Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 32
________________ જનકનું અપહરણ રાજા દશરથની આજ્ઞા મળતાં જ લક્ષ્મણ અને રામે પોતપોતાના સૈન્ય સાથે મિથિલાનગરી તરફ પ્રયાણ આદર્યું. જીતવાની આશાવાળા યવન સૈનિકોએ મિથિલાનગરીને ચારે બાજુથી ઘેરો ઘાલ્યો હતો. મહારાજા જનક ઘણા ચિંતાતુર થઈ ગયા હતા. આખો આ સંસાર ચિંતાથી ભરેલો છે. જ્યાં એક ચિંતા દૂર થાય, ત્યાં બીજી આવીને ઉભી થઈ જાય છે. ફક્ત મુનિ ભગવંતો કે જેમણે સર્વ પાપોનો ત્યાગ કરવા પૂર્વક સર્વવિરતિ વ્રત ગ્રહણ કરેલ છે અને વૈરાગ્ય લક્ષ્મીની આરાધના – ઉપાસના કરી રહ્યા છે, તેઓ જ ચિંતાથી મુક્ત હોય છે. સંસારમાં ટકી રહેવાની ચિંતા, પેટ ભરવાની ચિંતા, સગાવહાલાની ચિંતા, પારકાઓની ચિંતા, પોતાનો જીવ બચાવવાની ચિંતા, બીજાના જીવ બચાવવાની ચિંતા, તે આ માયાવી સંસારનું લક્ષણ છે. રામે યવન લશ્કરનો કરેલો વેરવિખેર રામનું લશ્કર જોતાંવેત યવનોનું સૈન્ય તેમના ઉપર તૂટી પડ્યું. થોડી જ ઘડીઓમાં દુશ્મનોનાં શસ્ત્રોની ઝડીથી આકાશમાં અંધારું છવાઈ ગયું. યવનસૈન્ય માની લીધું હતું કે તેમનો વિજય નક્કી જ છે. મહારાજા જનક પણ નિરાશાના સાગરમાં ડૂબી ગયા. થોડી જ વારમાં રામે પોતાના ધનુષ્યની પણછ ખેંચી ટંકાર કર્યો અને ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. ક્ષણવારમાં એકધારી બાણોની વર્ષાથી યવનોનું સૈન્ય વેરવિખેર થઈ ગયું. યવન સૈનિકો આશ્ચર્ય પામ્યો. અચાનક તેમનું ધ્યાન રામ અને લક્ષ્મણ તરફ ગયું. પોતપોતાનાં શસ્ત્રો લઈને તેઓ રામની તરફ દોડવા લાગ્યા. પરંતુ આંખના પલકારામાં રામે તે બધાને શસ્ત્રોના મારથી વેરવિખેર કરી નાંખ્યા. જેવી રીતે એક અષ્ટાપદ પ્રાણી હાથીઓને હતા-નહતા કરી નાંખે છે, તેવી જ રીતે રામે પણ યવનોની સેનાને હતી-નહતી કરી દીધી. જીવ બચાવવા બાકીના સૈનિકો ભાગવા લાગ્યા. યુદ્ધભૂમિનો દેખાવ થોડી જ વારમાં બદલાઈ ગયો. જનકરાજાના સૈન્ય વિજયનાદ કર્યો જે સાંભળતાં જ તેઓએ નિરાંતનો અનુભવ કર્યો અને સૌ નગરજનોના આનંદની સીમા ન રહી. આ ચિંતા ચુડેલે જુદા જુદા રૂપો ધારણ કરી આખી દુનિયાને મોહવશ કરી છે. તે એટલી હદ સુધી કે તેણે જ્ઞાનીઓને પણ છોડ્યા નથી. ફક્ત મુનિભગવંતો જ તેનાથી અંજાયા નથી. વરની ચિંતાથી જનકરાજા મુક્ત તો થયા. પણ સીતાના લગ્ન જાહેર કરવાથી વચ્ચે કેટલી મુશ્કેલીઓ આવી રહી છે... તે હવે જોઈએ. રામના ભવ્ય પરાક્રમથી આનંદિત થયેલા જનકરાજાએ પોતાની પુત્રી સીતાના લગ્ન રામ સાથે કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી. દશરથ રાજા યુદ્ધભૂમિ ઉપર આવ્યા, તેથી જનકરાજાના બે કામ સફળ થયા. સૌથી પહેલું યવન સૈનિકોથી થનારા વિનાશથી જૈન તીર્થોની રક્ષા થઈ અને બીજું પોતાની કન્યા માટે લાયક વરની પ્રાપ્તિ થઈ. રામનું મિથિલાનગરી આવવાનું પ્રયોજન સીતા સાથે લગ્ન કરવા માટેનું નહોતું. પરંતુ પિતૃભક્તિ સાથે ધર્મનું રક્ષણ કરવાનું હતું. ધર્માત્માઓ ધર્મ ઉપરનું આક્રમણ કે ધર્મનો ધ્વંસ થતો જોઈ શકતા નથી. ધર્મરક્ષા માટે રામે દાખવેલા પરાક્રમથી જનકરાજા ઘણા પ્રભાવિત થયા. તેથી જ તેમણે રામના માંગ્યા વગર તેમની સાથે પોતાની પુત્રીના લગ્ન નક્કી કર્યા અને પોતાની પુત્રી માટે લાયક વર મળતા ચિંતા મુક્ત બન્યા. જનક રાજાએ સીતાના લગ્ન કરવાનું જાહેર કર્યું, ત્યાં ચારે બાજુથી સીતાના રૂપ અને ગુણોની બોલબાલા થવા લાગી. સીતાની સુંદરતાના વખાણ સાંભળીને નારદજીને પણ તેને નીરખવાનું મન થયું. એક દિવસ જનકરાજાની પુત્રીના આવાસમાં આવી પહોંચ્યા. જો કે નારદજી અખંડ બ્રહ્મચારી હતા. મન, વચન અને કાયાથી પવિત્ર શિયળવ્રતધારી નારદજીને રાજમહેલમાં રાજાના રાણીવાસમાં આવતાં જતાં કોઈ પણ રોકી શકે, તેમ નહોતું. તેમના ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ નહોતો અને તેમને કોઈ પણ જાતની ખરાબ ભાવના પણ નહોતી, છતાં તૂહલવશ થઈને નારદજી સીતાના મહેલમાં દાખલ થયા. દુબળુ પાતળું શરીર, મોટી ફાંદ, ફક્ત પીળા અલ્પ વસ્ત્રો, પીળા વાળ, પીળી આંખો તથા લાંબી મોટી ચોટલી આવું બધુ ધારણ કરેલા નારદજીને જોઈને સીતા ડરથી કંપવા લાગી અને બૂમો પાડવા લાગી કે,- “ઓ માડી રે ! દોડો - દોડો મને બચાવો.” સીતાને આવી રીતે બેબાકળી થઈને ચીસો પાડતી સાંભળતાં મહેલના ચોકીદારો, દાસદાસીઓ, રક્ષકો, સૈનિકો, સૌદોડાદોડ કરી આવી પહોંચ્યા. કાંઈ પૂછ્યા વગર જ નારદજી ઉપર તૂટી પડ્યા. કોઈએ એમની ગરદન પકડી, તો કોઈએ તેમની ચોટલી ખેંચી, કોઈએ તેમના હાથ પકડી મરડ્યા, તો કોઈએ માર માર્યો. તો પણ જેમ તેમ કરીને નારદજી ત્યાંથી છૂટીને આકાશ માર્ગે વૈતાઢ્ય પર્વત ઉપર આવી પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ તેમણે વિચાર્યું, - “વાઘણથી ઘેરાયેલી ગાય ભાગ્યે જ બચી શકે છે, તેમ હું પણ એવી વાઘણો સમાન ક્રૂર દાસીઓના હાથમાંથી બચીને વૈતાઢ્ય પર્વતના શિખર સુધી પહોંચી શક્યો છું. મારા આવા અપમાનનો બદલો મારે લેવો જ જોઈએ. હવે હું વૈતાઢ્ય પર્વતની દક્ષિણ તરફ આવેલ ચંદ્રગતિ રાજાના મહેલમાં જઈ ત્યાં સીતાનું ચિત્ર કપડા ઉપર બનાવી તે રાજાના પુત્ર ભામંડલને બતાવીશ. તે જોવાથી તેને સીતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142