________________
૧૨,
એજર ઉપેથાસી ગુજરાતી લેરી તથા જુદે છે અને
મદાવાડ, ખંબાત વગેરે ગામમાં રહી રાસ રચાનું અમુક અમુક રાસમાં કવિએ જણાવે છે. બિકાનેર સુધી ગુજરાતી ભાષા તે કાળે સારી રીતે સમજાતી એમ તે ઉપરથી જણાય છે.
• મેજર ઉપેદ્રથાથ બાસુ પોતાના નિબંધમાં જણાવે છે કે “ઉત્તર હિંદમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી જેટલી કોઈ પણ હિંદુસ્તાનની બીજી ભાષા તેટલાજ જુદી જુદી જાતના લેકે તથા જુદે જુદો ધર્મ પાળનારા માણસોમાં બોલાતી નથી: ‘હિંદ, પારસી, મુસલમાન અને જૈન એ ચાર સપ્રદાય પાળનારા લેકે ગુજરાતીને ઉપયોગ કરે છે. માત્ર સંસારી વિષય નહિ પણ તેમનાં ધાર્મિક પુસ્તક સુદ્ધાં એ ભાષામાં લખાયેલાં છે તેથી જુદા જુદા લેકોને હાથે ગુજરાતી ભાષાની જુદી જુદી રીતની મૂર્તિ ઘડાઈ છે.” - કેટલાક વિદ્વાને એમ કહે છે કે જૈન ગદ્યપદ્ય તે માત્ર તેમના ધર્મને લગતું હોવાથી તેમના તરફ ભાષાના અભ્યાસીઓનું લક્ષ ખેંચાયું નહિ. મેજર ઉપેદ્રનાથ બાસુ લખે છે કે “ગુજરાતમાં ઘણા જૈન વસે છે “એક વખત એવો હતો કે જ્યારે જૈન સંપ્રદાયીઓને સંસ્કૃત ભાષાનું બહુ સારું જ્ઞાન હતું. તેમનાં બનાવેલાં સંસ્કૃત પુસ્તકે હજુ સુધી પ્રચલિત છે તેમાંના ઘણાઓ ગુજરાતીમાં કવિતાઓ બનાવી અમર થઈ ગયા છે. પરંતુ તેમની બધી કવિતા તેમના ધર્મને લગતી છેવાથી તેના નમુના અત્રે આપવાની જરૂર નથી, ” હું નમ્રતાપૂર્વક પૂછવાની રજા લઉં છું કે શું નરસિંહ મહેતાની, દયારામની કે ભાલણની કવિતાઓ ધર્મવિષયક નથી ? મેજર સાહેબ પિતાના ઉપલા લખાણને વિધા ભાસ જેવું એક લખાણ તેજ નિબંધમાં આપે છે “ ઘણું ખરું સંસ્કૃત કવિઓનું અનુકરણ કરી અસલના ગુજરાતી કવિઓ પિતાની કવિતા રચી ગયા છે અને તેમાં ઘણે ભાગ ધર્મ સંબધી છે. આપણા દેશમાં ધર્મભાવનુ પ્રબળ હોવાથી જેઓ ધર્મ સંબધી કવિતા લખે છે તે બધાને પ્રિય તથા પૂજ્ય થઈ પડે છે. એટલું જ નહિ પણ તેથી તેઓ અમર થઈ જાય છે. ” આ લખાણ વાંચ્યા પછી સ્પષ્ટ જણાશે કે ધર્મવિષયે લંખાયેલી જૈન કવિતાઓને કોઈ પણ રીતે ગુજરાતી ભાષાના સાહિત્યમાં થી બાતલ કરી શકાય તેમ નથી.