Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 6
________________ દ્વાદશાંગી રચી. આ દ્વાદશાંગી એ જ જૈનશાસનનું મૌલિક અને વિસ્તૃત વિજ્ઞાન–મહાવિજ્ઞાન-તત્ત્વજ્ઞાન છે. સકળ જગતનું શુદ્ધ તત્ત્વજ્ઞાન આ દ્વાદશાંગીના અંશને પામીને જ વિસ્તાર પામ્યું છે. પદાર્થજ્ઞાનનું અને શાશ્વત સુખ પ્રાપ્તિનું અતિસ્પષ્ટ તથા વિરતૃત તત્વજ્ઞાન આ દ્વાદશાંગીમાંથી જ પ્રાપ્ત થાય છે. વિશ્વના અન્ય વૈજ્ઞાનિક ચેતન અણુવિજ્ઞાનથી તો બિસ્કુલ અજ્ઞાત જ રહ્યા છે. આવા વૈજ્ઞાનિકે તો કેવળ જડપદાર્થનું અને તેમાં પણ પુગલપદાર્થનું જ વિજ્ઞાન આવિષ્કારિત કરી શક્યા હોવા છતાં, શ્રી તીર્થંકર પરમાત્માએ આવિષ્કારિત પુગલવિજ્ઞાન પાસે નહિવત્ છે. શ્રી તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવે આવિષ્કારિત પુદ્ગલ વિજ્ઞાન યા અણુવિજ્ઞાન એટલું બધું રહસ્વપૂર્ણ છે કે વિશ્વને કઈ દર્શનકાર કે કઈ વૈજ્ઞાનિક તેવું વિજ્ઞાન બતાવી કે સમજાવી શક્યો જ નથી. - ઉપરોક્ત હકિકતમાં નથી અતિશયોક્તિ કે નથી પૂર્વગ્રહ. નથી દૃષ્ટિરાગ કે નથી અંધશ્રદ્ધા. ભારતના અનેકાનેક પૂર્વમહર્ષિઓએ પૂરૂં પરીક્ષણ કરીને તારવેલું અમૃત જ છે? 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારને જન્મ દેતા રાગ, રોષ, મેહ જેના ટળી ગયા હોય તે બ્રહ્મા હેય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય, ગમે તે હોય, હું તેમને નમસ્કાર કરું છું. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ કહ્યું છે કે, મને મહાવીરદેવ તરફ પક્ષપાત નથી કે નથી કપિલમુનિ તરફ દ્વેષ. જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેનું વચન મને સર્વથા માન્ય છે. આવી પરમ ઉદાર દષ્ટિવંત મહર્ષિઓએ પૂરા પરીક્ષણ બાદ સ્વીકારેલ જૈન શાસનના વિજ્ઞાન–મહાવિજ્ઞાનતત્ત્વજ્ઞાનને અંધશ્રદ્ધારૂપ કહેવાની મૂર્ખતા ક સુઝ મનુષ્ય કરી શકે ?

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 174