Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૩ સર્વ ધર્મની યોગ્યતા. પ્રસંગે પણ તેના દુર્ગુણની છાયા પિતાને ન લાગે તેને માટે સાવચેત રહેવું. સર્ષના સંસર્ગથી ભય પામવા કરતાં દુર્જનના સંસર્ગથી અત્યંત ભય પામવાની જરૂર છે. સર્પ તે બહુ કરે તે આ જન્મમાંજ મરણ પમાડે પણ દુર્જનને સંસર્ગ તે તેને અવગુણુ વાર આપીને દીર્ઘકાળ પચંત ભવભ્રમણ કરાવે છે, જેથી અનેક જન્મ મરણ કરવા પડે છે. આ વાકયે ધર્મની ગ્યતા સંપાદન કરવાની ઈચ્છાવાળાએ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. દુર્જનને સંસર્ગ તજવાના સંબંધમાં અનેક પંડિત પુરૂ અનેક શાદ્વારા ઘણું કહી ગયા છે, પરંતુ તેના વાંચનારા પણ દુર્જનને નહિ ઓળખવાથી અથવા ઓળખ્યા છતાં તેને તજી નહીં શકવાથી તેને સંસર્ગ છોડતા નથી-છેડી શકતા નથી. જેને પરિણામે ખરી ધર્મ ગ્યતાને તેઓ પામતા નથી. માટે જો અંત:કરણથી સદ્ધર્મ ગ્યતા પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રકટી હોય તે દુર્જનને સંસર્ગ સર્વથા તજી દે. પાંચમું વાક્ય ધર્મની યોગ્યતા મેળવવાને સંબંધમાં એ કહ્યું છે કે " વિરહિતચાડલિયાવાહિતા–અસત્ય બોલવાપણું છેડી દેવું. અસત્ય બેલવાથી આ ભવમાં પણ અનેક પ્રકારની હાનિ થાય છે. લોકોમાં વિશ્વાસ નાશ પામે છે. પાંચ માણસ વચ્ચે તેને બોલવા ઉપર કઈ ભર્સ રાખતું નથી. આ સંબંધમાં આ માસિકમાં હાલમાં ચાલતા સત્યના વિષયમાં અન્વય વ્યતિરેક તરીકે ઘણું લખવામાં આવેલ હોવાથી અત્ર વિશેષ લખવામાં આવતું નથી. પરંતુ અસત્યવાદીપણું તજવાની ધમની યોગ્યતા મેળવનારને માટે ખાસ અગત્ય છે. એક સ્થાને કહ્યું છે કે “બીજા વ્રત ભંગ થયા છે તે તેની આલોયણ હોઈ શકે છે, પરંતુ અસત્ય ભાપણની આયણ હોઈ શકતી નથી. કેમકે તેને સત્ય બલવા સંબંધી અવિશ્વાસ આલેયણમાં પણ આડે આવે છે.” અસત્ય બેલનાર મનુષ્ય આ ભવમાં પણ વધ બંધનાદિ અનેક પ્રકારની વ્યથા ભોગવે છે અને પરભવમાં પણ તેને નરકાદિ દુર્ગતિમાં અસહા દુઃખે ભેગવવાં પડે છે. નારકીનાં ચિત્રોમાં તપાવેલા સીસાના રસનું પાન કરનાર તરીકે એને ચિલે દષ્ટિએ પડે છે. અસત્યના અનેક પ્રકારો છે, તેમાં શ્રાવકને માટે ખાસ પાંચ પ્રકાર મુખ્ય બતાવેલા છે. તેની અંદર ગણપણે તમામ વિષયને સમાવેશ થઈ જાય છે. એ પાંચ પ્રકાર પૈકી બેટી સાક્ષી પુરવા સંબંધી અસત્ય ખાસ તજવા યોગ્ય છે. બેટી સાક્ષી પુરવી તે કાંઈ કેર્ટમાં જઈને પુરવી તે જ માત્ર સમજવાની નથી પરંતુ કોઈના પુછવાથી કે વગર પુછવાથી બે માણસ વચ્ચે સાક્ષી તરીકે જે કાંઈ બોલવું તે જે અસત્ય બેલાય તો તે બેટી સાક્ષી પુરેલી ૧ કન્યાલિક, ૨ ગવાલિક, ૩ ભૂલિક, ૪ થાપણ, પ કુડી સાખ, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68