Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 16
________________ બાલ્ય તથા તરુણ અવસ્થાને પાર કરીને યુવાન બન્યા. આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સુધી તેમણે યુવાવસ્થામાં પગ નહોતો મૂક્યો, ત્યાં સુધી એમના રાજ્યમાં એક પણ ઉપદ્રવ નહોતો થયો. 3 ભૂલીને ઉત્કૃષ્ટતપ તથા સંયમ સાધનામાં એવા એકાગ્ર બન્યાકે તેમના માનસપટ પર અતીતમાં ભોગવેલા વૈભવનો પડછાયો પણ ક્યારેય ન પડ્યો. હું રાજકુમાર હતો, સુખસાધનોનો ભોક્તા હતો, હવે મારાથી આવી કઠોર સાધના કેવી રીતે થશે ? આવા ક્ષુદ્ર તથા કાયર વિચારો તેમના ઉત્કૃષ્ટ આત્માને ક્યારેય પણ સ્પર્શી શક્યા નહિ. ‘‘ઝાડ જેવા પાટિયાઆ પંક્તિ અનુસાર યુવામુનિ અનંતરથ પણ પોતાના પિતા મુનિની જેમ સંયમ તથા તપ સાધનામાં ઉન્નતિ કરતા રહ્યા. ઉપરોક્ત ઉદાહરણ પરથી સમજી શકાય છે કે પ્રાચીન કાળમાં શાસક સત્તાના લોભી નહોતા, સિંહાસનને વળગી રહેવામાં એમને જરા પણ રુચિ થતી નહોતી. જેમ સાકર પર બેઠેલી માખી કોઈક કારણ મળતાં જ ઉડી જાય છે, એવી જ રીતે યોગ્ય આત્માને કારણ મળતાં જ વૈરાગી બની સજ્વર રાજ્યનો ત્યાગ કરી ચારિત્રધારી બની જતા. અનરણ્યરાજા પણ દૂતના સંદેશ રૂપી નિમિત્ત મેળવીને પોતાના પુત્ર સહિત ચારિત્રધારી મુનિ બની ગયા. રાજર્ષિ અનરણ્ય રાજ્ય વૈભવને ભૂલીને સંયમ જીવનની સાધનામાં એટલા બધા એકાગ્ર બની ગયા કે શરીર ને પણ ભૂલી ગયા. છઠ્ઠ – અઠ્ઠમ, માસક્ષમણ ઇત્યાદિ ઉગ્ર તપશ્ચર્યા દ્વારા કઠિન કર્મોના દલદલમાંથી મુક્ત થઈને તેમનો આત્મા નિર્મળ બની ઉર્ધ્વગામી બન્યો. ‘‘હું પાતયામિ ાઈ સધયાન'' આવી ઉત્કૃષ્ટ ભાવના ભાવતાં ભાવતાં શરીરને ક્ષીણ બનાવીને તેઓએ કર્મોને એવા પ્રકારે કૃશ બનાવ્યા કે ઘાતી કર્મોનો નાશ થઈ ગયો. કેવલજ્ઞાન પામીને રાજર્ષિ અનરણ્યએ મોક્ષરૂપી શાશ્વત સુખ મેળવ્યું. અનંતરથ મુનિ પણ પોતાના રાજ્યભવ, વિલાસના સાધનોને - રાજા દશરથ પુણ્યાત્મા હતા. પોતાના પુણ્યપ્રભાવના ફળસ્વરૂપે તેમને અતુલ ધેર્ય, સાહસ તથા પરાક્રમનું વરદાન મળ્યું હતું. આ વરદાનના કારણે રાજ્યમાં આંતરિક રાજદ્રોહ તથા અન્ય શત્રુ રાજાઓ દ્વારા આક્રમણનો સહેજ પણ ભય નહોતો. અન્યથા બાળકરાજા પર કયો લાલચુ શત્રુરાજા આક્રમણ કર્યા વગર રહે ? સ્વયં સર્વેસર્વા હોવા છતાં પણ રાજા દશરથ દીન-દુ:ખીઓ પર કરણાભાવ રાખતા હતા. કોઈપણ યાચક રાજા દશરથના દરવાજેથી ખાલી હાથે પાછો ફરતો નહોતો. અગિયારમાં કલ્પવૃક્ષની જેમ તેઓ બધાની ઈચ્છાપૂર્તિ કરતા હતા. રાજા દશરથ મોક્ષસાધકધર્મ તથા ક્ષત્રિયધર્મ બંનેનું પાલન સતર્કતાથી કરતા હતા. કેટલાય આત્માઓ સત્તા પ્રાપ્ત થતાં, તેના મોહમાં પાગલ બનીને સ્વધર્મને જ ભૂલી જાય છે. આવા દુર્ગુણી આત્માઓ દુર્ગતિ સિવાય બીજું શું પ્રાપ્ત કરી શકે ? ધર્મશીલ દશરથ રાજાનું પાણીગ્રહણ યુવાનવય પ્રાપ્ત થયા બાદ ઉત્તમ કુળમાં જન્મેલી ત્રણ રાજકુમારીઓ સાથે રાજા દશરથ લગ્નગ્રંથીથી જોડાયા. તેમની પહેલી પત્ની અપરાજિતા નામે હતી, જેનું બીજું નામ કૌશલ્યા હતું. તે દર્ભસ્થળનગરના રાજવી સુકોશલની મહારાણી અમૃતપ્રભાની કૂખે જન્મેલ હતી. બીજી પત્ની સુમિત્રા હતી, જે કમલસંકુલના શાસક રાજા સુબંધુતિલકની રાણી મિત્રાદેવીની પુત્રી હતી. તેમજ ત્રીજી પત્ની રથનુપુરનગરના મહારાજાની સુપુત્રી સુપ્રભા હતી. રાજા દશરથ ઘણા વિનયશીલ હતા. તેઓ સ્વધર્મ અને રાજ્ય લક્ષ્મી એ બંને પુરુષાર્થોને કોઈ જાતની બાધા ન પહોંચે, એવું લક્ષ રાખીને પોતાની ત્રણેય પત્નીઓ સાથે સંસાર સુખનો ઉપભોગ કરતા હતા. પોતાનો ધર્મ ભૂલીને વિષયસુખમાં ગળાડૂબ રહેતા ન હતા. અત્યારના સમાજમાં માણસ વિષયસુખમાં એટલો બધો મસ્ત રહે છે કે લગ્ન થતાં જ પોતાનો ધર્મ અને ફરજ ભૂલી જઈ મન, વચન અને કાયાથી ફક્ત ઈન્દ્રિય સુખોનો જ વિચાર કરે છે- “મારી પત્ની સાથે એકાંત માણવા ક્યાં જાઉં? અહીંજાઉં કે ત્યાં જાઉં?’’ આવા વિચારોમાં જ તે પોતાનો ધર્મ ભૂલી જાય છે એટલું જ નહિ, પણ ધર્મનો દ્વેષી સુદ્ધા બની જાય છે. સમ્યગ્દષ્ટિ આત્મા સમજે છે કે કર્મના ઉદયથી સંસાર સુખ - કામક્રીડા પણ કરવી પડે છે. એમ કરતાં કરતાં પણ ધર્મ અને અર્થને કોઈ પણ જાતની આંચ ન આવે, એની પૂરે-પૂરી સાવચેતી પૂર્વકનો વ્યવહાર રાખી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. જે જીવો કામભોગને આધીન રહીને ધર્મ અને અર્થને ભૂલી જાય છે. તેઓ આ જગતમાં ધૃણાને પાત્ર બની જાય છે અને મૃત્યુ પછી ભવોભવ સુધી ભયંકર દુઃખો ભોગવે છે. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે- “મન ga મનુષ્યનાં વાર વન્યૂમોક્ષયો: I'' સમ્યગ્દષ્ટિ આત્મા સંપૂર્ણપણે ભલે ને ભોગોનો ત્યાગ ન કરી શકે, પણ પોતે પોતાની મર્યાદાઓમાં અવશ્ય રહે છે. જેના ફળસ્વરૂપે અશુભ કર્મોનું ઉપાર્જન ન કરતાં તે મુક્તિમાર્ગ તરફ આગળ વધતો જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142