Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 43
________________ | 30 મુનિ સત્યભૂતિના પ્રવચનથી ભામંડલ બેભાન મુનિરાજશ્રી સત્યભૂતિ મન:પર્યવજ્ઞાનના સ્વામી હતા, તેથી ભામંડલના મનની પરિસ્થિતિ તેઓ સમજી ગયા. તેમણે પોતાની દેશનામાં જનકરાજાની રાણી વિદેહાની કુક્ષિએ પુત્ર પુત્રી રૂપે જન્મેલ ભામંડલ અને સીતા તેમજ પુત્ર ભામંડલના અપહરણનો વૃત્તાંત યથાર્થ રૂપે સમજાવ્યો. તથા ચંદ્રગતિરાજા, પુષ્પવતી રાણી અને તેમના યુવરાજ ભામંડલના પૂર્વભવોનું વિસ્તારથી વર્ણન કર્યું. મુનિરાજશ્રીનું પ્રવચન સાંભળતાં જ ભામંડલ મૂછ ખાઈને જમીન ઉપર પડી ગયો. થોડીવારમાં ભાન આવતાં જ તેણે ચંદ્રગતિ રાજાને કહ્યું કે- “મુનિરાજ શ્રી સત્યભૂતિની વાત અક્ષરે અક્ષર સાચી છે. કર્મની અકળ લીલા જોઈને રાજા ચંદ્રગતિના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. ભામંડલે પોતાની મોટી બહેન સીતાને પ્રણામ કર્યા અને સીતાએ પણ તેને પોતાનો નાનો ભાઈ જાણી અંતરના આશીર્વાદ આપ્યા તથા રામે તેને પોતાના હૃદયસરસો ચાંપ્યો. રાજા ચંદ્રગતિએ મિથિલાનરેશ જનક તથા તેમની રાણી વિદેહાને લઈ આવવા પોતાના વિદ્યાધરોને મોકલ્યા. તેઓ આવતાં જ તેમને પહેલેથી છેલ્લે સુધીની રજે રજ વાતચંદ્રગતિએ સંભળાવી અને કહ્યું, - “ખરી રીતે તો ભામંડલ આપનો જ પુત્ર છે.’’ આ હકીકત જાણતાં જ રાણી વિદેહાની છાતીમાંથી દૂધની ધારાઓ છૂટવા લાગી. આથી જનકરાજા ઘણા આનંદિત થયા. ભામંડલે પણ પોતાના ખરા માતા-પિતાને પ્રણામ કર્યા. માતાપિતાએ પણ પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા. જનકરાજાએ પોતાના યુવાન પુત્રના ખભા ઉપર રાજ્યનો ભાર સોંપી પોતાના આત્મકલ્યાણ માટે મુનિરાજશ્રી સત્યભૂતિ પાસે ભાગવતી દીક્ષા લીધી. S NEW CIE UNESE ત્યાર બાદ દશરથ રાજાએ મુનિશ્રીને પોતાનો પૂર્વભવ જણાવવા વિનંતિ કરી. સત્યભૂતિ મુનિ પાસેથી પોતાના fપૂર્વભવનોવૃત્તાંત સાંભળીને દશરથ રાજાનો વૈરાગ્ય ભાવ ઘણો વધી ગયો અને રામને રાજ્યગાદી સોંપવા માટે મહેલમાં ગયા. ભામંડલે રથનુપુરની દિશા તરફ ગમન કર્યું. 0િ06 ઉOUS COME IF . ; ; ; fપૂર્વભવમાં જનકરાજા અને સત્યભૂતિ મુનિ સાથે દશરથને કયા સંબંધો હતા? પૂર્વભવનો ઈતિહાસ સાંભળીને દશરથના મનમાં પણ વૈરાગ્ય કેમ જાગ્યો ? આ Jan Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142