________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭
બ્રહ્મચર્ય. તાના જ કર્મની હકીકત ગોપવવામાં તેનું મન રોકાયેલું રહે છે. બીજા કેઈ ઉપયોગી કાર્યની સુઝજ પડતી નથી. ધનિક અગર રાજભવ સંપન્ન પુરૂષ આવા કાર્યમાં ફસાયેલું હોય છે તે તેના લેબી, લુચ્ચા અને અધમ પાસવાનો આવા કાર્યમાં તેને અસાધારણ સહાય કરવાવડે, તેની પ્રીતિ સંપાદન કરી, તેને આડી અવળી રીતે સમજાવી-અવળા પાટા બંધાવી, અનેક ઉપાયથી ને તદબીરેથી તેની પાસેથી પિસા કઢાવવાનો પ્રયત્ન કરે છે અને આખરે મહા સંકટમાં ફસાવાને પ્રસંગ લાવી મૂકે છે. આવા અણીના સમયે શાણું સલાહકારની સલાહ-શિખામણ તરફ બીલ કુલ લક્ષ્ય આપવામાં આવતું નથી. વ્યભિચારી પુરૂષને અનેક પુરૂની સાથે વિર બંધાય છે–વિરોધમાં ઉતરવું પડે છે. મહા મહેનતે મેળવેલું ધન પણ લંપટ પુરૂ૧ ટુંક મુદતમાં ગુમાવી બેસે છે. પિતાના માતા પિતા તેમજ સંબંધી જર્નીને પણ અનેક રીતે તે પીડા કારક થઈ પડે છે. લંપટ પુરૂષ પિતાના વડીલની ઉજવળ કીર્તિને કલંક લગાડે છે અને કુળમાં અંગારા સમાન લેખાય છે.
- જ્ઞાન, બળ તેમજ કુળમાં હલકામાં હલકી સ્થિતિ અનુભવનાર મનુષ્ય પણ પિતાની સ્ત્રીની પવિત્રતા જળવાઈ રહેવા માટે એટલે બંધ કાળજીવંત હોય છે કે કવચિત્ તેણીની અપવિત્રતા સંબંધી ઉડતી ગપ પણ પિતાને કાને આવતાં તે અનેક સંશયમાં પડી ગમે તેવા અનિષ્ટ પરિણામકારક કાર્યો કરવા તરફ દેરાઈ જાય છે; તરતમાં તે એટલે બધે ઉશ્કેરાયેલું હોય છે કે, પિતાથી બની શકે તે તે ગમે તેટલે દયાળ અગર કાયર છતાં પણ પિતાની સ્ત્રી સાથે વ્યભિચાર સેવનાર પુરૂષને તેમજ પિતાની સ્ત્રીને વધ કરતાં આંચકો ખાતે નથી. અગર તે પોતાની 'આબરૂને કલંક લાગેલું માની, પિતાનાં જાણીતા માણસમાં દેખાવ આપવાનું અને યોગ્ય ધારી આત્મઘાત કરવા તરફ પણ દેરાઈ જાય છે.
ખુનના, આત્મઘાતના તેમજ ગર્ભપાતના મહા ભયંકર અનેક ગુન્ડાઓ બન્યા જાય છે, જેમાંના કેટલાક પ્રકાશમાં આવે છે, ત્યારે ઘણુ ખરા ગુન્હાએ અગર તેનાં કારણે તદ્દન અંધારામાં જ રહે છે.
પરી સેવન કરનાર અન્ય પુરૂષના હક ઉપર કેટલે દરજજો પગ મુકે છે અને જે પુરૂષની રસી સાથે આડો વ્યવહાર કરે છે તેની અતિશય કમળ લાગણી દુખાવી તેને કેટલું બધું નુકશાન કરવામાં આવે છે, તેને ખરેખર ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે તે સામા માણસની સ્થિતિમાં પોતાને મૂકી સઘળી બાબતને ચોગ્ય રીતે વિચાર કરે. દુર્ગુણ-વ્યભિચારી પુરૂષની પિતાની સ્ત્રી પણ તેના વર્તન
For Private And Personal Use Only