Book Title: Guruvani 2
Author(s): Jambuvijay
Publisher: Jinendraprabhashreeji

View full book text
Previous | Next

Page 38
________________ २७ પૂ. હીરસૂરિ .... તે પછી જ્યારે ચારેબાજુ હિંસાનું સામ્રાજ્ય પથરાયેલું હતું ત્યારે હીરસૂરિ મહારાજ થયા. તે સમયનું પ્રહલાદનપુર અને આજનું પાલનપુર. જ્યાં પલ્લવીયા પાર્શ્વનાથનો ખૂબ જ મહિમા. જૈનોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં. પલ્લવીયા પાર્શ્વનાથના દહેરાસરમાં રોજના ૬૪ મણ ચોખા, ૧૬ મણ સોપારી ચડતી હતી... આવા જાહોજલાલીવાળા નગરમાં ઓસવાલ વંશીય શ્રેષ્ઠિવર્ય શ્રી કુરાશાહ પ્રસિદ્ધ હતાં. ધર્મપરાયણ હતાં. તેમના ધર્મપત્ની નાથીબાઈ પણ એટલા જ ધર્મપ્રેમી હતા. ધર્મપરાયણ આ કુટુંબમાં વિ.સં.૧૫૮૩ના માગશીર્ષ શુક્લ નવમીના દિવસે એક તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો. તેનું હીરજી એવું નામ પાડવામાં આવ્યું. માતા-પિતાના સંસ્કારોની છાયા મોટેભાગે બાળકમાં આવતી જ હોય છે. હીરજી પણ ધાર્મિક વૃત્તિવાળા બન્યા. કમનસીબે નાની ઉંમરમાં જ માતાપિતા સ્વર્ગવાસી બન્યા. તેમને ત્રણ બહેનો હતી. જે પાટણમાં પરણાવેલી. માતા-પિતાનું છત્ર ચાલ્યું જતા નિરાધાર બનેલા હીરજીનો આધાર બહેન બની. બહેન તેમને પાટણમાં લઈ આવી. વિ.સં. ૧૫૯૫માં પાટણની પાવન ધરતી પર પૂજ્ય દાનસૂરિ મહારાજની ચોમાસા માટે પધરામણી થઈ. હીરજી પણ ધર્મારાધનામાં જોડાયા. ધીમે-ધીમે ધર્મનો રંગ બરાબર લાગ્યો. આચાર્ય મહારાજ સાથે પરિચય ગાઢ બન્યો. સંસાર પર નફરત જાગી. બહેન પાસે દીક્ષાની માંગણી કરી. બહેને પોતાના નાના ભાઈને ઘણું સમજાવ્યું છતાં પણ હીરજી પોતાની ભાવનામાં અડગ રહ્યા. છેવટે અનુમતિ મેળવીને સં. ૧૫૯૬ કારતકવદ બીજના જ ચતુર્વિધ સંઘની સમક્ષ ઉપકારી ગુરૂદેવ પૂ. શ્રી દાનસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી અને હીરજીમાંથી મુનિ હીરહર્ષ બન્યાં. તેર વર્ષની બાલવયે જ અણગાર બન્યા. પરમકૃપાળુ ગુરૂદેવની પરમકૃપા અને આશીર્વાદથી સર્વશાસ્ત્રાભ્યાસમાં આગળ આવ્યા. દેવગિરિમાં ન્યાય અને તર્કશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118