Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 31
________________ 18 સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા પડતીના સમયમાં આપ એકલા જ તેમની બાજમાં ઉભા રહી તેમને આધારરૂપ થશો. હે ક્ષત્રિયશિરોમણિ ! દુ:ખના સમયે જેવી રીતે નિરાધાર પોતાના કુળદેવનું સ્મરણ કરે છે, તેવી જ રીતે સંકટ સમયે જનકરાજા પોતાના સાચા મિત્રને સંભારે છે. તેથી આપ તેમને સહાય કરો, એવી પ્રાર્થના છે. આશા છે. સજ્જન માણસનું મન વજથી કઠણ અને લથી પણ વધારે કુમળું હોય છે.” એક સુભાષિતકારે કહ્યું છે કે : वजादपि कठोराणि मृदूनि कुसुमादपि। लोकोत्तराणां चेतांसि, कोऽहि विज्ञातुमर्हति ।। દશરથ રાજાએ રણભેરીનો નાદ કરાવ્યો. તે જ સમયે રામે રાજ્યસભામાં પ્રવેશ કર્યો અને વિનયપૂર્વક કહ્યું – “હે પિતાશ્રી ! આપ આપના પરમ મિત્રની સહાય કરવા જઈ રહ્યા છો, તો હું મારા ભાઈઓ સાથે અહીં રહીને શું કરીશ ? પુત્રપ્રેમથી આપને કદાચ લાગતું હશે કે, મારા પુત્રો હજુ બાળક છે, તેઓ બર્બર સૈનિકોની સામે કેવી રીતે લડી શકશે ? પણ હું માત્ર એટલું જ કહીશ કે આગનો માત્ર એક તણખો જંગલોના જંગલને રાખ કરી દેવા શક્તિમાન હોય છે. સૂર્યવંશમાં જન્મેલ દરેક માનવસ્વભાવથી જ પરાક્રમી હોય છે. તેથી હવે આપ રાજીખુશીથી અમને યુદ્ધમાં જવાની રજા આપો. તેથી અલ્પ સમયમાં જ આપના વિજયની જયગાથા સંભળાશે.” આ ઉપરથી આપણને અનુમાન થઈ શકે છે કે આપણા પૂર્વજોના સુપુત્રો કેટલા વિનયવાન હતા ? જ્યાં મોતનો ભેટો થવાનો સંભવ હોય, ત્યાં પોતે આગળ પડીને પણ પોતાના વડીલોને તેમ કરવા દેતા નહોતા. આજના એશઆરામી જમાનામાં ખાવાપીવા, પહેરવા ઓઢવા, મોજશોખ માણવા યુવાનો આંધળી દોટ મૂકી રહ્યા છે. રોજબરોજના જીવનની ફરજ, કુટુંબ નિભાવવાની કે રાષ્ટ્ર સામેના પડકારોની જવાબદારી વડીલોના માથે નાંખતાં તેમને જરા પણ પસ્તાવો થતો નથી. આપની મિત્રતા દૂધ અને પાણી જેવી છે. જ્યારે દૂધ ગરમ કરતાં ઉકળવા માંડે, ત્યારે તેની સાથે તેમાં રહેલું પાણી પણ ઉકળવા માંડે છે. ઉભરાઈને આગમાં પડતી વખતે પાણી છાંટવાથી તે દૂધ ઉભરાતું બચી જાય છે અને આગમાં પડતું નથી. રાજા જનકની અંતરની વેદના સાંભળીને આપ પણ દુઃખ અનુભવો છો, તેથી તેમના વિનાશમાં શીતળ જળ સમાન આપ પધારી તેમને શાંતિનો અનુભવ કરાવો.” દૂતે વિસ્તારથી કહ્યું – “વૈતાઢ્ય પર્વતની દક્ષિણદિશામાં તેમજ કૈલાશ પર્વતની ઉત્તર દિશામાં અનાર્ય દેશ આવેલ છે, તેમાં પણ અર્ધ બર્બર દેશની પ્રજા અત્યંત દયાહીન છે. આ પ્રદેશની પ્રજા અતિ ક્રૂર અને ઘાતકી છે. તે દેશમાં મયુરસાલ નામનું નગર આવેલું છે. આ નગરનો રાજા આંતરંગતમ અત્યંત ક્રૂર મ્લેચ્છ છે. જૈન શાસનના દ્રષી આ રાજાએ બીજા કેટલાક રાજાઓ સાથે મળીને પવિત્ર એવી મિથિલાનગરી ઉપર કાળભૈરવની જેમ ચઢાઈ કરી છે. બર્બરસેનાએ જૈન મંદિરો જેવા બીજા ઘણાં ધાર્મિક સ્થળોનો ધ્વસ કર્યો છે. આ બધાં દુષ્કૃત્યો રોકવા માટે આપ અમારા મહારાજા જનકની સહાયતા કરો. મારા સ વ ા મ ી ની અ ત ય . ૨ ની પરિસ્થિતિ ક્રૂર મગર છે. ગજરાજનો પગ પોતાના મોઢામાં સજજડ પકડી રાખ્યો હોય, એવી ભયંકર આપત્તિ ભરી છે. તે પુરુષોત્તમ ! મારા સ્વામીની સહાય કરવી, તે ધર્મની સહાય કરવા સમાન છે. આપ અમને નિરાશ નહિ કરો, એવી Jain Education International Personel & Pilate Use Only W farv=He a

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142