________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. વિવેચન–પધનાદિકને દેખી ચિત્તને એ પરિણામ થાય કે એ ધનથી આ માણસ રહિત થાઓ ! એ ધન મને જ પ્રાપ્ત થાઓ ! બીજા કોઈને પ્રાપ્ત ન થાઓ, એનું નામ ઇ. લોકપ્રિયત્સાદિક ગુણને લેપનારે રોષ તે ક્રોધ. આમાને મલીન કરે તે દેવ. અપ્રીતિ છે લક્ષણ જેને તે દ્વેષ. પારકા દેષ ગાવા તે પરિ. વાદ. સદ્ધર્મથી પિતાને ચૂકવે–ભુલાવે તે અસર. અક્ષમા-પરની સરસાઈ સહન કરી શકાય તે અસૂયા. પરસ્પર વધાદિકથી ઉત્પન્ન થયેલ કેપમાંથી નીપજેલ વિર. અત્યત કોપ એટલે શાન્ત થયેલા પણ કે પાગ્નિનું પ્રજ્વલિત થવું તે પ્રચંડ. એ વિગેરે બીજા પણ અનેક શ્રેષના પર્યાય છે.
હવે કઈ કઈ કિયાઓને કરતો આત્મા રાગ દ્વેષને વશ થાય છે તે વાત ત્રણ કારિકાઓ વડે શાસ્ત્રકાર કહે છે
અપૂર્ણ.
સાવધ. ચંદ્રોદર રાજાની કથા ચાલુ.
અનુસંધાન પૃષ્ટ ૨૪૪ થી. અનુક્રમે કુમાર પાંચ વર્ષને થયું ત્યારે તેને રાજાએ હર્ષપૂર્વક નિઃશેષકળા શિખવવા માટે કળાચાર્યને સેં. અત્યંત અભ્યાસ કરતાં તે કુમારની બુદ્વિના અતિશયને જોવા માટે જાણે કેતુવાળી હોય તેમ સવ કળાઓ તેની પાસે જવા લાગી. કુમારને હર્ષથી લાલન કરતી કળાએ કેતુકથી વારંવાર એકને અંકમાંથી બીજાના અંકમાં લઈ જતી હતી. ચતુર એવી તે કળાઓએ કુમારને એવી રીતે પિતામાં લીન કર્યો કે જેથી તે કુમાર એક ક્ષણવાર પણ તેણીના વિના રહી શકતે નહીં. અનુક્રમે કળાના સમૂહને વિષે અત્યંત અભ્યાસથી દીપતે તે કુમાર જ્ઞાનની વિશેષતાથી ગુરૂને પણ ગુરૂ થયે. લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ)થી ખેદ પામેલું અને સૂર્યની જેવા તીવ્ર તર્કશાસ્ત્રથી આતુર થયેલું તેનું મન વારંવાર પથિકની જેમ સાહિત્ય રૂપી અમૃતની વાવમાં પ્રવેશ કરતું હતું. લક્ષમી અને સરસ્વતીના સંગમવાળા જંગમતીર્થરૂપ આ દાતાર તથા સુવિદ્યાવાન કુમારની પાસે દેશાંતરના વિદ્વાને આવતા હતા. તે કુમાર અભ્યાસને લીધે પિતાના અંગની ચોતરફ તરવારને એવી રીતે ફેરવતો હતો કે જેથી જેનારા લેકે તેને લોઢાના પંજરમાં રહેલું હોય તેમ દેખતા હતા. અભ્યાસના કેતુકથી પણ બીજો કોઈ માણસ તેની સામે ટકી
૧ ખેાળામાં.
For Private And Personal Use Only