Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ જૈન ધર્મ પ્રકાશ. લીધેલા વતનો ભંગ કરવારૂપ ગ્રહિતવ્રતભંગ નામને પુત્રને તે મૃષાવાદ પિતા થાય છે. મર્યાદાને મોટે દમન છે, અને પારકા અયવાદ બોલવારૂપ વાંસળી વગાડવામાં તત્પર છે. કોઈને નરકમાં જવું હોય તે તેને માર્ગ તે બહુ સારી રીતે બતાવી આપે છે તે કુશળ રાજકુમાર છે. ” રાજકુમાર મૃષાવાદનું આ એટલું તાદૃશ્ય વર્ણન છે કે એ સંબંધમાં વિશેષ ટીકાની જરૂર રહેતી નથી. એ રાજપુત્ર જ્યારથી સેબતમાં આવે છે ત્યારથી બુદ્ધિ મહા અધમ થાય છે, અને એક વખત તેના પાશમાં આવ્યા પછી છુટવું મુશ્કેલ પડે છે. એક અસત્ય બેલ્યા પછી તેને જાળવી રાખવા સંખ્યાબંધ અસત્ય બોલવા પડે છે અને તેમ કરતાં ઉપર જણાવેલા બીજા અનેક દુર્ગુણ પ્રાપ્ત થાય છે અને વધતા જાય છે. ધીમે ધીમે અસર બોલવાની ટેવ પડી જાય છે, એટલે પછી તે દૂર કરવી પણ મુશ્કેલી પડે છે. એક લેખક કહે છે કે “સત્ય વચન બેલવાને માર્ગ છે અને સલામત છે, અસત્ય બલવાનો માર્ગ ગુંચવણવાળે અને આડા અવળે છે. એક વખત સત્ય માર્ગથી આડા અવળા ચાલ્યા એટલે આડે રસ્તે ચડ્યા પછી તમારે કયાં અટકવું તે તમારી સત્તામાં રહેતું નથી. એક બેટી યુક્તિ પ્રયુક્તિ બીજી બેટી યુક્તિ પ્રયુક્તિ તરફ તમને ઘસડી જાય છે, અને બીજી ત્રીજી તરફ લઈ જાય છે. આમ વિભાગની અગવડ વધતાં વધતાં તમારી પોતાની બનાવેલી જાળમાં તમે પોતે જ ફસાઈ જાઓ છે.” આ પ્રમાણેની સ્થિતિ છે અને તેનું તાશ્ય દષ્ટાંત જેવું હોય તે રિપદારણનું ચરિત્ર ઉપમિત ભવ પ્રપંચમાંથી બરાબર વાંચવું. એ ચરિત્રના દરેક વિભાગ એવી સારી રીતે લખાયેલા છે કે તે પર લક્ષ આપવાથી સત્ય બોલવાની મહત્વતા બરાબર સમજાય તેમ છે. આ લેખ ધારણું કરતાં અતિ વિસ્તૃત થઈ ગયો છે તેથી તે પર અહીં વિશેષ લખ્યા શિવાય તે વાંચવાની જ ખાસ ભલામણ કરવામાં આવે છે. રિપદારણને અસત્ય બોલવાના પરિણામે પ્રથમ સહજ લાભ થાય છે, એટલે તે લાભ અસત્યના પ્રભાવથી થયેલે તે સમજે છે, પણ અદશ્ય રીતે તેની સાથે પુણ્યદય” નામને મિત્ર રહેલે છે, તેનાં પ્રભાવથી તે લાભ મળે છે, એમ તે સમજાતું નથી. આ પ્રમાણે આપણા સંબંધમાં પણ બહુ વાર બને છે. બેટી યુક્તિ પ્રયુક્તિ લગાવવાથી જરા લાભ મળે તે તેમાં 1 The path of truth is a blain & safe path; that of falschos: is a perplexing maze. After the first departure from sincerity is is not in your power to stop. One ortifico unavoidably leads : to another; as the intricy of the lobyrinthi ivncreases, you are lo entangled in your own snare. Blair. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68