Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta Author(s): Khubchand Keshavlal Master Publisher: Khubchand Keshavlal Master View full book textPage 7
________________ પૂર્વગ્રહ છડી પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રરૂપિત ચેતન અને જડ અણુવિજ્ઞાનને સમજી, હૃદયમાં વાસિત કરનાર પુરૂષને અનુલક્ષીને શ્રી વીરવિજયજી મહારાજે પંચકલ્યાણકની પૂજામાં ગાયું છે કે – વેધકતા વેધક લહે મન મોહનજી, બીજા બેઠા વા ખાય-મનડું મોહ્યું રે મનમોહનજી. પ્રભુ શ્રી મહાવીરદેવે આવિષ્કારિત અણુવિજ્ઞાન પૈકી પુગલવિજ્ઞાન અંગે એક લેખ “ચાણસ્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર વિષયક એક સમૃદ્ધિવંત અંક માટે” લખી મેકલવા પરમ પૂજ્ય શ્રી અભયસાગરજી ગણિવર્ય મહારાજે મને આજથી દોઢેક વરસ પહેલાં પ્રેરણું કરી. લગભગ વીસેક પેઈજ પ્રમાણ પુદગલ અણુવિષયક લેખ મેં તેઓશ્રીને લખી મેકલ્યો. પરંતુ ત્યારબાદ તે લેખને કંઈક વિસ્તૃત સ્વરૂપે લખવાની ઉત્કંઠા થઈ. ફરી તે લેખને વિસ્તૃત કરતાં સાએક પેઈજ જેટલે લખે. મહાતપસ્વી શાનમૂર્તિ નવકાર મંત્રના પરમ પ્રચારક અને આરાધક પચાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના શિષ્યશ્રી કલ્યાણપ્રવિજયજી મહારાજે એક વખત મારી પાસે લખાઈ સંગ્રહિત બની રહેલા અને અમુદ્રિત લેખનું મેટર તેઓશ્રીએ મારી પાસેથી જેવા મંગાવ્યું. તેમાં આ સાએઠ પેઈજને લેખ તેઓશ્રીને વધુ પસંદ પડ્યો. પિતાના ગુરૂદેવને પણ તેઓશ્રીએ તે લેખ વંચાવ્યો. ત્યારબાદ વર્તમાન ચાતુર્માસના પ્રારંભ પહેલાં પિશાલીયા મુકામે તેઓશ્રીએ આચાર્યશ્રી સુશીલસૂરિજી મહારાજ સાહેબને આ વિષય અંગે વાતચીત કરેલ. આ. ૦ દેવશ્રી સુશીલસૂરિજી મહારાજ સાહેબે સિરોહી ચાતુમાસ માટે પધારતાં જ આ લેખને વિસ્તૃત બનાવી પુસ્તકરૂપે જલ્દી પ્રકાશિત કરવાની મને પ્રેરણા કરી. ચાંદરાઈ જૈન સંઘના આગેવાનેએ આ પુસ્તકનું તમામ ખર્ચ આપી દેવાની પણ ઉદારતા બતાવી. આચાર્યશ્રીના સદુપદેશથી દ્રવ્ય સહાયની પણPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 174