Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 16
________________ - પોતાના ઘેર જમણ રાખ્યું. બધાને આમંત્રણ આપ્યું પણ કાકાને ત્યાં ન આપ્યું. છતાંયે કાકા સામે ચડીને જમવા ગયા. જમવા બેઠા ત્યાં ભત્રીજાએ આવીને કાકાનો તિરસ્કાર કર્યો. છતાં પણ જરાયે ગુસ્સો ન આવ્યો. છેવટે કાકાના પગમાં પડીને માફી માંગે છે. અને તેમની ખૂબ પ્રશંસા કરે છે. કષાયના ત્યાગથી ડોસાનું જીવન ધર્મમય બની ગયું. અને મરીને દેવલોકમાં ગયા. આમ જે વ્યક્તિ અક્રૂર હોય તે જ સાચા અર્થમાં ધર્મને આરાધી શકે છે. ધર્મ જેવું દુર્લભ રત્ન જે તે વ્યક્તિને મળી શકતું નથી. તેના માટે ઘણી યોગ્યતાઓ જોઈએ છે, તે હવે આગળ જો ઈશું. શ્રાવણ વદ-૮ ગુણ પ્રધાન ધર્મ : ધર્મના મુખ્ય બે વિભાગો છે એક ગુણકાંડ અને બીજો ક્રિયાકાંડ. ગુણકાંડમાં વિનય, વિવેક, સદાચાર, ક્ષમા, સજ્જનતા વગેરે આવે અને ક્રિયાકાંડમાં બધી ક્રિયાઓ આવે. ક્રિયાકાંડ એ ધર્મને પુષ્ટ કરવા માટે છે. પણ આજે આપણે એકલો ક્રિયાકાંડ જ પકડી રાખ્યો છે ગુણોની તો કલેઆમ થઈ ગઈ છે. ગુણહીન ધર્મ પ્રાણ વિનાના શબ જેવો છે. ધર્મને આચરનાર અક્રૂર હોવો જોઈએ અર્થાત્ ક્રોધ-અભિમાન-માયા વગેરેથી રહિત હોવો જોઈએ. ધર્મ કરતો હોય પણ મનમાં અહંકાર ભરેલો હોય તો ધર્મ તેને સ્પર્શી શકતો નથી... અને અહંકાર આવે ત્યાં કઠોરતા-તુચ્છતા આવે જ. કુન્તલરાણી : એક રાજા હતો. તેને ઘણી રાણીઓ હતી. તેમાં કુન્તલદેવી કરીને પટરાણી હતી. રાજમહેલમાં જ એક જિનમંદિર હતું. કુન્તલદેવી રોજ તેમાં જે ઉંચામાં-ઉંચા દ્રવ્યોથી પ્રભુભક્તિ-પૂજા કરે. રાજા પણ તેને બધી સામગ્રી K પૂરી પાડે. રોજ-રોજ હીરા-માણેક મોતી વગેરેથી ભવ્ય અંગરચના કરે... ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118