૂમથી પુત્રનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો. ઉત્તમોત્તમ રત્નો જડેલા કંડલના કારણે બાળકનું મુખ અત્યંત તેજસ્વી, દેદીપ્યમાન દેખાતું હતું. તેથી તેનું નામ ભામંડલ રાખવામાં આવ્યું. પોતાના પાપકર્મના ઉદયથી તે બાળક પોતાની જન્મદાત્રીથી વિખુટું પડી ગયું. પરંતુ પુણ્યકર્મના ઉદયથી તેણે તેનું બાળપણ ચંદ્રગતિરાજાના મહેલમાં સુખેથી વીતાવ્યું. શું કહીએ આ કર્મના પરાક્રમને, જે ક્યારેક પળવારમાં રાજા મહારાજાઓને રસ્તે રખડતા કરી દે છે, તો ક્યારેક રસ્તા પર રખડતા કોઈક નિર્ધનને ધનાધિપતિ બનાવી નિરપરાધીને વિયોગના અગ્નિમાં તપાવ્યો હશે ? મારા કરેલાં કોઈ કર્મનો દંડ મારે હવે ભોગવવો પડી રહ્યો છે? ક્યાં છે મારો નાનકો, ક્યાં છે મારો લાડકવાયો?' આ પ્રકારે વિલાપ કરતી મહારાણી વિદેહાને સાંત્વન આપતાં જનકરાજાએ કહ્યું,- “મહારાણી ! આપ ચિંતા ન કરો ! હું ત્વરિત રાજદૂતોને બાળકને શોધવા મોકલું છું.” પરંતુ રાજદૂત પણ નવજાત બાળકને જ્યારે શોધવામાં અસમર્થ રહ્યા. ત્યારે તેઓએ, આ બધું પોતાના જ કર્મોનું ફળ છે, એ હકીકતનો સ્વીકાર કર્યો. પુત્રીનું નામ સીતા રાખવામાં આવ્યું. સીતા એ નામનો અર્થ છે- જેમાં અનેક સગુણરૂપ સભ્ય અર્થાત્ ધાન્યના અંકુરો ફૂટી નીકળે છે તે, અર્થાત ભૂમિ અથવા મનોભૂમિ. ધીરે ધીરે પુત્ર-વિયોગનું દુઃખ મહારાણી ભૂલવા લાગી. સુખ અને દુઃખ બંને અનિત્ય છે..... અશાશ્વત છે. તે આવતાં-જતાં રહે છે. સુજ્ઞ વ્યક્તિ ભૌતિક સુખ-દુ:ખના કંથી મુક્ત થઈને મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે છે. કારણ કે કેવલ મોક્ષ જ શાશ્વત છે, અનંત સુખમય છે. એક કવિએ કહ્યું છે કે : एक ही डाल पर लगते हैं शूल, उसी डाल पर लगते हैं फूल। दुःख के बाद सुख, सुख के बाद दुःख, यह है प्रकृति का रूल ।। | Go Go છોટા6 છો જ છે. ) અહીંયા ચંદ્રગતિરાજાની નગરીમાં પુત્રજન્મનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે ત્યાં જનકરાજાની નગરીમાં શોકના વાદળ ઘેરાયેલાં હતાં. મહારાણી વિદેહાએ યુગલને જન્મ તો આપ્યો. પરંતુ તે પોતાના પુત્રને જોઈ પણ ન શકી. પુત્રવિરહથી વ્યાકુળ બનેલી હતાશ મહારાણી વિલાપ કરવા લાગી‘અરે! પૂર્વજન્મના કોઈવરીએ મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો છે. તે વિધાતા ! તેં મને આંખો આપી અને એને છીનવીને પુનઃ નેત્રહીન બનાવી દીધી. તાજા કમળથી પણ કોમળ મારું નાનું બાળક કેવી યાતનાઓનો સામનો કરી રહ્યું હશે? શું મેં પૂર્વજન્મમાં કોઈ મા પાસેથી તેનું બાળક છીનવી લીધું હશે ? શું મેં કોઈ * ચંદ્રગતિ, પિંગલદેવ તથા રાજપુત્ર ભામંડલના પૂર્વભવોની વિસ્તૃત માહિતી માટે જુઓ પરિશિષ્ટ Go Ronly www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142