________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. જનસમૂહના મૃત્યુને હેતુ નહીં થઈ શકવાથી અગ્નિ નથી સળગતે તે યુકત છે. તે મારે મારા સ્વાર્થની સિદ્ધિને માટે તતકાળ તે મુનિ પાસે જઈને અવશ્ય તેમને વંદના કરવી જોઈએ. કેમકે આવા ગુરૂએ મનેરને પરિપૂર્ણ કરવામાં કઃપવૃક્ષ જેવા હોય છે. આ પ્રમાણે વિચારીને મુનિને વાંદવાણી ઇચ્છાવાળી શુદ્ધ બુદ્ધિવાન રાજપુત્રી તે તરફ ચાલી. એટલે સાધુના દર્શન માટે આનંદિત થયેલા સર્વ જને પણ તેણીની પાછળ ચાલ્યા. પછી જેણીનું મને સ્પષ્ટ ભક્તિથી દેદીપ્યમાન છે, એવી રાજપુત્રી તે મુનિને વંદન કરીને આ પ્રમાણે દુખીને ઉચિત વચન બેલી કે– “હે કૃપાસાગર ! શું આપેજ આ અગ્નિને તપની શક્તિથી સળગતે અટકા છે? અગ્નિને પણ તિરસ્કાર કરનાર એવા તાપથી પીડિત થયેલા આ જનને શું આપ નથી જાણતા જગતના પ્રાણીઓનું હિત કરનાર હે ભગવાન! આવા દુસહ તાપથી આતુર થયેલા આ જનને આપ સંયમરૂપી અમૃતના સાગરમાં નિમગ્ન કરે.” તે સાંભળીને સંસારના પારને જેનારા (જ્ઞાની) મુનીશ્વર કોન્સર્ગ પારીને સાક્ષાત દ્રાક્ષફળના સ્વાદને પણ તિરસ્કાર કરનાર મિષ્ટ વાણીવડે છે કે
હે કલ્યાણી ! તારી પુણ્યસંપત્તિએ કરીને દાન, શીલ, તપ અને ભાવને પણ છતનારી એવી શાસનની પ્રભાવના તારા થકી ગૃહસ્થાશ્રમમાંજ થવાની છે. માટે તું હમણુ સંયમના જીવનને ન કર. વળી ઘણા ભેગના ફળવાળું કમ તારે ભેગવવું બાકી રહેલું છે. અને જેના વિયેગથી નિરાશ થઈને આ ઊદ્યમ તે આદર્યો છે તે રાજપુત્ર હાલમાં કયાં છે અને કેવી સ્થિતિમાં છે, તે તું સાંભળ.
“આ જંબુદ્વીપને વિષે કલ્યાણ વડે પૂર્ણ લક્ષ્મીવાળી, વૈતાઢય પર્વતના મંડન રૂપ અને સર્વ નગરી સમૂહમાં શ્રેષ્ઠ મલીકા નામની પ્રસિદ્ધ નગરી છે. તે પુરીમાં મહા ઉત્કૃષ્ટ પરાક્રમી, વિદ્યાધરમાં શ્રેષ્ઠ, અદ્દભુત વિદ્યાશક્તિમાન અને ન્યાયત રત્નાંગદનામને રાજા રાજ્ય કરે છે. તે રાજાને લીલાવતી નામની રાણી છે. તે રાણી ની કુક્ષિ રૂપી કમલિનીમાં અદ્વિતીય રાજહંસી રૂપ, જાણે દેહ ધારણ કરીને આવે લી સાક્ષાત્ લક્ષમીજ હોય તેવી રૂકમિણી નામની પુત્રી છે. ગઈ કાલે તે રાજા - ભામાં બેસી તે કન્યાને પિતાના ઉસંગમાં રમાડતો હતો, તે વખતે તેણીને ગ્ય વયવાળી જોઈને સભાસદોને તેણે પૂછ્યું કે –“ આ પૃથ્વી પર આ કન્યાને ગ્ય. કઈ પણ કુંવર છે ?” તેના જવાબમાં ખેચરોના મુખથી તે કન્યાથી પણ અધિક લહમીવાન તારે પતિ ચંદિર કુમાર છે એમ સાંભળીને તે ખેચરપતિ કુમારનું હરણ કરી ગયા છે. ત્યાં લઈ ગયા પછી તેણે તે કન્યાના વિવાહ માટે કુમાર રની પ્રાર્થના કરી, ત્યારે નય, ધર્મ, સદાચાર અને સત્યમાં દઢ બુદ્ધિવાળે તે કુમાર
For Private And Personal Use Only