________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવધર્મ.
ર૭, તે શું કહેવું, પણ તે રાજપુત્રીના રૂદનથી વૃક્ષે અને પથ્થર પણ દુઃખી થયા. સર્વ જને રૂદન કરવાનું કારણ તે નિમિત્ત) ભૂલી જવાથી “હા તાત ! હા માત ! છે દેવ!” ઈયાદિ શબ્દો બોલીને રૂદન કરવા લાગ્યા. એ રીતે રસિક (અધિક રસ વાન) થતા શોકની સાથે વિલાસ કરતા સર્વ લોકોને તે દિવસ એક ચપટી વાગે તેટલા વખતની જેમ નિર્ગમન થયું અને રાત્રિ પડી. ચકવાક મિથુનના શબ્દ વડે આકંદ કરતી, તારાઓ વડે અશ્રુબિંદુને ધારણ કરતી અને અંધકાર રૂપ કેશને છૂટા મુકતી રાત્રિ પણ તે વખતે દુઃખી જેવી જણાઈ. ત્યાર પછી ચંદ્ર ઉદય થયો, ત્યારે કુમારના મુખની શંકા વડે કરીને માણસેના હદય હર્ષ પામવા લાગ્યા. પણ તરતજ તે ચંદ્રની અંદર રહેલી કલંકની રેખાએ જ તે હર્ષ માં વિદ્મ કર્યું. મેહ નિદ્રામાં પ ડેલા તે પિરિજનોએ કંઠમાં લાગેલી રૂદન ક્રિયાને નેત્રમાં ધારણ કરીને નિર્ગમન થતી રાત્રિને પણ જાણી નહીં. ત્યાર પછી ચંદ્રરૂપે પ્રાણનાથના જવાથી વિયેગી થયેલી તારારૂપ સ્ત્રીઓને સૂર્યની કાંતિરૂપ ચિતા સમૂડમાં પડતી જોઈને ચિત્ત તથા પ્રિય (પતિ)ને વિયેગથી આર્ત થયેલી તે ભૂપપુત્રી પણ “ મારા દુઃખનું ઔષધ અગ્નિજ હે' એ પ્રમાણે ઉચે સ્વરે બોલી. તે વખતે તેજ વચન રાજાથી રંક પર્યત મરણને ઈચ્છતા સર્વ જનેના મુખમાંથી એક વખતે ઉત્પન્ન થયું. આ પ્રમાણે એકમત થવાથી સર્વ લે કે સૂર્ય ઊગે ત્યારે ચિતાને તીર્થરૂપ નદીતીરની પૃથ્વીપર ગયા, લોકે દૂરથી જ પિતપતાની ચિતાને માટે પૃથના કકડે કકડા વહે ચવા લાગ્યા, અને ખર્શને આકર્ષણ કરનારી આંગળીઓ તે પૃથ્વીના ખંડ [ભાગ. ને માપવા લાગી. પછી માણસે એ પિતાપિતાના પુણ્યને અનુસારે મૂલ્ય આપીને ખરીદ કરેલા કાષ્ટખંડના સમૂહ વડે “હું પહેલે, હું પહેલે ” એમ બોલીને ચિતા રચવા માંડી. તે ચિતાઓની કેટલી મેટી જવાળા થશે? તે વિચારીને પિતાને પણ તાપ લાગવાની શંકા થવાથી તે પુરના સીમાડાના આકાશ, જળ અને સ્થળમાં રહેનારા દેવતાઓ પણ કંપવા લાગ્યા. ત્યાર પછી સર્વ જન ઘાસના પળામાં અગ્નિ નાંખીને તેમાં પિતાના જીવિતને સેવતા હોય તેમ મુખમાંથી પવન નાંખવા લાગ્યા. મુખના વાયુરૂપ તરંગને વારંવાર મૂકવાથી સર્વ લેક થાકી ગયા, પણ અગ્નિ સળગે નહીં. કેતુકી જનની જેમ વાયુ વડે હાંસી કરતા તે લેકોએ અગ્નિ સળગાવવા માટે ઘણા ઉપાયે કર્યા, તો પણ તેઓ તેને સળગાળવા શકિતમાન થયા નહીં. એટલે વિલક્ષ થયેલી રાજપુત્રીએ દિશાઓમાં દષ્ટિ નાંખી, તે કેટલેક દૂર કાયેત્સર્ગે રહેલા એક મુનિને જોયા. તેને જોઈને તેણીએ વિ. ચાર્યું કે– “કરૂણારૂપી અમૃતના સાગર જેવા આ મુનિની સમીપે આટલા બધા
For Private And Personal Use Only