Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ જૈન ધર્મ પ્રકાશ. બો એકદમ તે નવવધુ ઉપર નાખી દીધો અને તેથી તેમાં તે એટલી બધી મશગુલ રહેવા માંડી કે તેણીના મનમાં ફરીથી વિષયસેવનને વિચારજ ઉદ્દભવ્યો નહિ અને પરિણામે તેના સંબંધમાં કંઈ પણ ફરિયાદ કરવાનો પ્રસંગ આવે નહિ.” આથી એમ સૂચન થાય છે કે “નવર બેઠે નખોદ વાળે' એ કહેવત અનુસાર જરા પણ નવરાશમાં વખત ગાળવાથી–સુતાઈથી-નકામા બેસી રહેવામાં કાળ ગુમાવવાથી મર્કટ જેવું ચંચળ મન અશુભ અધ્યવસાયમાં એકદમ દેરાઈ જાય છે. વિષયસેવન એ એક નવરાની નિશાની છે. ધર્મકાર્યમાં–સ્વદેશ સેવામાં કે વાંચવા ભણવામાં મશગુલ રહેનાર માણસ ભાગ્યેજ વિષયાસક્ત માલમ પડશે, વિષયસેવનથી દૂર રહેવા માટે મનને કાબુમાં લાવવાની જરૂર છે. મનના વિચારેજ શુભ અગર અશુભ પ્રવૃત્તિમાં પ્રેરણ કરે છે, અને તેથીજ સારા વિચારો કરવાની ઉત્તમ ભાવનાઓ ભાવવાની ટેવ પાડવાથી તેના અભ્યાસથી સારાં કાર્યો કરવાનું સદ્દગુણ રહેવાનું રહેજે બની શકે તેમ છે. મનવમનુષw, IN વયમો કર્મના બંધનું કે મેક્ષનું કારણ મનુષ્યનું મન જ છે. કામદેવની ઉત્પત્તિનું સ્થાન પણ મનને જ માનવામાં આવે છે, અને તેથી તેને મનોભ ( સંકલ્પજ) કહેવામાં આવે છે. આ કારણથી જ કામવૃત્તિજન્ય વ્યભિચાર દેષથી મુક્ત રહેવા માટે મનને વશ રાખવાનો પ્રયાસ કરવાની શાસ્ત્રકાર તરફથી વારંવાર ભલામણ કરવામાં આવે છે. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એમ કહેવામાં આવે છે, તે પણ ઉપર જણા વેલ ગણતરી એજ. પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી સ્થૂલિભદ્રજી જેવા મજબુત મને બળવાળા પુરૂષે આ દુનિયામાં વિરલાજ નજરે પડે છે, માટે નબળા મનના પુરૂએ સદગુણી રહેવા માટે આ કલિયુગના સમયમાં એટલી બધી કાળજી રાખવાની જરૂર છે કે બનતાં સુધી એવાં સંયોગોમાંજ મૂકાવું નહિ કે જેથી પરસ્ત્રીના સુંદર હાવભાવથી કે પ્રીતિમય કટાક્ષથી લલચાવા–ફસી પડવા પ્રસંગ આવે. બ્રહ્મચર્ય વ્રતની રક્ષા નિમિત્તે શાસ્ત્રકારોએ નવ વાડ જેલી છે તે પણ પ્રતિકુળ સંગેથી દૂર રાખવાના હેતુનેજ લઈને છે. સાવચેત નહિ રહે. નાર અને તેવા પ્રતિકુળ સયોગમાં આવી જનાર અનેક મોટા મોટા પુરૂષે સદ્દ ગુણને રસ્તા ઉપરથી ખસી પડ્યાના દાખલાઓ એતિહાસિક ગ્રન્થોમાં તે. મજ ધર્મ પુસ્તકમાં આપણે રસ્તે સરલ અને વિમુક્ત બનાવવા માટે પ્રકાશ આપવા દીવાદાંડીરૂપે મેજુદ છે. વર્તમાન સમયમાં પણ મોટા મેટા વિદ્વાન - ણાતા, સિંહની માફક મહા સભાઓમાં ગર્જના કરતા, નદીના કાંઠા ઉપર બેઠેલા બગલાની માફક બાહ્ય દેખાવમાં સાધુ પુરૂષ જણાતા, મોટી મોટી ફીલોસેફીના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68