________________
૧૮
જૈન ગૂર્જર કવિઓ : ૯
છે : પિંડવિશુદ્ધિપ્રકરણ, ગણધરસાર્ધશતક, ષડશીતિ વગેરે. સં. ૧૧૬૭માં તેમને (ચિત્રકૂટમાં) દેવભદ્રાચાર્યે સૂરિપદ આપ્યું (પદસ્થાપના કરી) અને ત્યાર પછી તેઓ છ મહિને સ્વર્ગે ગયા.
તેમના વખતમાં મધુ ખરતરશાખા જુદી થઈ (નીકળી) અને આથી પહેલો ગચ્છભેદ થયો.
તેમણે દશ હજાર જેટલા વાગડના શ્રાદ્ધોને પ્રતિબોધ્યા. ચિત્રકૂટમાં ચંડિકા પ્રતિબોધી. ત્યાં સૂરિમંત્રબલથી ધનવાન થયેલા સાધારણ નામના શ્રાવકે કરાવેલા ૭૨ જિનાલયમંડિત વીરસ્વામીચૈત્યની પ્રતિષ્ઠા કરી. ક્ષ.
આચાર્યપદ સં.૧૧૬૭ અસાડ સુદ ૬, સ્વર્ગવાસ સં.૧૧૬૭ કારતક વદ ૧૨. તેમના ગ્રંથો માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ ભા.૨, પૃ.૪૩૧-૩૨ તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, ફકરા ૩૧૫-૧૬.] - ૪૪. જિનદત્ત ઃ પિતા વાછિગ મંત્રી, માતા વાહડ દેવી, (ધંધૂકાનગરવાસી). ગોત્ર હુમ્બડ, જન્મ સં. ૧૧૩૨, મૂલ નામ સોમચંદ્ર, દક્ષિાકાલ સં.૧૧૪૧ (વાચક ધર્મદેવ પાસે) અને સૂરિમંત્ર સં.૧૧૬૯ના વૈશાખ વદિ છઠ્ઠને દિને ચિત્રકૂટમાં દેવભદ્રાચાર્ય પાસેથી મળ્યો. તેમણે ઘણાં શહેરોમાં ચમત્કાર દર્શાવ્યા; આથી જેનધર્મ ઘણો ફેલાવ્યો. તેમણે “સંદેહદોલાવલી' અને બીજા ઘણા ગ્રન્થો રચ્યા (જેવી રીતે ‘ગણધરસાર્ધશતક' કે જે જિનવલ્લભે રચ્યો હતો તે જ નામનો ગ્રંથ તેમણે પણ લખ્યો હતો). સં.૧૨૧૧ના આષાડ શુદિ એકાદશીએ અજમેરુમાં મરણવશ થયા.
તેમણે વિક્રમપુર(વીકાનેર)માં મારિ નિવાર્યો અને માહેશ્વરી લોકોને પ્રતિબોધી જૈન કર્યા. – સં.૧૫૮૨ની પટ્ટાવલી તથા ક્ષ.
પ00 સાધુ અને ૭00 સાધ્વીને દીક્ષા આપી. તેમણે ઘણાં નગરોમાં નાહટા, રાખેચા, ભણશાલી, નવલખા, ડાગા, લૂણિયા આદિ ગોત્રવાળા એક લાખથી અધિક શ્રાવકો કર્યા. ખરતરગચ્છના તેમને “મોટા દાદા' તરીકે કહે છે. દીક્ષાનામ પ્રબોધચંદ્ર. અજમેરના રાજા અર્ણોરાજથી બહુ માન મેળવ્યું હતું. અજમેરમાં વીસલપુર નામે તળાવને કાંઠે તેમનો સ્તૂપ કરવામાં આવ્યો હતો. તેમણે રચેલ ગ્રંથો : સંદેહદોલાવલી, ગણધરસપ્રતિ, ચર્ચરી, ઉસૂત્રપદોહ્વનકુલક, ગણધર-સાર્ધશતક, ગુરુપરતંત્ર્ય-સ્તોત્ર, તંજયો સ્તોત્ર, પદસ્થાપનવિધિ, પાર્શ્વનાથસ્તોત્ર, પ્રબોધોદય વગેરે. – જુઓ ધનપતસિંહ ભણશાલી લિખિત તેમનું જીવન.
[વિશેષ જુઓ તપા. પટ્ટાવલી ક. ૪૧ને અનુષંગે.]
સં.૧૨૦૪માં જિનશેખરાચાર્યે રુદ્રપલ્લીમાં રુદ્રપદ્ધીય ખરતરશાખા સ્થાપી. આ બીજો ગચ્છભેદ થયો.
આ ગચ્છમાં સોમતિલકસૂરિ થયા હતા કે જેમણે “શીલોપદેશમાલા” પર વૃત્તિ રચી, અને તેમના શિષ્ય દેવેન્દ્ર પ્રશ્નોત્તર-રત્નમાલા' પર વૃત્તિ સં. ૧૪૨૯માં રચી. બર્લિન હસ્તલિખિત પ્રતોના અંતે આપેલાં વંશવૃક્ષો જુઓ.
૪૫. જિનચન્દ્ર (૨) : જન્મ સં.૧૧૯૭ ભાદ્રપદ શુદિ અષ્ટમી, પિતા શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org